ETV Bharat / international

ટ્રમ્પની બે અઠવાડિયા માટે સીઝફાયરની જાહેરાત, ઇરાન પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત

ટ્રમ્પે બે અઠવાડિયા માટે બોમ્બમારા અભિયાનને રોકી દીધો છે, કહ્યું- ઇરાનનો 10 સૂત્રનો પ્રસ્તાવ કામ કરવા લાયક છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (AP)
author img

By ANI

Published : April 8, 2026 at 8:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બોમ્બમારો અને હુમલાનું અભિયાન રોકી દીધુ છે. ટ્રમ્પે બે અઠવાડિયા માટે સીઝફાયરની જાહેરાત કરી છે અને કહ્યું કે, ઇરાનનું 10 પોઇન્ટ પ્રપોઝલ કામ કરવા લાયક છે. ઇરાન પણ 2 અઠવાડિયા માટે મિલિટ્રી ઓપરેશન રોકવા અને અમેરિકાના 10 પોઇન્ટના પ્રસ્તાવને માન્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રસ્તો આપવા તૈયાર થયું છે.

વિશ્વને રાહત આપતા ઇરાને ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિની રજૂઆત માની લીધી છે અને બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રસ્તો આપવાની સાથે સાથે મિલિટ્રી ઓપરેશન રોકવા પણ તૈયાર થયું છે. ઇરાનના વિદેશ મંત્રી સઇદ અબ્બાસ અરાઘચીએ X પર ઇસ્લામિક રિપબ્લિકનો જવાબ પોસ્ટ કર્યો છે અને કહ્યું કે જો તે સમયે હુમલો ના થયો તો ઇરાન પોતાનું સૈન્ય ઓપરેશન રોકી દેશે.

અરાઘચીએ લખ્યું, "ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વતી, હું અમારા પ્રિય ભાઈઓ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરનો પ્રદેશમાં યુદ્ધનો અંત લાવવાના તેમના સતત પ્રયાસો બદલ આભાર અને પ્રશંસા કરું છું. શરીફની તેમના ટ્વીટમાં ભાઈચારાની વિનંતી અને તેના 15-પોઇન્ટ પ્રસ્તાવના આધારે વાટાઘાટો માટે અમેરિકાની વિનંતી અને ઇરાનની જાહેરાત કે તે તેના 10-પોઇન્ટ પ્રસ્તાવના સામાન્ય માળખાને વાતચીતના આધાર તરીકે સ્વીકારશે, તેના જવાબમાં, હું ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ વતી આ જાહેરાત કરું છું."

જો ઇરાન વિરૂદ્ધ હુમલા રોકી દેવામાં આવે છે તો અમારી તાકાતવર આર્મ્ડ ફોર્સ બે અઠવાડિયા માટે પોતાના ડિફેન્સિવ ઓપરેશન બંધ કરી દેશે, ઇરાનની આર્મ્ડ ફોર્સની સાથે કોઓર્ડિનેશન અને ટેકનિકલ કર્મીઓ પર સારી રીતે ધ્યાન આપવાની સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રસ્તો કાઢવામાં આવશે.

ટ્રમ્પની જાહેરાત

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે 10 પોઇન્ટનું પ્રપોઝલ એક પરમેનેન્ટ ડિલ માટે વાતચીતનો આધાર બનાવશે, સાથે જ તેમણે કહ્યું કે અમેરિકાએ તેના મોટાભાગના લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી લીધા છે.

ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથેની મારી વાતચીતના આધારે, જેમાં તેમણે વિનંતી કરી હતી કે હું આજે રાત્રે ઈરાનમાં ખતરનાક તાકાતને રોકી દઉં, અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થયાના આધારે, હું બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બમારો અને હુમલાઓ બંધ કરવા સંમત થયો છું."

ટ્રમ્પે કહ્યું, "આ બે-માર્ગી યુદ્ધવિરામ હશે!" આવું કરવાનું કારણ એ છે કે અમે પહેલાથી જ બધા લશ્કરી ઉદ્દેશ્યોને પૂર્ણ કરી લીધા છે અને તેને પાર કરી ચૂક્યા છીએ, અને ઈરાન સાથે લાંબા ગાળાની શાંતિ અને મિડલ ઇસ્ટમાં શાંતિ પરના મજબૂત કરારથી ઘણા દૂર છીએ.

અમને ઇરાન પાસેથી 10 પોઇન્ટનો પ્રસ્તાવ મળ્યો છે. અમારૂં માનવું છે કે આ વાતચીત કરવા માટે એક કામ કરવા લાયક આધાર છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાન ગયા વિવાદના લગભગ તમામ અલગ અલગ પોઇન્ટ્સ પર સંમત થઇ ગયું છે અને આ એક્સટેન્શનથી એક પરમેનેન્ટ એગ્રીમેન્ટને ફાઇનલ કરવા માટે સમય મળશે.

ટ્રમ્પે કહ્યું, 'અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ તરીકે અને મિડલ ઇસ્ટના દેશોને રિપ્રેઝન્ટ કરતા આ અમારા માટે સમ્માનની વાત છે કે આ લાંબા સમયથી ચાલતી સમસ્યા હવે હલ થવાની નજીક છે.'આ નિવેદન ટ્રમ્પના પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર ભડકાઉ નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે ઇરાનની અંદર સત્તા પરિવર્તનનો ઇશારો કરતા પહેલા ક્યારેય ના થયો હોય તેવા વિનાશની ચેતવણી આપી હતી.

ટ્રમ્પે લખ્યુ હતું, 'આજે રાત્રે એક પુરી સભ્યતા ખતમ થઇ જશે જેને ફરી ક્યારેય પરત લાવી નહીં શકાય. હું નથી ઇચ્છતો કે આવું થાય પરંતુ થઇ શકે છે.' અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર નવા બ્રેકથી આશા જાગી છે કે 28 માર્ચે શરૂ થયેલો આ વિવાદ હવે અંતે સમાપ્ત થઇ જશે કારણ કે બન્ને પક્ષ શાંતિ રાખવા માટે પાછળ ખસી શકે છે.

આ પણ વાંચો: