'આતંકવાદનું દુનિયામાં કોઇ સ્થાન નથી, જલ્દી ટ્રેડ ડીલ કરીશું', ઇઝરાયેલમાં PM મોદી
ભારત અને ઇઝરાયેલ વચ્ચે AI, શિક્ષણ અને સંરક્ષણ સહિત કેટલાક ક્ષેત્રોમાં કેટલીક સમજૂતી થઇ છે.

Published : February 26, 2026 at 6:19 PM IST
|Updated : February 26, 2026 at 9:10 PM IST
તેલ અવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલના બે દિવસના પ્રવાસે છે. આજે બીજો દિવસ છે. PM મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલી સમજૂતીની જાણકારી શેર કરી હતી. ભારત અને ઇઝરાયેલ વચ્ચે AI, શિક્ષણ અને સંરક્ષણ સહિત કેટલાક ક્ષેત્રોમાં કેટલીક સમજૂતિ થઇ છે.
'આતંકવાદને કોઇ પણ રૂપમાં સ્વીકાર નહીં કરીએ', સંયુક્ત બ્રીફ્રિંગમાં PM મોદી
'ભારત અને ઇઝરાયેલ આ વાતને લઇને સ્પષ્ટ છે કે દુનિયામાં આતંકવાદ માટે કોઇ જગ્યા નથી. આતંકવાદને કોઇ પણ રૂપમાં સ્વીકાર ના કરી શકાય. અમે આતંકવાદ અને તેમના સમર્થકો વિરૂદ્ધ લડાઇ ચાલુ રાખીશું. અમે IMEC અને I2U2 પર મળીને આગળ વધીશું.'
#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," india and israel are clear that there is no place for terrorism in the world. terrorism cannot be accepted in any form. we will continue to fight against terrorism and its… pic.twitter.com/ru3zPzASU4
— ANI (@ANI) February 26, 2026
ઇઝરાયેલમાં UPIનો ઉપયોગ થશે- PM મોદી
સંયુક્ત બ્રીફ્રિંગમાં PM મોદીએ કહ્યું, 'અમે એક મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી ભાગીદારી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. મને ખુશી છે કે ઇઝરાયેલમાં UPIના ઉપયોગ માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમે નાગરિક પરમાણુ ઊર્જા અને અવકાશ ક્ષેત્રોમાં પોતાના કામને આગળ વધારીશું. સાથે મળીને અમે ભવિષ્ય માટે તૈયાર કૃષિ સમાધાન વિકસિત કરીશું. અમે શ્રેષ્ઠતાવાળા ગામડાઓ બનાવવા પર કામ કરીશું."
#WATCH | Jerusalem | Addressing joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," we have decided to establish a critical and emerging technology partnership. i am happy that an agreement has been signed for the use of upi in israel. we will further our work… pic.twitter.com/WhRaR5nxjm
— ANI (@ANI) February 26, 2026
મુક્ત વેપાર સમજૂતિને અંતિમ રૂપ આપીશું- પ્રેસ બ્રીફિંગમાં PM મોદી
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'અમે જલ્દી પારસ્પરિક રીતે લાભદાયી મુક્ત વેપાર સમજૂતિને અંતિમ રૂપ આપીશું.'
ઇઝરાયેલ આવવું મારા માટે ગર્વની ક્ષણ- PM મોદી
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'શાલોમ! મને અને મારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભારી છું. નવ વર્ષ પહેલા મને પ્રથમ વખત ઇઝરાયેલ આવવાની તક મળી હતી. નવ વર્ષ બાદ ફરી ઇઝરાયેલ આવવું મારા માટે ગર્વની ક્ષણ છે. કાલે મને 'નેસેટ સ્પીકર મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યો. હું આ પુરસ્કાર 140 કરોડ ભારતીયો અને ભારત-ઇઝરાયેલની મિત્રતાને સમર્પિત કરૂં છું. અમે પોતાના વર્ષો જૂના સંબંધોને વિશેષ રણનીતિક ભાગીદારીનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ બન્ને દેશોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.
#WATCH | Jerusalem | Addressing joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," shalom! i thank pm netanyahu for extending a warm welcome to me and my delegation. nine years ago, i got the opportunity to visit israel for the first time. after 9 years,… pic.twitter.com/ZiPEF2tcZW
— ANI (@ANI) February 26, 2026
AI પર ભારત અને ઇઝરાયેલ સાથે મળીને કામ કરશે
ઇઝરાયેલના મંત્રી યોઆવ કિશ્ચએ કહ્યું, "મોદીનું અહી આવીને સંસદમાં ભાષણ આપવુ અમારા માટે એક અદભૂત અનુભવ છે. મારૂં માનવું છે કે આ બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધોને દર્શાવે છે અને ભવિષ્યના સંબંધોની અપાર સંભાવનાઓને પણ ઉજાગર કરે છે. શિક્ષણની વાત કરીએ તો અમે શિક્ષણમાં AI પર ખાસ કરીને વ્યક્તિગત શિક્ષણ પર અને AI ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીમાં આવનારા બદલાવો પર મળીને સાથે કામ કરી રહ્યા છીએ. મારૂ માનવું છે કે તમારા નેતૃત્ત્વમાં થયેલા સમ્મેલનમાં ભારતે ઘણી સારી સ્થિતિ પ્રસ્તૃત કરી છે અને અમે તેના પર મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ."
#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," we will soon give final shape to a mutually beneficial free trade agreement." pic.twitter.com/Xm42vsLpsu
— ANI (@ANI) February 26, 2026
'હું સારાને પ્રથમ વખત ભારતીય રેસ્ટોરન્ટમાં મળ્યો હતો'- નેતન્યાહૂ
'ભારતનો મારી પર ઊંડો વ્યક્તિગત ઋણી છે. જ્યારે હું સારા (તેમના પત્ની)ને પ્રથમ વખત મળ્યો ત્યારે મને લાગે છે કે આ અમારી પ્રથમ અથવા બીજી મુલાકાત તેલ અવીવના એક ભારતીય રેસ્ટોરન્ટમાં થઇ હતી. તે રીના પુષ્કર્નાની રેસ્ટોરન્ટ હતી. ભોજન લાજવાબ હતું. સારાએ પ્રથમ વખત તે રેસ્ટોરન્ટનો સ્વાદ ચાખ્યો હતો, માટે તે એક સારી પ્રથમ મુલાકાત હતી- ના ભોજનના હિસાબથી પણ મુલાકાત પણ સારી રહી હતી.'
#WATCH | Jerusalem, Israel: Speaking candidly at the joint press statement with PM Modi, Israeli PM Benjamin Netanyahu says, " ...i owe india a great personal debt. when i met sara (his wife) for the first time, i think our first or second date was in an indian restaurant in tel… pic.twitter.com/egTANLKbHL
— ANI (@ANI) February 26, 2026
આ પણ વાંચો:

