'તો પરમાણુ યુદ્ધમાં કેટલાક દેશ ખતમ થઇ જાત', ઇરાન સામે અમેરિકા-ઇઝરાયેલના હુમલા પર ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે તાજેતરના અમેરિકન હુમલાનો બચાવો કર્યો છે.

By ANI
Published : March 4, 2026 at 8:04 AM IST
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે તાજેતરના અમેરિકન હુમલાનો બચાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, આ કાર્યવાહી સંભવિત પરમાણુ વિનાશને રોકવા માટે જરૂરી હતી અને દાવો કર્યો કે, 'તેહરાન પહેલા હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું."
ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલી હુમલા બાદ મિડલ ઇસ્ટમાં સંઘર્ષ પાંચમા દિવસમાં પહોંચી ગયો છે જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇ અને પર્સિયન ગલ્ફ દેશના અન્ય ખાસ લોકો માર્યા ગયા હતા. બદલામાં, તેહરાને ગલ્ફ દેશોમાં અમેરિકન મિલિટ્રી બેઝ અને આખા વિસ્તારમાં ઇઝરાયેલી સંપત્તિઓને લક્ષ્ય બનાવીને વળતો હુમલો કર્યો છે.
ઇઝરાયેલે વોશિંગ્ટનને કાર્યવાહી માટે મજબૂર કર્યું હતું કે કેમ જેનો જવાબ આપતા ટ્રમ્પે આ વાતને ફગાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું, "ના, જે રીતની વાતચીત ચાલી રહી હતી, મને લાગે છે કે (ઇરાન) પહેલા હુમલો કરવાનું હતું અને હું આવું ઇચ્છતો નહતો, માટે જો કઇ પણ થાય તો મેં ઇઝરાયેલને મજબૂર કર્યું હશે."
તો પરમાણુ યુદ્ધ થયું હોત- ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇરાની શાસનને લઇને ઉમેર્યું કે જો હુમલો ના કરવામાં આવ્યો હોત તો "તે ઘણા દેશોને ખતમ કરી નાખતા". ટ્રમ્પે કહ્યું, "જે આપણે અત્યારે કરી રહ્યા છીએ તે ના કર્યું હોત તો, પરમાણુ યુદ્ધ થયું હોત અને તેઓ ઘણા દેશોને ખતમ કરી નાખત કારણ કે તમે જાણો છો? તે બીમાર લોકો છે. તે માનસિક રીતે બીમાર છે. તે ગુસ્સામાં છે, તે પાગલ છે." ટ્રમ્પે વધુમાં કહ્યું કે, કંઇક તો કરવું જ હતું, 47 વર્ષ થઇ ગયા છે. તેઓ લાંબા સમયથી આખી દુનિયામાં લોકોને મારી રહ્યા છે...તેઓ ખરેખર ઘણા વર્ષોથી આખી દુનિયામાં આતંક ફેલાવી રહ્યા હતા."
#WATCH | अमेरिकी राष्ट्रपति डोनाल्ड जे ट्रंप ने कहा, " ...अगर हमने वो नहीं किया होता जो हम अभी कर रहे हैं, तो परमाणु युद्ध होता और वे कई देशों को खत्म कर देते। क्योंकि आप जानते हैं वे बीमार लोग हैं। वे मानसिक रूप से बीमार हैं, बीमार लोग हैं। वे गुस्से में हैं। वे पागल हैं। वे… pic.twitter.com/8QdGiWwiSG
— ANI_HindiNews (@AHindinews) March 3, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે, ઇન્ટેલિજન્સ એસેસમેન્ટ પાસેથી આગામી ખતરાનો સંકેત મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને લાગ્યું હતું કે અમારી પર હુમલો થવાનો છે...ઘણી મિસાઇલો એક જગ્યા પર ગોઠવાઇ રહી હતી. તે લાંબા સમયથી બીજા દેશો પર નિશાન સાધતી હતી-માટે મને લાગે છે કે હું આ વખતે સાચો હતો. જો ઇરાન પાસે પરમાણુ હથિયાર હોત તો તે તેનો ઉપયોગ કરત.
તાજેતરના મિલિટ્રી ઓપરેશન "ઓપરેશન એપિક ફ્યુરી"નો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, "આપણે જે હુમલો કર્યો હતો તેને મિડનાઇટ હેમર તરીકે ઓળખવામાં આવે છે, જો આપણે તે ન કર્યું હોત તો ઇરાન પાસે એક મહિનામાં ખૂબ જ શક્તિશાળી પરમાણુ હથિયાર હોત."
ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામાની ટીકા કરી
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું, "બરાક હુસૈન ઓબામાએ કદાચ સૌથી ખરાબ સોદો કર્યો હતો જે મેં ક્યારેય જોયો નથી, કારણ કે તેમણે મધ્ય પૂર્વમાં બધી શક્તિ ઇરાનને આપી દીધી હતી...જો મેં તે સોદો રદ ન કર્યો હોત, તો તેઓ 3 વર્ષ પહેલા એક વિશાળ પરમાણુ હથિયાર સાથે બેઠા હોત." ટ્રમ્પે વધુમાં કહ્યું, "તેઓ ખરાબ છે. આ રાજકારણ નથી, આ તેમની આખી ફિલોસોફી છે...આ ભયંકર છે, જ્યાં તેઓ 35000 લોકોને મારે છે, આ એક ખરાબ વિચારધારા છે."
અમેરિકાના રાષ્ટ્રપતિએ સ્ટ્રાઇક પહેલાની વાતચીત વિશે પણ વાત કરી હતી અને કહ્યું કે, "અમે આ પાગલો સાથે વાતચીત કરતા હતા અને મારૂ માનવું હતું કે તેઓ પહેલા હુમલો કરવાના હતા...જો અમે આવું ના કરતા તો તેઓ પહેલા હુમલો કરવાના હતા. મને આ વાતનો ખૂબ જ વિશ્વાસ હતો."
અમેરિકન હુમલાઓએ ઇરાનની ક્ષમતાઓને ગંભીર રીતે ઘટાડી દીધી હોવાનો દાવો કરતા ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, "અમારી ઘણી જોરદાર અસર થઇ છે કારણ કે તેમની પાસે જે કંઇ છે તે હવે ખતમ થઇ ગયું છે. તેમની મિસાઇલની સંખ્યા પણ ઘટી રહી છે. આશ્ચર્યજનક રીતે, તેઓ એવા દેશો પર હુમલો કરી રહ્યા છે જે તટસ્થ હતા. તેઓ લાંબા સમયથી સાથે રહેતા હતા..તે બધા દેશો તેમની સામે લડી રહ્યા છે...તેમની (ઇરાન) પાસે હવે હવાઇ સુરક્ષા નથી, તેમની પાસે હવે કોઇ ડિકેક્શન ફેસિલિટી પણ નથી, તેમણે ઘણું નુકસાન થવાનું છે. આ ખરાબ લોકો છે."
ટ્રમ્પે બ્રિટન-સ્પેનની મદદ ના કરવા માટે ટીકા કરી
યુરોપિયન દેશોના રોલ પર કોમેન્ટ કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "કેટલાક યુરોપિયન દેશ મદદ કરી રહ્યા છે અને કેટલાક નથી કરતા જેનાથી હું હેરાન છું. જર્મની ઘણું સારૂ છે...સ્પેન ઘણુ ખરાબ રહ્યું છે. હકીકતમાં, મેં સ્કોટને સ્પેન સાથેની તમામ ડીલ સમાપ્ત કરવા કહ્યું છે. એમ તો હું UKથી પણ ખુશ નથી.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ઓવલ ઓફિસમાં મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "અમારી એક એવા માણસ સાથે મુલાકાત છે જે મારા મિત્ર બની ગયા છે. અમે દેખીતી રીતે ઇરાન વિશે થોડી વાત કરીશું. અમે ઘણી મોટી ટ્રેડ ડીલ્સ વિશે પણ વાત કરી રહ્યા છીએ." બાદમાં જર્મન ચાન્સેલર મર્ઝે કહ્યું, "તેહરાનમાં આ ભયાનક શાસનને દૂર કરવાના સંદર્ભમાં અમે એક સાથે છીએ."
મહત્ત્વપૂર્ણ છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત ઓપરેશન દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઇ સહિત ચાર સીનિયર લશ્કરી અને સુરક્ષા અધિકારીઓના મોત થયા હતા. તેહરાન સહિતના મુખ્ય શહેરોમાં હુમલા થઇ રહ્યા છે. જવાબમાં ઇરાને પણ ઇઝરાયેલ,બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને જોર્ડન સહિતના દેશો પર અમેરિકન સંપત્તિઓ અને સાથી દેશો પર બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા કરી બદલો લીધો છે.
આ પણ વાંચો:

