રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો બાદ અનેક ફ્લાઇટ્સ અટકાવાઈ
એવિએશન ઑથોરિટીના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં એક અમેરિકન નાગરિક, ચાર સાઉદી નાગરિક અને અન્ય દેશોના કેટલાક નાગરિકોનો સમાવેશ થાય છે.

Published : October 12, 2026 at 9:54 AM IST
|Updated : October 12, 2026 at 11:11 AM IST
રિયાધ: શનિવારે (સ્થાનિક સમય મુજબ) સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ એક હુમલો થયો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા અને એરપોર્ટની કામગીરી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. અત્યાર સુધીમાં થયેલા હુમલાઓમાં કુલ 12 લોકોનાં મોત થયાં છે અને 309 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી એરલાઇન્સે તેમની ફ્લાઇટ સેવાઓ અટકાવી દીધી હતી.
સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશન (GACA)એ રવિવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે, શનિવારે રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં અને 309 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
#بيان إلحاقي بشأن الاعتداء الذي استهدف مطار الملك خالد الدولي بالرياض. #الطيران_المدني https://t.co/JoAi69jwvp
— هيئة الطيران المدني (@ksagaca) October 10, 2026
એવિએશન ઓથૉરિટીના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ચાર સાઉદી નાગરિક અને અન્ય કેટલાક દેશોના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. શનિવાર, 10 ઓક્ટોબર, 2026ના રોજ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે જારી કરાયેલા નિવેદનમાં 12 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. મૃતકોમાં 4 સાઉદી નાગરિકો અને આ દેશોના વ્યક્તિઓનો સમાવેશ થાય છે: બાંગ્લાદેશ (2), અમેરિકા (1), ઇજિપ્ત (1), જોર્ડન (1), સીરિયા (1), પેલેસ્ટાઇન (1) અને સુદાન (1). ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, "આ હુમલામાં (309) અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગંભીર હાલતમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે."
#بيان إلحاقي بشأن الاعتداء الذي استهدف مطار الملك خالد الدولي بالرياض. #الطيران_المدني https://t.co/JoAi69jwvp
— هيئة الطيران المدني (@ksagaca) October 10, 2026
વિદેશી દૂતાવાસોએ નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવા વિનંતી કરે છે
વિદેશી દૂતાવાસોએ તેમના નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવા વિનંતી કરી છે. આ ઘટનાક્રમ 6 અને 7 ઓક્ટોબરના રોજ સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ અને આભા એરપોર્ટ પર હુથી હુમલાઓ તેમજ યમનમાં વધતા સંઘર્ષને પગલે થયો છે.
નાગરિક ઉડ્ડયન સત્તામંડળે જણાવ્યું હતું કે, "શનિવારે કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો થયો હતો. આ હુમલો કિંગડમમાં સિવિલ એવિએશન સુવિધાઓને નિશાન બનાવીને કરવામા આવી રહેલા હુમલાઓ વચ્ચે થયો હતો."
સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નાગરિકોને સલાહ આપી છે કે, જેમના ટ્રાવેલ પ્લાન ફ્લાઇટ સસ્પેન્શન અથવા વિલંબને કારણે ખોરવાઈ ગઈ છે, તેઓ એ દેશોમાં સાઉદી ડિપ્લોમેટિક મિશનનો સંપર્ક કરે જ્યાં તેઓ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મિશન એ નાગરિકોને મદદ અને જરૂરી ગાઈડલાઈન્સ આપશે જેઓ કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જતી ફ્લાઇટ્સમાં અવરોધના કારણે પોતાના સ્થાન સુધી પહોંચી શક્યા નથી.
આ પણ વાંચોઃ
રશિયા અને યુક્રેન ઉર્જા સ્થાનો પર હુમલા રોકવા માટે સહમત થયા છે: ટ્રમ્પ

