ETV Bharat / international

બાંગ્લાદેશ નિવૃત્ત હિન્દુ શિક્ષક, પત્ની અને બે બાળકોની હત્યા; બે લોકોની ધરકપડ

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે પરિવારને કોઈની સાથે કોઈ વિવાદ કે દુશ્મનાવટ નહોતી

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે પરિવારને કોઈની સાથે કોઈ વિવાદ કે દુશ્મનાવટ નહોતી
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે પરિવારને કોઈની સાથે કોઈ વિવાદ કે દુશ્મનાવટ નહોતી (પ્રતિકાત્મક તસવીર - IANS)
author img

By PTI

Published : August 23, 2026 at 10:34 PM IST

1 Min Read
Choose ETV Bharat

ઢાકા: બાંગ્લાદેશના રંગપુર શહેરમાં એક નિવૃત્ત હિન્દુ સ્કૂલ ટીચર, તેમની પત્ની અને તેમના બે બાળકોની તેમના નિવાસસ્થાને કથિત રીતે હત્યા કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ધ ડેઇલી સ્ટાર અખબારના અહેવાલ મુજબ, મૃતકોની ઓળખ ગણપતિ ચક્રવર્તી (65), પ્રીતિલતા ચક્રવર્તી (50), અગામી ચક્રવર્તી પ્રાર્થિ (23) અને પ્રિયમ ચક્રવર્તી (12) તરીકે કરવામાં આવી છે.

પોલીસે હત્યામાં સંડોવણીના આરોપસર બે વ્યક્તિઓ - મુગ્ધો અને સિદ્ધાર્થની અટકાયત કરી છે. આ બંને પિતરાઇ ભાઇઓ છે.

રંગપુર મેટ્રોપોલિટન પોલીસ કમિશનર મોહમ્મદ અબ્દુલ માબુદે રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, બંને આરોપીઓ ગુરુવારે રાત્રે બાજુની ઇમારત દ્વારા ચક્રવર્તી નિવાસસ્થાનની છત પર પહોંચ્યા હતા અને ત્યાં માદક દ્રવ્ય 'યાબા' પીધું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ, ગણપતિ ચક્રવર્તી અવાજ સાંભળીને છત પર ગયા અને ત્યાં હાજર બે માણસોની પૂછપરછ કરી. પોલીસે જણાવ્યું હતું કે, પકડાઈ ન જવાય તે માટે, આરોપીએ ચક્રવર્તીને ખભા પર લપેટેલા ગમછાનો ઉપયોગ કરીને ગળું દબાવી દીધું હતું.

એક અધિકારીએ જણાવ્યું કે હંગામો સાંભળીને ચક્રવર્તીની પત્ની ઉપરના માળે ગઈ, જ્યાં આરોપીઓએ કથિત રીતે કપડાના ટુકડાનો ઉપયોગ કરીને સીડી પર તેનું ગળું દબાવી દીધું. પોલીસે જણાવ્યું કે ઘટના દરમિયાન દંપતીની પુત્રી અને પુત્રનું પણ મોત થયું હતું.

રંગપુર શહેરના દાસપાડા વિસ્તારમાં શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેમના બંધ ઘરમાંથી પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પરિવારને કોઈની સાથે કોઈ દુશ્મની કે વિવાદ નહોતો.

આ પણ વાંચો: