ETV Bharat / international

નેપાળ પૂર અપડેટ: મૃતકોની સંખ્યા 1127એ પહોંચી, પોલીસનું સત્તાવાર નિવેદન

નેપાળના મહત્ત્વના હાઈડ્રોપાવર સાઈટ્સ પર નેપાળી સેનાની સાથે ભારત અને ચીનની ખાસ આંતરરાષ્ટ્રીય ટનલ રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે.

નેપાળ પૂર અપડેટ
નેપાળ પૂર અપડેટ (etv bharat gujarat)
author img

By ANI

Published : September 2, 2026 at 12:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

કાઠમાંડુઃ નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે નેપાળમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1127 થઈ ગયો છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર કૂલ 45 મૃતદેહ રાસુવાથી, 155 નુવાકોટથી, 59 ધાડિંગથી, 348 ચિતવનથી, 66 ગોરખાથી, 38 તનાહુનથી, 217 નવલપરાસી ઈસ્ટથી અને 190 નવલપરાસી વેસ્ટથી મળી આવ્યા છે.

નેપાળ પોલીસે એ પણ જણાવ્યું છે કે ભારતમાં 9 મૃતદેહ મળી આવ્યા છે. પ્રાપ્ત કરવામા આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં ફક્ત 95 મૃતદેહોની ઓળખ બાદ તેમના પરિવારને સોંપવામા આવ્યા છે. તેના એક દિવસ પહેલા નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, પૂરમાં જીવ ગુમાવનારા લોકો અને જેમની ઓળખ નથી થઈ શકી, તેમના મૃતદેહોને કાયદા અનુસાર અને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓના માધ્યમથી સંભાળવામા આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "સરકાર ફક્ત અજાણ્યા મૃતદેહોને જ સંભાળી રહી છે અને સાથે જ તેઓ ડીએનએ સેમ્પલ અને અન્ય પુરાવાઓને પણ સાચવી રહી છે જેનાથી તેમને ઓળખમાં મદદ મળી શકે." નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને નેપાળના સશસ્ત્ર પોલીસ દળની મદદથી મૃતદેહોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તેમને તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, નેપાળના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂર બાદ, મહત્ત્વના હાઈડ્રોપાવર સાઈટ્સ પર નેપાળી સેના સાથે-સાથે ભારત અને ચીનની ખાસ ઈન્ટરનેશનલ ટનલ રેસ્ક્યૂ ટીમને પણ તૈનાત કરવામા આવી છે.

કાઠમંડુમાં મંત્રાલયની ચોથી સત્તાવાર પ્રેસ બ્રીફિંગમાં પ્રવક્તા અને પબ્લિક ડિપ્લોમેસી ડિવીઝનના પ્રમુખ લોક બહાદુર છેત્રીએ જણાવ્યું કે જમીનની નીચે જોખમ ભરેલા ઑપરેશનને સંભાળવા માટે ખાસ આંતરરાષ્ટ્રીય તકનીકિ વિશેષજ્ઞોનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.

છેત્રીએ કહ્યું, 'જેમ કે અમે પહેલા જ જણાવ્યું છે, અમારી તત્કાલ રાષ્ટ્રીય પ્રાથમિકતા સ્પષ્ટ છે, લોકોનો જીવ બચાવવો, ગુમ થયેલા લોકોને શોધવા, બચી ગયેલા લોકોની મદદ કરવી, તરત રાહત પહોંચાડવી અને એ સુનિશ્ચિત કરવું કે પ્રભાવિત તમામ લોકોને ચાહે નેપાળી હોય કે વિદેશી નાગરિક ઉચિત સહાયતા અને સમર્થન મળે.'

આ પણ વાંચોઃ

અમેરિકાએ બળાત્કારના દોષિત ભારતીય મૂળના વ્યક્તિનું નાગરિકત્વ રદ કર્યું

સાવરકર ક્યારેય મુસ્લિમ વિરોધી નહતા, રાહુલ ગાંધીએ ખોટી છબી બનાવડાવી, પરિવારનો કોર્ટમાં દાવો