ખામેનેઇના મોત બાદ ઇરાનમાં માતમ, રસ્તા પર ઉતર્યા લોકો; 108 વિદ્યાર્થીઓ સહિત 200થી વધુ લોકોના મોત
અમેરિકા અને ઇઝરાયેલના હવાઇ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઇની સાથે તેમના દીકરી, જમાઇ અને પૌત્રી સહિત કેટલાક સૈન્ય કમાન્ડર માર્યા ગયા.

Published : March 1, 2026 at 10:55 AM IST
તેહરાન: અમેરિકા અને ઇઝરાયેલના હવાઇ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઇની સાથે તેમના દીકરી, જમાઇ અને પૌત્રી સહિત કેટલાક સૈન્ય કમાન્ડર માર્યા ગયા છે. ખામેનેઇનો આખો પરિવાર આ હુમલામાં મોતને ભેટ્યો છે. ઇરાનની સરકારી મીડિયાએ ખામેનેઇની સાથે તેમના દીકરી, જમાઇ અને પૌત્રીના મોતની પૃષ્ટી કરી છે.
શમખાનીના મોતની પૃષ્ટી
સરકારી ન્યૂઝ એજન્સી IRNAના રિપોર્ટ અનુસાર ખામેનેઇના ટોચના રાજકીય સલાહકાર અને ઇરાનના સંરક્ષણ પરિષદના સચિવ અલી શમખાની પણ તેહરાનમાં અમેરિકન-ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે IRGCના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર પણ માર્યા ગયા છે.
Grief and sorrow fill the holy shrine of Imam Reza in Mashhad as Iranians hear about the martyrdom of Ayatollah Khamenei.
— Press TV 🔻 (@PressTV) March 1, 2026
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/UV16DkQqhX
IRGCની બદલો લેવાની સોગંધ
ફોર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ખામેનેઇના મોત પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, "અમે મહાન નેતા ગુમાવ્યા છે અને અમે તેમના માટે દુ:ખ વ્યક્ત કરીએ છીએ."
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે "માનવતાના સૌથી ખતરનાક આતંકવાદીઓ અને હત્યારાઓના હાથે ખામેનેઇની શહાદત આ મહાન નેતાના સત્ય અને સાચી સેવાના સ્વીકારની નિશાની છે." IRGCએ જણાવ્યું હતું કે ઈરાની લોકો આનો બદલો લેશે અને સ્થાનિક અને વિદેશી કાવતરાઓનો મજબૂતીથી સામનો કરશે.

ઇરાનમાં માતમ, રસ્તા પર ઉતર્યા લોકો
ખામેનેઇ અને તેમના પરિવારના સભ્યોના મોત બાદ ઇરાનમાં માતમ જોવા મળ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને પોતાના નેતાના મોત પર દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ખામેનેઇના પૈતૃક શહેર મશહદના લોકો તેમના નિધન પર દુ:ખ અને ગમમાં ડુબ્યા છે. ઇરાનની પ્રેસ ટીવીએ મશહદ શહેરમાં ઇમામ રજાની દરગાહ પર ખામેનેઇના સમર્થકોને તેમના મોત પર દુ:ખમાં ડુબેલા બતાવ્યા હતા. કેટલાક લોકો રડી રહ્યા છે અને વિલાપ કરતા સાંભળી શકાય છે જ્યારે કેટલાક લોકો દુ:ખમાં નીચે પડેલા છે.
🎥 خروش زنجانیها درپی شهادت حضرت آیتالله خامنهای https://t.co/wzZh5pHCpY pic.twitter.com/I1dwGwWuAk
— خبرگزاری فارس (@FarsNews_Agency) March 1, 2026
બીજી તરફ ખામેનેઇના મોત બાદ તેહરાનમાં ઉજવણી અને આતશબાજીના પણ સમાચાર છે. તાજેતરના અઠવાડિયામાં દેશભરમાં હજારો પ્રદર્શનકારીઓની હત્યાનો આદેશ આપવા માટે કેટલાક ઇરાનીઓએ ખામેનેઇ અને તેમના સુરક્ષાદળોને દોષી ઠેરવ્યા હતા.

ખામેનેઇના નિધન પર શિયા વસ્તી ધરાવતા ઇરાકમાં પણ શોકની લહેર જોવા મળી છે. ઇરાકી નેતા મુક્તદા-અલ-સદ્રએ ખામેનેઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શિયા નેતાએ X પર એક નિવેદનમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું. ખામેનેઇના સન્માનમાં ઇરાકમાં પણ ત્રણ દિવસનો રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
ઇઝરાયેલ અને અમેરિકાની સેનાએ શનિવારે ઇરાન વિરૂદ્ધ મોટા પાયે સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું અને તેહરાન સહિત 30થી વધુ જગ્યાએ બોમ્બમારો કર્યો હતો, જે રવિવારે પણ ચાલુ રહ્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બોમ્બમારાનો ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે 'આખુ અઠવાડિયું અથવા જ્યાર સુધી જરૂરી હશે ચાલુ જ રહેશે.'
ઇરાનની સરકારી મીડિયા અનુસાર, દક્ષિણી ઇરાનની એક સ્કૂલ પર હુમલામાં 108 લોકો માર્યા ગયા છે જ્યારે 24 પ્રાંતમાં હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 201 લોકો માર્યા ગયા છે.
ઇરાને જવાબી હુમલામાં ઇઝરાયેલ, કતાર, UAE, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરબ અને ઇરાક સહિત મિડલ ઇર્સ્ટના કેટલાક દેશમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. હુમલા બાદ કેટલાક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે.
આ પણ વાંચો:

