ETV Bharat / international

અમેરિકાએ ઈરાન પર હુમલો કેમ કર્યો? અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોનો મોટો ખુલાસો

અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું કે, જો અમેરિકા ઈરાન પર હુમલો ના કરત તો અમેરિકી સેનાને વઘુ નુકશાન થાય એમ હતું.

અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયો
અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયો (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 9:37 AM IST

1 Min Read
Choose ETV Bharat

વોશિંગ્ટન: અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયોએ સોમવારે મોટો ખુલાસો કરતા તેમણે કહ્યું કે અમેરિકાએ 28 જાન્યુઆરીએ ઈરાન પર મોટા હુમલા કર્યા કારણ કે તેમને ખબર હતી કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવાનો છે. અને તેના જવાબમાં ઈરાન મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈન્ય અને સંપત્તિને નિશાન બનાવશે.

રુબિયોએ કહ્યું કે અમેરિકાને ખબર હતી કે ઇઝરાયલનો હુમલો થવાનો છે. ઈરાન તેના જવાબમાં અમેરિકન સૈનિકો પર હુમલો કરશે. તેથી અમેરિકાએ પહેલા જ હુમલો કરીને ખતરો રોક્યો. તેમણે કહ્યું, “અમને ખાતરી હતી કે ઇઝરાયલ હુમલો કરશે અને ઈરાન તરત અમારા પર તૂટી પડશે. જો અમે પહેલા હુમલો ન કરત તો વધુ નુકસાન થવાની સંભાવના હતી”

કોંગ્રેસના નેતાઓને બ્રીફિંગ આપ્યા બાદ રુબિયોએ આ વાત કરી. તેમણે જણાવ્યું કે ઈરાન મિસાઈલ અને ડ્રોન ભેગા કરી રહ્યું હતું, જેનો ઉપયોગ તે પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને બચાવવા અને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે કરે તેવી સંભાવના હતી. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ ઈરાનના મિસાઈલ-ડ્રોન પ્રોગ્રામને નિષ્ફળ બનાવવાનો હતો.

રુબિયોએ એમ પણ કહ્યું કે અમેરિકા ઈરાનના હાલના શાસનનો અસ્ત થતું જોવા માંગે છે. તેમણે કહ્યું, “અમે દુઃખી નહીં થઈએ જો ઈરાની લોકો પોતાની સરકારને ઉથલાવી નાખે અને નવું ભવિષ્ય બનાવે, અમે તેનું સ્વાગત કરીશું.”

ઇઝરાયલ અમેરિકાનો ખૂબ જ નજીકનો મિત્ર છે. 2023થી અમેરિકાએ ઇઝરાયલને 21 બિલિયન ડોલરથી વધુની સૈન્ય મદદ આપી છે. રવિવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મદદથી આ હુમલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “આ ગઠબંધનથી હું 40 વર્ષથી જે કરવા માંગતો હતો તે કરી શકું છું.”

આ પણ વાંચો:

  1. ખામેનેઈના મોત બાદ વિભાજીત થયેલું ઈરાન એક થઈ રહ્યું છે! પાડોશી મુસ્લિમ દેશો માટે શું હશે રણનીતિ...?
  2. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે પાકિસ્તામાં ત્રણ દિવસનો કર્ફ્યુ
  3. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ: ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે પ્રયાસો, વિદેશ મંત્રાલય મિશન મોડમાં