ETV Bharat / international

સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં ન્યૂયર સેલિબ્રેશન દરમિયાન થયો વિસ્ફોટ, પોલીસ મુજબ ઘણા લોકોના મોત

ક્રેન્સ મોન્ટાનાના વૈભવી આલ્પાઇન સ્કી રિસોર્ટ શહેરમાં એક બારમાં વિસ્ફોટ થતાં ઘણા લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (AP)
author img

By AFP

Published : January 1, 2026 at 12:54 PM IST

|

Updated : January 1, 2026 at 2:34 PM IST

1 Min Read
Choose ETV Bharat

જીનીવા: સ્વિસ પોલીસે ગુરુવારે વહેલી સવારે જણાવ્યું હતું કે ક્રેન્સ મોન્ટાનાના વૈભવી આલ્પાઇન સ્કી રિસોર્ટ શહેરમાં એક બારમાં વિસ્ફોટ થતાં ઘણા લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.

દક્ષિણપશ્ચિમ સ્વિત્ઝર્લેન્ડના વોલિસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને AFPને જણાવ્યું હતું કે, "અજાણ્યો વિસ્ફોટ થયો છે. ઘણા ઘાયલ થયા છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે." તેમણે કહ્યું કે, લોકો નવા વર્ષને ઉજવણી સાથે આવકારી રહ્યા હતા, આ દરમિયાન વિસ્ફોટ લગભગ 1:30 વાગ્યે (0030 GMT) લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો, જે પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

સ્વિસ મીડિયા દ્વારા પ્રકાશિત છબીઓમાં એક ઇમારત આગમાં જોવા મળી હતી અને નજીકમાં ઇમરજન્સી વાહનો જોવા મળે છે. કેન્ટોનલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘણા લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

સ્વિસ પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ક્રેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ સમયે બારમાં 100 થી વધુ લોકો હાજર હતા.

પોલીસે આ માહિતી સ્વિસ મીડિયા આઉટલેટ "બ્લિક" સાથે શેર કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રની ઘણી ટીમો અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહી છે.

પોલીસે સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે અને તપાસ શરૂ કરી છે. ક્રેન્સ-મોન્ટાનાને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. સંપૂર્ણ મૃત્યુઆંક હજુ બાકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોન્સ્ટેલેશન બારમાં સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે વિસ્ફોટ થયો હતો.

ક્રેન્સ-મોન્ટાના સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત એક લક્ઝરી સ્કી રિસોર્ટ તરીકે પ્રખ્યાત છે. આ શહેર પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

  1. આ પણ વાંચો:
  2. INSV કૌંડિન્યની ઐતિહાસિક યાત્રા, પોરબંદરથી ઓમાન માટે થયું રવાના, PM મોદીએ આપી શુભેચ્છા
  3. ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી, ટ્રમ્પ પછી ચીનનો મોટો દાવો
Last Updated : January 1, 2026 at 2:34 PM IST