ETV Bharat / international

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ઘર પર હુમલો, એક શખ્સની અટકાયત કરાઈ

અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વ્યક્તિએ ઘરના ડ્રાઇવ વે પર જતા સમયે સિક્રેટ સર્વિસના વાહનમાં પણ તોડફોડ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઘરમાં બારીઓ તોડનાર શખ્સની અટકાયત કરાઈ
ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઘરમાં બારીઓ તોડનાર શખ્સની અટકાયત કરાઈ (AFP)
author img

By AP (Associated Press)

Published : January 5, 2026 at 8:54 PM IST

1 Min Read
Choose ETV Bharat

સિનસિનાટી : યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો સ્થિત ઘરમાં બારીઓ તોડીને અને અન્ય મિલકતને નુકસાન પહોંચાડ્યા બાદ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એજન્સીના પ્રવક્તા એન્થોની ગુગ્લિએલ્મીએ એસોસિએટેડ પ્રેસને ઇમેઇલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સિનસિનાટીના પૂર્વમાં વાન્સના નિવાસસ્થાને તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટોએ મધ્યરાત્રિ પછી તરત જ એક વ્યક્તિને અટકાયતમાં લીધો હતો, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

સિક્રેટ સર્વિસના કર્મચારીઓએ મધ્યરાત્રિની આસપાસ ઘરમાં જોરદાર અવાજ સાંભળ્યો અને જોયું કે એક વ્યક્તિએ હથોડીથી બારીના કાચ તોડતો હતો અને પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માહિતી બે કાયદા અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓએ આ ઘટનાની જાહેરમાં ચર્ચા કરવા માટેની ના પાડી હતી. તેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે વ્યક્તિએ ઘરે જતા સમયે પ્રાઈવેટ વાહનમાં પણ તોડફોડ કરી હતી.

ગુગ્લિએલ્મીએ જણાવ્યું હતું કે, શહેરની સામે દેખાતી ટેકરીઓના વોલનટ હિલ્સ વિસ્તારમાં આવેલું ઘર તે ​​સમયે ખાલી હતું, અને વાન્સ અને તેમનો પરિવાર ઓહાયોમાં નહોતો. તેમણે કહ્યું કે, સિક્રેટ સર્વિસ પોલીસ વિભાગ અને યુએસ એટર્ની ઓફિસ સાથે સંકલન કરી રહી છે.

રિપબ્લિકન ઉમેદવાર વાન્સ, ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા ઓહિયોના યુએસ સેનેટર હતા. તેમનો પરિવાર વોશિંગ્ટન પાછો ફર્યો છે. વોલનટ હિલ્સ શહેરના સૌથી જૂનું શહેર છે અને હેરિયેટ બીચર સ્ટોવ હાઉસ સહિત અનેક ઐતિહાસિક સ્થળોનું ઘર છે.

આ પણ વાંચો...

  1. ટ્રમ્પે ભારતને ફરી આપી ચેતવણી, કહ્યું- PM મોદી સારા માણસ, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદ્યુ તો ટેરિફ વધારીશું
  2. અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો હુમલો, ટ્રમ્પનો દાવો- માદુરો અને તેમની પત્નીને દેશ બહાર લઈ જવામાં આવ્યા છે