ETV Bharat / international

પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં કચરાનો ઢગલો હટાવવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના; 30 લોકોના મોત

પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

ગિનીના પાટનગર ક્રોનાક્રીમાં ભૂસ્ખલન બાદ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
ગિનીના પાટનગર ક્રોનાક્રીમાં ભૂસ્ખલન બાદ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું (AP)
author img

By AP (Associated Press)

Published : August 24, 2026 at 9:10 AM IST

1 Min Read
Choose ETV Bharat

કોનાક્રી: પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં કચરાના ઢગલાનો પહાડ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું જેને કારણે 30 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક અન્ય ઘાયલ થયાના સમાચાર છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગિની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નવા આંકડા અનુસાર, રવિવારે પાટનગર ક્રોનાક્રીના સૌથી મોટા લેન્ડફિલમાં રવિવારે વહેલી સવારે કચરાનો પહાડ તૂટી પડ્યો હતો, જેમાં 30 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ શરૂ થયેલા ભારે વરસાદને કારણે દાર-એ-સલામ ખાતે એકઠા થયેલા કચરાને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો; પરિણામે ભૂસ્ખલનને કારણે નજીકના ઝૂંપડાઓ દટાઇ ગયા હતા. બચી ગયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અનેક ઘર નાશ પામ્યા હતા. મિલિટ્રી એન્જિનિયરિંગ બટાલિયનના સેનિટેશન અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાદૌ બાઇલોના જણાવ્યા અનુસાર, શહેરના સૌથી મોટા ખુલ્લા કચરાના ઢગલા ને રવિવારે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધિકારીઓ અનુસાર, લેન્ડફિલ આસપાસ રહેતા સ્થાનિક લોકોને ત્યાંથી હટાવવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી, જેને કારણે કેટલાક લોકોએ તે વિસ્તાર છોડી દીધો હતો પરંતુ આફત સમયે પણ કેટલાક લોકો ત્યાં હાજર હતા. ઘટનાસ્થળે હાજર ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન અને ડિસેંટ્રલાઇઝેશનના મંત્રી ટિએનાબુ ટૌરેએ જણાવ્યું, 'અમે ખાતરી કરીશું કે બાકીના પરિવારોને અન્યત્ર પુનઃસ્થાપિત કરવામાં આવે.'

આ પણ વાંચો: