ETV Bharat / international

અમેરિકાએ કહ્યું, નાકાબંધીને કારણે ઈરાનના 45 જહાજો પાછા ફર્યા, ઈરાને વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી

અમેરિકા-ઈરાન સંઘર્ષ
અમેરિકા-ઈરાન સંઘર્ષ (AFP)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2026 at 7:57 AM IST

|

Updated : May 2, 2026 at 10:01 AM IST

Choose ETV Bharat

US Israel Iran War: લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે (1 મે) દક્ષિણના એક શહેર પર ઇઝરાયલી હુમલામાં એક મહિલા અને એક બાળક સહિત છ લોકો માર્યા ગયા હતા, યુદ્ધવિરામ છતાં ઇઝરાયલી સેનાએ આ શહેરમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જારી કર્યો હતો.

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હબ્બૂશ પર થયેલાં બે હુમલામાં એક મહિલા અને એક બાળક સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા હતા, આ હુમલા બાદ AFPના એક ફોટોગ્રાફરે ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોયા હતા.

રાજ્ય સંચાલિત રાષ્ટ્રીય સમાચાર એજન્સી (NNA) એ હબ્બૂશમાં ઈઝરાયલી યુદ્ધ વિમાનો દ્વારા 'ભારે હુમલાઓની એક શ્રેણી શરૂ'કર્યા બાદ કેટલાંક લોકો અસરગ્રસ્ત થયા, જોકે, તેની સંખ્યા સ્પષ્ટ નથી, આ હુમલામાં સ્થાનિકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ચેતવણી આપ્યાના એક કલાકના ઓછા સમયમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇઝરાયલી સૈન્યએ ચેતવણી આપી હતી કે તે હિઝબુલ્લાહ સામે "બળપૂર્વક" કાર્યવાહી કરશે, અને રહેવાસીઓને શહેરથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર ખુલ્લા વિસ્તારોમાં ચાલ્યા જવાનું કહ્યું હતું.

LIVE FEED

10:01 AM, 2 May 2026 (IST)

ટ્રમ્પે કહ્યું, અમેરિકન નેવી ઈરાનની નાકાબંધી કરવામાં 'દરિયાઈ લૂંટારૂ' જેવું વર્તન કરી રહી છે.

TRT વર્લ્ડના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન સાથેના યુએસ-ઈઝરાયલ સંઘર્ષ દરમિયાન, અમેરિકન નેવી વોશિંગ્ટન વતી ઈરાની બંદરોની નૌકાદળ નાકાબંધી કરીને "દરિયાઈ લૂંટારૂ" જેવું વર્તન કરી રહી હતી, ટ્રમ્પે આ ટિપ્પણી થોડા દિવસો પહેલા અમેરિકન સેના દ્વારા એક જહાજને જપ્ત કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતી વખતે કરી હતી.

શુક્રવારે સાંજે પોતાના નિવેદનમાં, ટ્રમ્પે કહ્યું, "અમે જહાજ પર કબજો કરી લીધો, અમે માલ પર કબજો કરી લીધો, અમે તેલ પર કબજો કરી લીધો. આ ખૂબ જ નફાકારક વ્યવસાય છે." તેમણે ઉમેર્યું કે, "અમે ચાંચિયા જેવા છીએ. અમે એક રીતે લૂંટારૂ જેવા જ છીએ, પરંતુ અમે કોઈ રમત રમી રહ્યા નથી."

8:03 AM, 2 May 2026 (IST)

અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા, હોર્મુઝ ટોલ લેવા સામે ચેતવણી આપી

અમેરિકાએ શુક્રવારે (1 મે) ત્રણ ઈરાની વિદેશી ચલણ વિનિમય કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. તેનો હેતું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાનની 'નાણાકીય જીવનરેખા'ને નિશાન બનાવી શકાય. અમેરિકાના નાણા વિભાગે એક અલગ નિવેદન જાહેર કરીને આ ચેતવણી આપી હતી કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત પસાર થવાના બદલામાં ઈરાનની સરકારને "ટોલ" ચૂકવવો પણ પ્રતિબંધોને નોતરી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઇઝરાયલી દ્વારા ઈરાન પર હુમલા બાદથી તેહરાને ઊર્જા પરિવહન માટે મુખ્ય જળમાર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને વર્ચ્યુઅલ રીતે બાધિત કરી દીધો છે. જેના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધારો થયો છે અને યુએસ ગેસોલિનના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે અમેરિકન પરિવારો પર આર્થિક દબાણ વધી ગયું છે.

Last Updated : May 2, 2026 at 10:01 AM IST