ETV Bharat / international

US-Israel Iran War: જો યુએસ-ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે તો અમે મધ્યપૂર્વના તમામ આર્થિક કેન્દ્રો પર ત્રાટકીશું- ઈરાન

ઇરાકના બગદાદમાં સુરક્ષાદળોએ ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલના હુમલા વિરૂદ્ધ પ્રદર્શનકારી પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
ઇરાકના બગદાદમાં સુરક્ષાદળોએ ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલના હુમલા વિરૂદ્ધ પ્રદર્શનકારી પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા. (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 3, 2026 at 7:53 AM IST

|

Updated : March 3, 2026 at 10:41 PM IST

Choose ETV Bharat

તેહરાન: અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાનો આજે મંગળવારે ચોથો દિવસ છે. આ યુદ્ધ ચારે તરફ વધતું જઇ રહ્યું છે. મિડલ ઇસ્ટમાં હાહાકાર જોવા મળી રહ્યો છે જેનો પ્રભાવ ફ્લાઇટ, તેલની કિંમત અને અન્ય બીજા ક્ષેત્ર પર મોટા પાયે પડ્યો છે. ભારત સહિત વિશ્વના કેટલાક દેશ આ યુદ્ધથી પ્રભાવિત થયા છે. ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇના મોત બાદ ઇરાન અને પશ્ચિમી તાકાતો વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ વધ્યો છે. ઇરાને જવાબી કાર્યવાહી વધારી છે. ઇરાન અમેરિકન સૈન્ય ઠેકાણાઓને પોતાના નિશાન બનાવી રહ્યું છે. આ સાથે જ ઇઝરાયેલ પર મિસાઇલો છોડી રહ્યું છે. ઇરાનના આ હુમલાથી અમેરિકા અને ઇઝરાયેલને પણ ઘણુ નુકસાન થયું છે. આ વચ્ચે સાઉદી અરબના પાટનગર રિયાધમાં અમેરિકન દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલાથી દૂતાવાસમાં આગ લાગી ગઇ છે.

LIVE FEED

10:37 PM, 3 Mar 2026 (IST)

યુકેના પીએમએ કહ્યું સાયપ્રસમાં યુદ્ધ જહાજ, હેલિકોપ્ટર મોકલી રહ્યા છીએ

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે મંગળવારે જણાવ્યું હતું કે, યુકે "ડ્રોન ક્ષમતાઓવાળા હેલિકોપ્ટર" અને યુદ્ધ જહાજ HMS ડ્રેગન સાયપ્રસ મોકલી રહ્યું છે કારણ કે બ્રિટન આ ક્ષેત્રમાં "રક્ષણાત્મક કામગીરી" ચાલુ રાખી રહ્યું છે.

તેમણે X પર કહ્યું, "યુકે સાયપ્રસ અને ત્યાં સ્થિત બ્રિટિશ લશ્કરી કર્મચારીઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."

સ્ટાર્મરે ઉમેર્યું, "મેં હમણાં જ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે જેથી તેમને જણાવી શકાય કે અમે કાઉન્ટર-ડ્રોન વિરોધી ક્ષમતાઓવાળા હેલિકોપ્ટર મોકલી રહ્યા છીએ અને HMS ડ્રેગનને આ પ્રદેશમાં તૈનાત કરવામાં આવશે.

10:34 PM, 3 Mar 2026 (IST)

ઈરાને કહ્યું કે, જો યુએસ-ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે તો અમે મધ્યપૂર્વના તમામ આર્થિક કેન્દ્રો પર ત્રાટકીશું

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના જનરલે મંગળવારે ચેતવણી આપી હતી કે, યુએસ-ઇઝરાયલ હુમલા ચાલુ રાખશે તો ઈરાન મધ્યપૂર્વના "બધા આર્થિક કેન્દ્રો" સામે બદલો લેશે.

ઇબ્રાહિમ જબ્બારીએ કહ્યું કે, "અમે દુશ્મનને કહી રહ્યા છીએ કે જો તે અમારા મુખ્ય કેન્દ્રો પર હુમલો કરવાનું વિચારશે, તો અમે આ પ્રદેશના તમામ આર્થિક કેન્દ્રો પર ત્રાટકીશું."

ઈરાનીયન સમાચાર એજન્સી ISNAએ તેમના નિવેદને ટાંકીને કહ્યું, "અમે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. હાલમાં, ક્રૂડનો ભાવ $80થી ઉપર છે અને ટૂંક સમયમાં $200 સુધી પહોંચી જશે." કારણ કે જુલાઈ 2024 પછી પહેલી વાર બ્રેન્ટ ક્રૂડ $85 થી ઉપર પહોંચી ગયું છે.

10:32 PM, 3 Mar 2026 (IST)

ઇઝરાયલે દક્ષિણ લેબનોનના સિડોનમાં ઇસ્લામિક જૂથના મુખ્યાલય પર હુમલો કર્યો

સ્ટેટ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, મંગળવારે ઇઝરાયલે દક્ષિણ લેબનોન શહેર સિડોનમાં હમાસ અને હિઝબુલ્લાહના સાથી ઇસ્લામિક જૂથ જમ્મા ઇસ્લામિયાના મુખ્યાલય પર હુમલો કર્યો હતો.

સ્ટેટ મીડિયાએ જણાવ્યું હતું કે, "થોડા સમય પહેલા ઇઝરાયલી દુશ્મને દરિયાકાંઠાના શહેરમાં જમ્મા ઇસ્લામિયાના મુખ્યાલયને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો."

ઓક્ટોબર 2023માં શરૂ થયેલા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલ તરફ રોકેટ છોડવાની જવાબદારી સ્વીકાર્યા પછી આ જૂથ અગાઉ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓનું નિશાન હતું.

10:32 PM, 3 Mar 2026 (IST)

EUએ મધ્ય પૂર્વમાંથી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવાનું શરૂ કર્યું

યુરોપિયન યુનિયને સભ્ય દેશો ઇટાલી, ઑસ્ટ્રિયા અને સ્લોવાકિયાને મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ફસાયેલા તેમના નાગરિકોને સ્વદેશ પરત મોકલવામાં મદદ કરવાનું શરૂ કર્યું છે, બ્લોકના કટોકટી વ્યવસ્થાપન વડાએ મંગળવારે AFPને જણાવ્યું.

કમિશનર હડજા લહબીબે જણાવ્યું હતું કે, આ ત્રણેય દેશો અત્યાર સુધી બ્રસેલ્સને આ પ્રદેશમાંથી ફ્લાઇટ્સ માટે ભંડોળ પૂરું પાડવા માટે મદદ કરવા વિનંતી કરનારા પ્રથમ દેશો હતા.

10:22 PM, 3 Mar 2026 (IST)

નેતન્યાહૂએ કહ્યું ઈરાન પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રહેશે

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું કે, ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવાનું ચાલુ રાખી રહ્યું છે અને મધ્ય પૂર્વમાં યુદ્ધ ચોથા દિવસે પણ ચાલુ રહેતા હિઝબુલ્લાહ પર વધુને વધુ હુમલો કરવાની પ્રતિજ્ઞા લીધી.

નેતન્યાહૂએ મધ્ય ઇઝરાયલના એક એરફોર્સ બેઝ પર જણાવ્યું હતું, "અમે ઈરાન પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખીશું. અમારા પાઇલટ્સ ઈરાન અને તેહરાનના આકાશ ઉપર અને લેબનોનના આકાશ ઉપર પણ છે. હિઝબુલ્લાહે અમારા પર હુમલો કરીને ખૂબ મોટી ભૂલ કરી છે. અમે પહેલાથી જ જોરદાર જવાબ આપી ચૂક્યા છીએ, અને અમે વધુ તાકાતથી જવાબ આપીશું."

8:18 PM, 3 Mar 2026 (IST)

ટ્રમ્પે કહ્યું, "ઈરાનએ મોડું કરી દીધું"

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાન માટે વાતચીત ફરી શરૂ કરવા માટે "બહુ મોડું" થઈ ગયું છે. તેમણે કહ્યું કે ઈરાનનું નેતૃત્વ, તેના હવાઈ સંરક્ષણ, વાયુસેના અને નૌકાદળ "સમાપ્ત" થઈ ગયા છે.

6:02 PM, 3 Mar 2026 (IST)

ઓમાની બંદર નજીક ડ્રોન ક્રેશ, બે અન્ય તોડી પાડવામાં આવ્યા

ઓમાન ન્યૂઝ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંગળવારે ઓમાનમાં બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક તેના સલાલાહ બંદર નજીક ક્રેશ થયું હતું, રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે, ઈરાન-યુએસ અને ઇઝરાયલી હુમલાઓને કારણે ખાડીમાં નાગરિક અને લશ્કરી માળખાને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે.

ઓમાન ન્યૂઝ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક સુરક્ષા સૂત્રએ અહેવાલ આપ્યો હતો કે ધોફર ગવર્નરેટ ઉપર બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, અને ત્રીજું સલાલાહ વિસ્તારના બંદર નજીક ક્રેશ થયું હતું, જેમાં કોઈ જાનહાનિ કે માલને નુકસાન થયું નથી."

6:01 PM, 3 Mar 2026 (IST)

ભારતે ચર્ચા અને ડિપ્લોમસી માટે હાકલનું પુનરાવર્તન કર્યું, કેટલાક ભારતીય નાગરિકોના મૃત્યુ અને ગુમ થયાનો દાવો

ભારતે મંગળવારે વાતચીત અને ડિપ્લોમસી માટેની તેની અપીલનો ફરી પુનરોચ્ચાર કર્યો, અને તે વાત પર ભાર મૂક્યો કે ઈરાન અને ખાડી ક્ષેત્રમાં મૃત્યુ અને તબાહી ભારે ચિંતા થઈ રહી છે. વિદેશ મંત્રાલય (MEA)એ તેનું બીજું નિવેદન જારી કરીને સંયમ રાખવા અને નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપવાના તેની અપીલનું પુનરાવર્તન કર્યું, સાથે એ પણ સ્વીકાર્યું કે કેટલાક ભારતીયો મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય કેટલાક ગુમ છે.

તેના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતા, MEA એ કહ્યું, "અમે 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈરાન અને ખાડી ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થવા પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે પણ, ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ટાળવા અને નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. કમનસીબે, રમઝાનના પવિત્ર મહિનામાં, પ્રદેશની પરિસ્થિતિ નોંધપાત્ર રીતે અને સતત બગડી છે."

તાજેતરના દિવસોમાં યુદ્ધ વધવા અને અન્ય દેસોમાં ફેલાવાનો ઉલ્લેખ કરતા, સરકારે જણાવ્યું કે, લગભગ 1 કરોડ ભારતીય નાગરિકો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે.

નિવેદનમાં કહેવાયું છે કે, "છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાઓના પરિણામે કેટલાક ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અથવા ગુમ થયા છે... તબાહી અને મોતના આંકડા વધી ગયા છે. જ્યારે સામાન્ય જનજીવન અને આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ છે.

5:37 PM, 3 Mar 2026 (IST)

ઈરાન ગાર્ડ્સે અમેરિકા, ઇઝરાયલ પર વધુ ભયાનક હુમલાની ચેતવણી આપી

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે મંગળવારે ચેતવણી આપી હતી કે, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ પર વધુ તીવ્ર હુમલાઓ કરશે. યુદ્ધ ચોથા દિવસે પણ હુમલાઓ યથાવત રહ્યા હતા.

AFPના અહેવાલ મુજબ, ઈરાનના ગાર્ડ્સ પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ સરકારી ટ્વીને જણાવ્યું કે, "દુશ્મનોને સતત સજા આપતા હુમલાઓ કરાશે; યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ પર નરકના દરવાજા ક્ષણે ક્ષણે વધુને વધુ ખુલશે,"

5:32 PM, 3 Mar 2026 (IST)

સાઉદીએ ઈરાન દ્વારા રિયાધમાં યુએસ દૂતાવાસ પર થયેલા હુમલાની નિંદા કરી

સાઉદી અરેબિયાએ મંગળવારે રિયાધમાં યુએસ દૂતાવાસ પર રાત્રે થયેલા ઈરાની હુમલાની નિંદા કરી છે. દરમિયાન તેહરાને અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ પર ગલ્ફમાં તેની બદલો લેવાનું ચાલુ રાખ્યું છે.

સાઉદી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં, "રિયાધમાં યુએસ દૂતાવાસની ઇમારતને નિશાન બનાવતા થયેલા હુમલાની સખત નિંદા કરીને અસ્વીકાર" વ્યક્ત કર્યો, તેને "કાયર અને ગેરવાજબી" ગણાવ્યો છે.

4:00 PM, 3 Mar 2026 (IST)

ઇરાન પરમાણુ સાઈટને સતત નુકસાન, IAEAએ કોઈ રેડિયોલોજીકલ લીકેજ સંભાવના નકારી

સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે, યુએસ-ઇઝરાયલ હવાઈ હુમલા દરમિયાન ઇરાનના નાતાન્ઝ પરમાણુ સાઈટ "તાજેતરમાં કેટલાક નુકસાન" થયા હતા, જોકે તેણે કહ્યું હતું કે, તેનાથી કોઈ રેડિયોલોજીકલ લીકેજ સામે આવ્યા નથી.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)એ કહ્યું હતું કે, પરમાણુ સાઈટના અંડરગ્રાઉન્ડ ભાગના એન્ટ્રન્સ બિલ્ડિંગ પર ફોકસ હતું, નાતાન્ઝ પર આ પહેલા જૂનમાં 12 દિવસ ચાલેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં USએ હુમલો કર્યો હતો.

IAEA એ કહ્યું હતું કે, નાતાન્ઝના ફ્યુઅલ અનરિચમેન્ટ પ્લાન્ટ પર કોઈ વધારે અસર નથી જોઈ, જે જમીનની નીચે દબાયેલું છે. માનવામાં આવે છે કે ન્યુક્લિયર મટીરીયલ હજુ પણ પ્લાન્ટમાં ડેમેજ અને ખતમ થઈ ચૂકેલા સેન્ટ્રીફ્યૂઝ સાથે દબાયેલું છે. જોકે IAEAને તે યુદ્ધ બાદથી હુમલા કરાયેલા કોઈપણ સાઈટ પર જવાની મંજૂરી ઈરાન દ્વારા આપવામાં આવી નથી.

3:59 PM, 3 Mar 2026 (IST)

રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે, ઈરાનમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે

ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીએ મંગળવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનમાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે.

3:19 PM, 3 Mar 2026 (IST)

ભારતીય વિદ્યાર્થીઓ તેહરાનથી કોમ પહોંચ્યા

તેહરાનથી સ્થળાંતર કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાવચેતી વ્યવસ્થાના ભાગ રૂપે સુરક્ષિત રીતે કોમ પહોંચ્યા છે. તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત બસો પૂરી પાડવામાં આવી હતી. આ સ્થળાંતર પ્રક્રિયા દરમિયાન સમયસર સહાય અને સારા તાલમેલ માટે વિદ્યાર્થીઓએ દૂતાવાસના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બધા વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

3:12 PM, 3 Mar 2026 (IST)

રિયાધમાં યુએસ દૂતાવાસ પર ડ્રોન હુમલો

મંગળવારે સમગ્ર મીડલ ઈસ્ટમાં નવા હુમલાઓ થયા હતા, જેમાં લેબનોનમાં ઇઝરાયલી બોમ્બમારા અને સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યુએસ દૂતાવાસ પર ડ્રોન હુમલોનો સમાવેશ થાય છે.

2:14 PM, 3 Mar 2026 (IST)

યુદ્ધ વચ્ચે ઇરાનના ગેરાશમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ઇરાનના ગરાશમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. USGS અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

1:29 PM, 3 Mar 2026 (IST)

મિડલ ઇસ્ટમાં 3 ભારતીય નાવિકોના મોત

મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ત્રણ ભારતીય નાવિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. શિપિંગ ડિરેક્ટોરેટ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, એક શખ્સ ઘાયલ થયો છે.

12:53 PM, 3 Mar 2026 (IST)

ઇરાનના હુમલા વચ્ચે રિયાધ-કુવૈતમાં અમેરિકન દૂતાવાસ બંધ

સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકન દૂતાવાસે અસ્થાયી રીતે દૂતાવાત બંધ કરવાની પૃષ્ટી કરી છે અને લોકોને દૂર રહેવાની વિનંતી કરી છે. એક નિવેદનમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવાની વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ કુવૈતમાં પણ અમેરિકન દૂતાવાસને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યું છે.

12:45 PM, 3 Mar 2026 (IST)

એર ઇન્ડિયાની ફ્લાઇટ 149 મુસાફર સાથે દુબઇથી દિલ્હી પહોંચી

એર ઇન્ડિયાએ ઇરાન સંકટ વચ્ચે ટ્વીટ કરતા લખ્યુ, "અમને દુબઇથી ફ્લાઇટ AI916Dમાં પોતાના મહેમાનો અને ક્રૂનું સ્વાગત કરતા ખુશી થઇ રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંકટ વચ્ચે આજે નવી દિલ્હી પહોંચનારી કોઇ ભારતીય એરલાઇનની આ પ્રથમ ફ્લાઇટ છે જેમાં 149 મુસાફર અને 8 ઓપરેટિંગ ક્રૂ મેમ્બર સવાર છે."

11:17 AM, 3 Mar 2026 (IST)

ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો કર્યો

ઇઝરાયેલની સેનાએ મંગળવારે દાવો કર્યો કે તેને બેરૂતના લેબેનોન સેક્ટમાં પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદ (PIJ)ના કમાન્ડર અબુ હમઝા રામીને ઠાર માર્યો છે. અબુ હમઝા રામીએ IDFના સૈનિકો અને ઇઝરાયેલી નાગરિકો વિરૂદ્ધ અનેક આતંકવાદી હુમલા કર્યા હતા જેમાં લડવૈયાઓની ભરતી, ટ્રેનિંગ અને હથિયાર ખરીદવાનું સામેલ હતું. ઓપરેશન નોર્ધન એરોજ દરમિયાન તેને સીરિયા-લેબેનોન બોર્ડર પર PIJના લડવૈયાઓની અવરજવર અને દક્ષિણ લેબેનોનમાં IDFના સૈનિકો વિરૂદ્ધ તેમની ગતિવિધિને મેનેજ કરી હતી, તેના માર્યા જવાથી PIJની ઇઝરાયેલ વિરૂદ્ધ ઓપરેશન કરવાની ક્ષમતા ઘણી ઓછી થઇ ગઇ છે. આજે સવારે, ઇઝરાયેલે ઇરાન સમર્થિક ગ્રુપ વિરૂદ્ધ પોતાના અભિયાનને આગળ વધારવાની ચેતવણી આપ્યા બાદ બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલા કર્યા હતા. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'IDF બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને હથિયાર રાખવાની જગ્યાઓ પર હુમલા કરી રહી છે.'

10:40 AM, 3 Mar 2026 (IST)

ઇરાનનો બહેરીનમાં અમેરિકન એરબેઝ પર હુમલાનો દાવો

ઇરાને બહેરીનમાં અમેરિકન એરબેઝ પર હુમલાનો દાવો કર્યો છે. IRGCનું કહેવું છે કે તેને આજે સવારે બહેરીનના ખશેખ ઇસા વિસ્તારમાં એક અમેરિકન એરબેઝ પર મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે, તેને કહ્યું કે 20 ડ્રોન અને 3 મિસાઇલ તૈનાત કરી છે જેનાથી અમેરિક એરબેઝની મેન કમાન્ડ અને હેડક્વાર્ટર બિલ્ડિંગ નષ્ટ પામી હતી અને તેના ફ્યૂલ ટેન્કમાં પણ આગ લાગી હતી.

8:57 AM, 3 Mar 2026 (IST)

ટ્રમ્પના ઓબામા અને બાઇડન પર પ્રહાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને લઇને હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જો બાઇડન પર નિશાન સાધ્યુ છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ, 'જો મે આબામાની ભયાનક ઇરાન ન્યૂક્લિયર ડીલ (JCPOA)ને સમાપ્ત ના કરી હોત તો ઇરાન પાસે ત્રણ વર્ષ પહેલા જ ન્યૂક્લિયર વેપન હોત. આ અત્યાર સુધીનું સૌથી ખતરનાક ટ્રાન્જેક્શન હતું અને જો તેને આમ જ રહેવા દીધુ હોત તો દુનિયા અલગ જગ્યાએ હોત. તમે બરાક ઓબામા અને સુઇ રહેલા બાઇડનને દોષ આપી શકો છો. થેન્ક યૂ પ્રેસિડેન્ટ ટ્રમ્પ!'

8:20 AM, 3 Mar 2026 (IST)

તેહરાનમાં વર્લ્ડ હેરિટેજ સાઇટને નુકસાન: યુનેસ્કો

યુનેસ્કોએ ઇરાનના પાટનગરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ગોલેસ્તાન પેલેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આસપાસના વિસ્તારમાં હવાઇ હુમલાને કારણે તેને નુકસાન થયું હોવાનું અનુમાન છે. U.N. એજન્સીએ જણાવ્યું કે સોમવારે પેલેસના બફર ઝોનમાં આવેલા તેહરાનના અરાગ સ્કવેર પર હુમલો થયો હતો, હુમલામાં નીકળતા કાટાળ અને શોક વેવથી પેલેસને નુકસાન થયું છે. UN એજન્સીએ એક નિવેદનાં કહ્યું, "UNESCO યાદ કરે છે કે સાંસ્કૃતિક સંપત્તિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષિત છે, ખાસ કરીને સશસ્ત્ર સંઘર્ષની ઘટનામાં સાંસ્કૃતિક સંપત્તિના રક્ષણ માટે 1954 હેગ સંમેલન, તેની ઉન્નત સુરક્ષા પદ્ધતિ, તેમજ વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના રક્ષણ અંગે 1972 સંમેલનનો સમાવેશ થાય છે,"

8:04 AM, 3 Mar 2026 (IST)

કતારમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર

કતારના દોહામાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરતા લખ્યુ, "ભારતીય સમુદાયને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કતારના અધિકારીઓ દ્વારા ઓફિશિયલ ચેનલો દ્વારા જાહેર કરાયેલા સમાચાર અને ગાઇડલાઇન્સનું ધ્યાનથી પાલન કરે. રહેવાસીઓને ફક્ત વેરિફાઇડ અને સત્તાવાર માહિતી પર આધાર રાખવા વિનંતી કરવામાં આવે છે. કતારના આંતરિક મંત્રાલયે લોકોની સુરક્ષા માટે ઘરની અંદર રહેવા, સુરક્ષિત, બંધ સ્થળોએ રહેવા પર ભાર મુક્યો છે. રહેવાસીઓને સલાહ આપવામાં આવે છે કે જરૂરી કામ વગર બહાર ના નીકળે. બધા ભારતીય નાગરિકો આ સૂચનાઓનું કડક પાલન કરે. કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળે પૃષ્ટી કરી છે કે કતારનું એરપોર્ટ બંધ રહેશે. હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને ઓથોટરિટી દ્વારા હવાઇ ક્ષેત્રને સુરક્ષિત રીતે ખોલવાની જાહેરાત બાદ ફરી શરૂ થશે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે એરપોર્ટ પર ના જાય અને લેટેસ્ટ અપડેટ માટે પોત પોતાની એરલાઇનની તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.

7:52 AM, 3 Mar 2026 (IST)

અમેરિકનોને મિડલ ઇસ્ટ છોડી દેવા વિનંતી

અમેરિકાએ એક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં અમેરિકન નાગરિકોને ગંભીર સુરક્ષા ખતરાને કારણે 12થી વધુ મિડલ ઇસ્ટના દેશોમાંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું છે. ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલની એરસ્ટ્રાઇક અને ખાડીમાં અમેરિકાના સહયોગી દેશો પર તેહરાનના જવાબી હુમલા બાદ તણાવ વધી ગયો છે. X પર એક પોસ્ટમાં વીડિયો મેસેજ શેર કરતા સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પોતાના નાગરિકોને ગંભીર સુરક્ષા ખતરાનો હવાલો આપતા મિડલ ઇસ્ટના કેટલાક દેશમાંથી તરત જ બહાર નીકળવાની અપીલ કરી છે. રૂબિયોએ પોતાની પોસ્ટમાં લખ્યુ, "મિડલ ઇસ્ટમાં રહેતા તમામ અમેરિકન નાગરિકો માટે: તમારી સુરક્ષા અમારી સૌથી પ્રથમ પ્રાથમિકતા છે. http://step.state.gov પર STEP એલર્ટ મેળવવા માટે સાઇન અપ કરો. @TravelGov પર માહિતી મેળવો અને તમે વિભાગને +1-202-501-4444 પર 24/7 કૉલ કરી શકો છો."

Last Updated : March 3, 2026 at 10:41 PM IST