ETV Bharat / international

'ઇરાનના નવા સુપ્રીમ લીડરને પણ મારી નાખીશું', યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની ધમકી

ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને ઇરાનના નવા સુપ્રીમ લીડરને લઇને ખુલ્લી ધમકી આપી છે.

ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ (File/AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 4, 2026 at 2:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: અમેરિકા-ઇઝરાયેલનું ઇરાન સામેનું યુદ્ધનો બુધવારે પાંચમો દિવસ છે. આ વચ્ચે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને ઇરાનના નવા સુપ્રીમ લીડરને લઇને ખુલ્લી ધમકી આપી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે, જો ઇરાન નવો સુપ્રીમ લીડર પસંદ કરે છે તો તેને પણ મારી નાખવામાં આવશે.

ઇરાનનો નવો સુપ્રીમ લીડર પણ અમારો ટાર્ગેટ- ઇઝરાયેલ

X પરની એક પોસ્ટમાં, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, "ઇરાની આતંકવાદી શાસન દ્વારા નિયુક્ત કરવામાં આવેલો કોઇ પણ નેતા જે ઇઝરાયેલનો નાશ કરવા, અમેરિકા સહિતના દેશોને ધમકી આપવા અને ઇરાની લોકો પર અત્યાચાર કરવાના પ્લાનને લીડ કરતો રહેશે તો તેને ખતમ કરવાનું લક્ષ્ય હશે, તેનાથી કોઇ ફરક પડતો નથી કે તેનું નામ શું છે અને તે ક્યાં છુપાય છે."

ઇઝરાયલ કાત્ઝેએ કહ્યું, "અમે અમારા અમેરિકન પાટર્નસ સાથે મળીને પુરી તાકાત સાથે કામ કરતા રહીશું જેથી સરકારની ક્ષમતાઓને તોડી શકાય અને ઇરાની લોકો માટે તેને ઉથલાવી પાડવા અને તેની જગ્યા લેવા માટે સ્થિતિ બનાવી શકાય."

આયાતુલ્લાહ ખામેનેઇની આજે દફનવિધિ કરાશે

ઇરાનની ઓફિશિયલ ન્યૂઝ એજન્સી ઇરનાએ જણાવ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક આજે અડધી રાત્રે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇ માટે ત્રણ દિવસીય અંતિમ સંસ્કારનું આયોજન કરશે. રાત્રે 10: વાગ્યે (1830 GMT/00:00 IST)થી શ્રદ્ધાળુઓ તેહરાનમાં ઇમામ ખામેનેઇની ગ્રાન્ડ મસ્જિદ જઇને રાષ્ટ્રના માર્ગદર્શકના પાર્થિવશરીરને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.

અમેરિકા અને ઇઝરાયેલ સાથે ઇરાનનું યુદ્ધ બુધવારે પાંચમા દિવસમાં પહોંચી ગયું છે. ઇરાનના પાટનગર તેહરાનમાં વિસ્ફોટોના અવાજ ચાલુ રહ્યા હતા. ઇઝરાયલે ઇરાની નેતૃત્ત્વ અને સુરક્ષાદળોને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાને ઇઝરાયેલને મિસાઇલ હુમલા અને ડ્રોનથી જવાબ આપ્યો હતો.

ઇરાનની સરકારી ટીવી અનુસાર, તેહરાનમાં સવારે સવારે વિસ્ફોટ થયા હતા. ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલને નિશાન બનાવતી ઇરાની મિસાઇલોને રોકવા માટે તેની એર ડિફેન્સને એક્ટિવેટ કરવામાં આવી હતી અને જેરૂસલેમની આસપાસ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટેન્કર મૂવમેન્ટ પર ઇરાનના કડક પ્રતિબંધને કારણે ક્રૂડની કિંમતમાં USD 82 પ્રતિ બેરલ કરતા વધારે થઇ ગઇ છે.

આયાતુલ્લા ખામેનેઇના પુત્ર ઇરાનના સુપ્રીમ લીડર, ઇઝરાયેલી મીડિયાનો દાવો

આયાતુલ્લા અલી ખામેનેઇના પુત્ર મોજતબા હુસેની ખામેનેઇ ઇરાનના સુપ્રીમ લીડર બની શકે છે. ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે મોજતબાને તેના પિતાના ઉત્તરાધિકારી પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટનાક્રમ પર ઇરાન તરફથી કોઇ સત્તાવાર માહિતી મળી નથી.

આ પણ વાંચો: