ઈરાનનો મોટો દાવો: અમેરિકન એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પર ચાર બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરી
ઈરાનનું કહેવું છે કે આ જવાબી કાર્યવાહી 28 ફેબ્રુઆરી 2026એ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલાના બદલામાં કરવામાં આવી છે.

Published : March 1, 2026 at 9:30 PM IST
|Updated : March 2, 2026 at 6:50 AM IST
તેહરાન: ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ રવિવાર, 1 માર્ચે સાંજે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, જેમાં દાવો કરવામાં આવ્યો કે યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકનને ચાર બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યું હતું. યુએસએસ અબ્રાહમ લિંકન, એક મુખ્ય પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર છે, ડે અરબ સાગરમાં તૈનાત કરવામાં આવ્યું હતું.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ IRGC ના નિવેદનને ટાંકીને કહ્યું કે, "ઈરાની લશ્કરી કાર્યવાહી અને યુએસ-ઇઝરાયલી દુશ્મન ઠેકાણાઓ પર હુમલાઓ બાદ, યુએસ લશ્કરી એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર ચાર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો."
The IRGC in its 4th statement regarding Operation True Promise 4, announced: Following the Iran’s Armed Forces’ actions and the attack on the targets of the US-Israeli enemies, the US military's aircraft carrier, the Abraham Lincoln, was struck by four ballistic missiles.
— IRNA News Agency ☫ (@IrnaEnglish) March 1, 2026
ઈરાનનો દાવો છે કે આ બદલો 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલાઓનો બદલો હતો. તે હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇનું પણ મોત થયું હતું. આ પછી, ઈરાને અનેક યુએસ બેઝ (બહેરીન, કતાર, યુએઈ, ઇરાક, વગેરે) અને ઇઝરાયલી પ્રદેશ પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા.
ઈરાનનો દાવો છે કે મિસાઇલો કેરિયર પર ત્રાટકી હતી, પરંતુ યુએસ નેવી, સેન્ટકોમ અથવા પેન્ટાગોન તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ મોટાભાગની પોસ્ટમાં ઈરાનના દાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હિટની પુષ્ટિ કરતો કોઈ સ્વતંત્ર વીડિયો, ફોટા કે સેટેલાઇટ છબીઓ નથી.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત એક નિવેદનને ટાંકીને સમાચાર એજન્સી AFP એ અહેવાલ આપ્યો છે કે "યુએસ એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર ચાર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો," અને ચેતવણી આપી છે કે "જમીન અને સમુદ્ર વધુને વધુ આતંકવાદી હુમલાખોરોના કબ્રસ્તાન બનતા જશે."
આ પણ વાંચો:

