ETV Bharat / international

ભારતે UAEમાં ડ્રોન હુમલાની નિંદા કરી, 3 ભારતીયોના ઘાયલ થયા બાદ દુશ્મનાવટનો અંત લાવવા કરી અપીલ

ઇરાનના ડ્રોન હુમલા બાદ UAEમાં ઓઇલની ફેક્ટરીમાં આગ લાગતા ત્રણ ભારતીય નાગરિક ઘાયલ થયા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (ફાઇલ- PTI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2026 at 11:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ ઝોન (FOIZ)માં આગ લાગવાથી ઘાયલ થયેલા ત્રણ ભારતીય નાગરિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે. આ આગ ઇરાનના ડ્રોન હુમલાને કારણે લાગી હતી. સરકારે આ હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલય (MEA)એ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને નાગરિક માળખાગત સુવિધાઓ અને નિર્દોષ લોકોને નિશાન બનાવનાર દુશ્મનાવટનો સમાપ્ત કરવાની માંગ કરી છે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ફુજૈરાહમાં થયેલો હુમલો, જેમાં ત્રણ ભારતીય નાગરિક ઘાયલ થયા છે, તે અસ્વીકાર્ય છે. અમે નાગરિક માળખાગત અને નિર્દોષ લોકોને નિશાન બનાવનાર દુશ્મનાવટને ખતમ કરવાની માંગ કરીએ છીએ.

ખલીજ ટાઇમ્સે ફુજૈરાહના અધિકારીઓના હવાલાથી જણાવ્યું હતું કે, ઓઇલ ફેક્ટરીમાં આગ લાગતા ત્રણ ભારતીય નાગરિક ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

મંત્રાલયે પશ્ચિમ એશિયા વિવાદને હલ કરવા માટે વાતચીત અને ડિપ્લોમેસીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ભારત સ્થિતિને ઉકેલવા માટે વાતચીત અને ડિપ્લોમેસીની વકીલાત કરતું રહ્યું છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાને પુન:સ્થાપિત કરવાનો છે.

MEAએ આઝાદ અને અવરોધ વિનાનું નેવિગેશન અને વાણિજ્ય માટે પણ અપીલ કરી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ યુરોપ અને એશિયાના તે દેશો પર દબાણ નાખી રહ્યું છે જે પર્સિયન ગલ્ફના તેલ અને ગેસ પર નિર્ભર છે, જેની કિંમતો આ વિસ્તારમાં વધી ગઇ છે. સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ 13 એપ્રિલથી ઇરાની પોર્ટ્સ પર નૌકાદળની નાકાબંધી પણ લાગુ કરી છે, જેમાં ઓછામાં ઓછા 49 કોમર્શિયલ જહાજોને પાછા ફરવા કહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "અમે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મુક્ત અને અવરોધ વિનાનું નેવિગેશન અને કોમર્સની પણ માંગ કરીએ છીએ. ભારત આ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના તમામ પ્રયાસોનું સમર્થન કરવા માટે તૈયાર છે."

આ પહેલાના દિવસોમાં, UAEમાં ભારતીય દૂતાવાસે વિશ્વાસ અપાવ્યો હતો કે ઘાયલ ભારતીય નાગરિકોને પુરતી મેડિકલ સંભાળ અને વેલફેર પુરૂ પાડવામાં આવી રહ્યું છે. X પર એક પોસ્ટમાં UAEમાં ભારતીય દૂતાવાસે કન્ફર્મ કર્યું કે ફુજૈરાહમાં થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિક ઘાયલ થયા છે. અમે પ્રભાવિત ભારતીય નાગરિકોને યોગ્ય મેડિકલ કેર અને વેલફેર માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.

આ પણ વાંચો: