બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, દુકાનમાં બેઠેલા શખ્સને મોતને ઘાટ ઉતારાયો
બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 18 દિવસમાં છ લોકોના મોત થયા છે.

By ANI
Published : January 6, 2026 at 11:08 AM IST
ઢાકા: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થવાના કોઈ સંકેત દેખાતા નથી. દરરોજ નવી ઘટનાઓ બને છે અને લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઢાકા નજીક નરસિંગડીમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા 40 વર્ષીય હિન્દુ શરત ચક્રવર્તી મણિની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. અહીંના અખબારે આ સમાચારની પૃષ્ટી કરી છે.
સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે મણિ પલાશ ઉપજિલ્લાના ચારસિંદુર બજારમાં આવેલી પોતાની કરિયાણાની દુકાનમાં હતો ત્યારે આ હુમલો થયો હતો. હુમલાખોરો અચાનક આવ્યા અને તીક્ષ્ણ હથિયારો દ્વારા તેના પર હુમલો કરીને ભાગી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, મણિને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ લઇ જતા હતા આ દરમિયાન રસ્તામાં જ તેનું નિધન થયું હતું. છેલ્લા 18 દિવસમાં બાંગ્લાદેશમાં કોઇ હિન્દુ વ્યક્તિની આ છઠ્ઠી ઘટના છે. 19 ડિસેમ્બરે મણિએ દેશમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી જેમાં તેણે પોતાના જન્મસ્થળને 'મોતની ઘાટી' ગણાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
સોમવારે જેસોરમાં એક હિન્દુ વ્યક્તિની હત્યાના અહેવાલો પછી આ હત્યા કરવામાં આવી છે.જેસોરના મોનીરામપુરમાં બરફની ફેક્ટરીના માલિક રાણા પ્રતાપ બૈરાગીની હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, રાણા પ્રતાપ મોનીરામપુરના કપાલિયા બજારમાં બરફની ફેક્ટરીના માલિક હતા અને નરેલ સ્થિત અખબાર, 'દૈનિક બીડી ખોબોર'ના એડિટર હતા. મોટરસાઇકલ પર સવાર ત્રણ હુમલાખોરોએ તેમણે બરફની ફેક્ટરી પર બોલાવ્યા હતા અને એક ગલીમાં લઇ જઇને ગોળી મારીને ભાગી ગયા હતા. રાણા પ્રતાપનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મોનીરામપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર-ઇન-ચાર્જ (OC) એમડી રાજીઉલ્લાહ ખાને જણાવ્યું હતું કે મૃતદેહ મળી આવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનું કારણ જાહેર કર્યું નથી અને તપાસ ચાલી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, લઘુમતી સમુદાયો પર હુમલાઓ અને વધતી જતી અસુરક્ષાના અહેવાલો આવ્યા છે. ખાસ કરીને, તાજેતરમાં એક દુ:ખદ ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેચ્યુ હતું, જ્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક હિન્દુ વ્યક્તિ ખોકન દાસને આગ લગાવવામાં આવી હતી જેને કારણે તેનું મોત થયું હતું.
હુમલાખોરોએ પહેલા તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કર્યો હતો અને પછી તેના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. પોતાને બચાવવાના પ્રયાસમાં દાસ રસ્તાની નજીક એક તળાવમાં કૂદી પડ્યો હતો. દાસનો અવાજ સાંભળી લોકો એકઠા થયા હતા અને તેમમે હુમલાખોરોને ભગાડી દીધા હતા. નજીકના રહેવાસીઓએ દાસને બચાવી લીધો હતો અને હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન દાસનું નિધન થયુ હતું.
આ પણ વાંચો:

