Explainer: ગ્રીનલેન્ડ આટલું મહત્ત્વનું કેમ? અમેરિકા, રશિયા અને ચીનની રણનીતિ સમજો
ગ્રીનલેન્ડ આટલું મહત્ત્વનું કેમ છે? યુરોપિયન દેશોએ ટ્રમ્પના નિવેદન પર આકરા પ્રહારો કરતા કહ્યું - સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની જરૂર છે.

Published : January 7, 2026 at 12:21 PM IST
|Updated : January 7, 2026 at 2:15 PM IST
નવી દિલ્હી: વેનેઝુએલાની ઘટના બાદ ગ્રીનલેન્ડ ભયભીત છે, જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે અહીં અમેરિકા પોતાની 'દાદાગીરી' નહીં કરી શકે. યુરોપિયન દેશોએ પણ ગ્રીનલેન્ડને ટેકો આપ્યો છે.
યુરોપિયન દેશોએ ખુલ્લેઆમ ટ્રમ્પની ટીકા કરી છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન અને યુનાઇટેડ કિંગડમના નેતાઓએ ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન સાથે મળીને ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું, "ગ્રીનલેન્ડ તેના લોકોનું છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સંબંધિત બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર ફક્ત ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને જ છે."
વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે સોમવારે કહ્યું હતું કે ગ્રીનલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ હોવો જોઈએ, જ્યારે ફ્રેડરિકસેને ચેતવણી આપી હતી કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબજો નાટોના અંત સમાન હશે. ટ્રમ્પે પોતે દલીલ કરી હતી કે આર્કટિકમાં ચીન અને રશિયા તરફથી વધતા જોખમોને જોતા, નાટો વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકાને ગ્રીનલેન્ડ પર નિયંત્રણની જરૂર છે. ગત રવિવારે તેમણે પત્રકારોને કહ્યું, "આ હાલમાં ખૂબ જ વ્યૂહાત્મક સ્થળ છે. ગ્રીનલેન્ડની આસપાસ રશિયા અને ચીની જહાજો છે. રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આપણને ગ્રીનલેન્ડની જરૂર છે અને ડેનમાર્ક તે નહીં કરી શકે."
હવે, એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકા ગ્રીનલેન્ડ માટે આટલું ઉત્સુક કેમ છે. ગ્રીનલેન્ડમાં એવું તો શું છે કે ટ્રમ્પ વારંવાર તેના પર કબ્જો કરવાની વાત કરી રહ્યા છે? શું રશિયા અને ચીનને પણ આ વિસ્તારમાં રસ છે? ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ.

ચર્ચાના કેન્દ્રમાં ગ્રીનલેન્ડ
આર્કટિક સર્કલની ઉપર વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ સુરક્ષા વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. વધતા આંતરરાષ્ટ્રીય તણાવ, ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થાએ ગ્રીનલેન્ડને વૈશ્વિક વેપાર અને સુરક્ષા ચર્ચાઓના કેન્દ્રમાં લાવી દીધુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાતરી કરવા માંગે છે કે તેમનો દેશ આ ખનિજ સમૃદ્ધ ટાપુને નિયંત્રિત કરે, જે આર્કટિક અને નોર્થ એટલાન્ટિકથી ઉત્તર અમેરિકા સુધીના રસ્તાઓનું રક્ષણ કરે છે.
ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો સ્વ-શાસિત પ્રદેશ છે, જે અમેરિકાનો લાંબા સમયથી સાથી છે. જોકે, તેણે ટ્રમ્પના પ્રસ્તાવોને ફગાવી દીધા છે. ગ્રીનલેન્ડની પોતાની સરકાર પણ આઇલેન્ડ પર અમેરિકાની યોજનાઓનો વિરોધ કરે છે, તેમનું કહેવું છે કે ગ્રીનલેન્ડના લોકો પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે.
આ આઇલેન્ડનો 80 ટકા ભાગ આર્કટિક સર્કલની ઉપર આવેલો છે. અહીં આશરે 56,000 ઇનુઇટ જનજાતિના લોકોનું ઘર છે, જેમનો બાકીના વિશ્વ સાથે બહુ ઓછો સંપર્ક છે.
ગ્રીનલેન્ડનું લોકેશન
ગ્રીનલેન્ડ કેનેડાના ઉત્તરપૂર્વીય કિનારા પર સ્થિત છે. તેનો બે તૃતીયાંશથી વધુ ભાગ આર્કટિક સર્કલની અંદર આવેલો છે. સેંકડો વર્ષોથી, ગ્રીનલેન્ડ ડેનિશ સામ્રાજ્યની કોલોની હતું. આ 1953માં આર્કટિક સર્કલનો અભિન્ન ભાગ બની ગયું. 20મી સદીની શરૂઆતમાં, અમેરિકન સરકારે સમગ્ર ગ્રીનલેન્ડ પર ડેનમાર્કના અધિકારને માન્યતા આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા આ વિસ્તારને લઇને ચિંતિંત રહેતું હતું કે ક્યાંક નાઝી તેના પર કબ્જો ના કરી લે.
લોકેશન વાઇઝ જોઇએ તો, ગ્રીનલેન્ડ કેનેડાના ઉત્તરપૂર્વીય કિનારા પર સ્થિત છે. તેનો બે તૃતીયાંશથી વધુ ભાગ આર્કટિક સર્કલની અંદર આવેલો છે. શીત યુદ્ધ પછી આર્કટિક ક્ષેત્રમાં બદલાવ આવ્યો, તેનું કારણ જળવાયુ પરિવર્તન છે. જળવાયુ પરિવર્તને આર્કટિકના બરફને પાતળો કર્યો છે, આ કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉત્તર-પશ્ચિમ રસ્તો બનવાની આશા છે અને આ વિસ્તાર ખનીજ સંસાધનોના એક્સેસ માટે રશિયા, ચીન અને અન્ય દેશો સાથે સ્પર્ધા શરૂ થઇ છે.
રેર અર્થ મિનરલ્સ માટે મારામારી
ગ્રીનલેન્ડમાં રેર અર્થ મિનરલ્સ છે, જેના પર અમેરિકા લાંબા સમયથી નજર રાખી રહ્યું છે. જેનો ઉપયોગ મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને અન્ય હાઇ-ટેક ગેજેટ્સમાં થાય છે. હાલમાં, ચીન રેર અર્થ મિનરલ્સ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. આ જ કારણ છે કે અમેરિકા તેની ઇચ્છા હોવા છતાં ચીન પર ઇચ્છિત ટેરિફ લાદી શક્યું નથી, કારણ કે ચીને આ ખનિજોના પુરવઠાને રોકવાની ધમકી આપી હતી. અમેરિકા રેર અર્થ મિનરલ્સ માટે ચીન પરની તેની નિર્ભરતાનો અંત લાવવા માંગે છે. જો કે, ગ્રીનલેન્ડના ખનિજ સંસાધનોનો વિકાસ ટાપુના કઠોર જળવાયુને કારણે પડકારજનક છે, જ્યારે કડક પર્યાવરણીય નિયંત્રણો સંભવિત રોકાણકારો માટે વધારાનો અવરોધ સાબિત થયા છે.
ગ્રીનલેન્ડમાં અમેરિકન સેનાની હાજરી
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ઉત્તર-પશ્ચિમ ગ્રીનલેન્ડમાં અંતરિયાળ પિટુફિક સ્પેસ બેઝનું સંચાલન કરે છે. તે 1951માં અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડ સંરક્ષણ સંધિ પર હસ્તાક્ષર કર્યા પછી સ્થાપિત થયું હતું. તે અમેરિકા અને નાટો માટે મિસાઇલ ચેતવણી, મિસાઇલ સંરક્ષણ અને સ્પેસ સર્વિલાન્સ ઓપરેશનને સપોર્ટ કરે છે. આ સાથે જ ગ્રીનલેન્ડ GIUK (ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, યુનાઇટેડ કિંગડમ) ગેપ તરીકે ઓળખાતા પ્રદેશના એક ભાગનું પણ રક્ષણ કરે છે.

ગ્રીનલેન્ડમાં ડેનિશ સશસ્ત્ર દળો
ડેનમાર્ક ગ્રીનલેન્ડ અને સમગ્ર ઉત્તર એટલાન્ટિકમાં તેની લશ્કરી હાજરીને મજબૂત બનાવી રહ્યું છે. ગયા વર્ષે, સરકારે ગ્રીનલેન્ડ અને ફેરો આઇલેન્ડની સરકારો સહિત તમામ પાર્ટીઓ સાથે લગભગ 14.6 બિલિયન ક્રોનર ($2.3 બિલિયન)ના કરારની જાહેરાત કરી હતી, જે ડેનમાર્કનો એક સ્વ-શાસિત પ્રદેશ છે જેથી આ વિસ્તારની દેખરેખ અને સાર્વભૌમત્ત્વ જાળવી રાખવાની ક્ષમતાઓમાં સુધારો કરી શકાય. આ યોજનામાં ત્રણ નવા આર્કટિક-નૌસૈનિક જહાજ, બે વધારાના લાંબા અંતરના સર્વેલન્સ ડ્રોન અને સેટેલાઇટ ક્ષમતા સામેલ છે.
ડેનમાર્કના સંયુક્ત આર્કટિક કમાન્ડનું મુખ્ય મથક ગ્રીનલેન્ડની રાજધાની નુકમાં છે, અને તેની વેબસાઇટ અનુસાર, તેને "ગ્રીનલેન્ડ અને ફેરો ટાપુઓનું સર્વેલન્સ, સાર્વભૌમત્વ ચકાસણી અને લશ્કરી સંરક્ષણ" સોંપવામાં આવ્યું છે. તેણે સમગ્ર ટાપુઓમાં નાના ઉપગ્રહ સ્ટેશનો પણ સ્થાપિત કર્યા છે. સિરિયસ ડોગ સ્લેડ પેટ્રોલ, એક વિશિષ્ટ ડેનિશ નૌકા એકમ જે લાંબા અંતરની જાસૂસી કરે છે અને આર્ક્ટિક જંગલમાં ડેનિશ સાર્વભૌમત્વને લાગુ કરે છે, તે પણ ગ્રીનલેન્ડમાં તૈનાત છે.
આર્કટિક માટે સુરક્ષા ખતરા
2018માં, ચીને આ વિસ્તારમાં વધુ પ્રભાવ મેળવવાના પ્રયાસમાં પોતાને "નિયર-આર્કટિક રાજ્ય" જાહેર કર્યું હતું. ચીને તેના ગ્લોબલ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ ભાગના રૂપમાં એક ધ્રુવીય સિલ્ક રોડ બનાવવાીન યોજનાની પણ જાહેરાત કરી હતી, જેને દુનિયાભરના દેશો સાથે આર્થિક સંબંધો બનાવ્યા છે. તત્ત્કાલીન અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનના આ પગલાની ટીકા કરતા કહ્યું હતું, " શું આપણે ઇચ્છીએ છીએ કે આર્કટિક મહાસાગર એક નવો દક્ષિણ ચીન સમુદ્ર બને, જે લશ્કરીકરણ અને સ્પર્ધાત્મક પ્રાદેશિક દાવાઓથી ભરેલો હોય?"
આ વચ્ચે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયા આર્કટિકમાં નાટોની ગતિવિધિઓને લઇને ચિંતિંત છે અને ધ્રુવીય ક્ષેત્રમાં પોતાના સૈન્યની ક્ષમતાને મજબૂત કરીને જવાબ આપશે. 2022માં રશિયા દ્વારા યૂક્રેન પર મોટા પાયે હુમલા બાદ યુરોપિયન નેતાઓમાં ચિંતા વધી ગઇ છે.
આ પણ વાંચો:

