અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગ, ભારતીય મૂળના વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોત
અમેરિકાના ઓસ્ટિનમાં એક બારની બહાર થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે

By PTI
Published : March 3, 2026 at 10:37 AM IST
હ્યૂસ્ટન (ટેક્સાસ): અમેરિકાના ઓસ્ટિનમાં એક બારની બહાર થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં એક ભારતીય-અમેરિકન વિદ્યાર્થી સવિતા શાન પણ સામેલ છે, જેની ઉંમર 21 વર્ષ હતી. અમેરિકન અધિકારી આ ગોળીબારની તપાસ આતંકવાદી કૃત્યથી કરી રહ્યા છે. FBI જોઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સના નેતૃત્ત્વમાં ફેડરલ ઓથોરિટી હુમલાના સંભવિત ઇન્ટરનેશનલ અથવા વૈચારિક લિંગની તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, ફાયરિંગ રવિવાર રાત્રે આશરે 1:59 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે) બુફોર્ડના બૈકયાર્ડ બીયર ગાર્ડનમાં થયું હતું. પોલીસે હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. શંકાસ્પદની ઓળખ 53 વર્ષના નડિયાગા ડાયગ્ને તરીકે થઇ છે, જે સેનેગલનો રહેવાસી છે અને એક અમેરિકન નાગરિક હતો.
તપાસ અધિકારીઓએ કહ્યું કે ઘટનાસ્થળે અને શંકાસ્પદના ઘરેથી જે સામાન મળ્યો છે જેમાં ઇરાની ધ્વજ અને કટ્ટરપંથી લખાણ સામેલ છે, જે બાદ અધિકારીઓને કટ્ટર આતંકવાદની સંભાવનાની તપાસ કરવા કહેવામાં આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે શંકાસ્પદે પહેલા એક SUVમાંથી ગોળી ચલાવી હતી અને પછી ગાડીમાંથી રાઇફલ લઇને બહાર નીકળ્યો હતો. ઓસ્ટિન પોલીસે કહ્યું કે, અધિકારીઓએ ઇમરજન્સી કોલના એક મિનિટની અંદર જ બંદૂકધારીને ઠાર માર્યો હતો. આ ઘટનામાં શંકાસ્પદ સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક વિદ્યાર્થી પણ સામેલ છે. ઘાયલોમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
યૂનિવર્સિટી ઓફ ટેક્સાસના 21 વર્ષના વિદ્યાર્થી કરણ ભક્તાએ જણાવ્યું કે, તે મિત્રો સાથે બહાર ફરતો હતો ત્યારે એક ગોળી તેના માથા પરથી પસાર થઇ હતી.
ઓસ્ટિન પોલીસના વડા લિસા ડેવિસે એક ન્યૂઝ કોન્ફ્રેન્સમાં ફાયરિંગની જગ્યાએ માર્યા ગયેલા બે લોકો (રાઇડર હેરિંગ્ટન અને શાન)ની ઓળખની પૃષ્ટી કરી છે
ઓસ્ટિનના રહેવાસી સવિતા શાન યૂનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઓસ્ટિનની વિદ્યાર્થિની હતી. કેટલાક મહિનામાં તેનો કોર્સ પૂર્ણ થવાનો હતો. યૂનિવર્સિટીના અધિકારીઓએ તેને મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કરનારી એક સારી વિદ્યાર્થી લીડર ગણાવી હતી.
ટેક્સાસમાં ભારતીય-અમેરિકન કોમ્યુનિટીએ ઓસ્ટિનના ડાઉનટાઉનમાં ફાયરિંગાં શાનના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ઓસ્ટિનમાં યૂનિવર્સિટી ઓફ ટેક્સાસના એક પ્રવક્તાએ પૃષ્ટી કરી છે કે શાન સ્કૂલની વિદ્યાર્થિની હતી અને સ્કૂલના રેકોર્ડ અનુસાર તેની લીગલ સરનેમ શનમુગ સુંદરમ હતું. શાન લિબરલ આર્ટ્સ એન્ડ સાયન્સ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ હતી અને તેને મોટા પાયે એક હાઇ એચીવમેન્ટ અને કોમ્યુનિટી ઓરિએન્ડેટ વિદ્યાર્થિની માનવામાં આવતી હતી.
આ હત્યાથી ઓસ્ટિનમાં રહેતા પ્રવાસી ભારતીયોમાં ખાસ કરીને સિલિકોન હિલ્સ કોરિડોરમાં રહેતા વિદ્યાર્થીઓ અને ટેકનોલોજી પ્રોફેશનલ્સમાં શોકની લહેર જોવા મળી રહી છે.
અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પર હુમલા અને ઇરાનની જવાબી કાર્યવાહી બાદ આખા દેશમાં સુરક્ષાને લઇને ચિંતા વધી ગઇ છે.
આ પણ વાંચો:

