અમેરિકા સાથે રમત રમવાનો પ્રયાસ કર્યો તો પહેલા કરતા વધારે ટેરિફનો સામનો કરવો પડશે, ટ્રમ્પની ચેતવણી
સુપ્રીમ કોર્ટના નિર્ણય છતા ટેરિફને પોતાનો મુખ્ય હથિયાર બનાવવા અડગ ટ્રમ્પ, સોશિયલ મીડિયા ટ્રૂથ પર આપી ચેતવણી.

Published : February 24, 2026 at 9:03 AM IST
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણયને 'વાહિયાત' અને 'અમેરિકન વિરોધી' ગણાવતા કહ્યું કે જે દેશો અમેરિકા સાથે રમત રમવાનો પ્રયાસ કરશે તેમણે પહેલા કરતા વધારે ઊંચા ટેરિફ અને તેના કરતા પણ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર એક પોસ્ટમાં આ ચેતવણી આપી હતી.
શું છે ટ્રમ્પના નવા ટેરિફનો વિકલ્પ?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ટ્રમ્પનું આ નિવેદન તે દેશો માટે ચેતવણી છે જે અમેરિકા સાથે વેપારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ANIએ પોતાના X હેન્ડલ પર ટ્રમ્પની પોસ્ટને પણ શેર કરી છે જેમાં લખ્યું છે, "કોઇપણ દેશ જે 'હાસ્યાસ્પદ' સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે રમવા માંગે છે, ખાસ કરીને જે દેશ અમેરિકાને વર્ષોથી લૂંટતા આવ્યા છે, તેમને ઘણા ઊંચા ટેરિફ અને તેના કરતાં પણ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે..."
US President Donald Trump posts - " any country that wants to “play games” with the ridiculous supreme court decision, especially those that have “ripped off” the u.s.a. for years, and even decades, will be met with a much higher tariff, and worse, than that which they just… pic.twitter.com/Miol56TRLJ
— ANI (@ANI) February 23, 2026
શું છે સમગ્ર ઘટના?
ટ્રમ્પનું આ નિવેદન 20 ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટના 6-3 બહુમતના નિર્ણય બાદ આવ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વગર વ્યાપક ટેરિફ લગાવવાની શક્તિ આપતો નથી. આ નિર્ણયથી ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના પારસ્પરિક અને ઇમરજન્સી ટેરિફને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યો હતો.
વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વધી
આ નિર્ણયના થોડા કલાકો બાદ જ ટ્રમ્પે એક અલગ કાનૂની જોગવાઇ (ટ્રેડ એક્ટની કલમ સેક્શન 122) હેઠળ તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લગાવી દીધો હતો, જે બીજા દિવસે વધારીને 15% કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ આ મહત્તમ મર્યાદા છે. ટ્રમ્પે કહ્યું કે કોર્ટે અન્ય ટેરિફને મંજૂરી આપી છે અને હવે તેઓ તેનો ઉપયોગ વધુ શક્તિશાળી અને કઠોરતાથી કરશે.
ANIના X હેન્ડલ પરની આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. કેટલાક લોકો તેને આર્થિક સુરક્ષા માપદંડ કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને રાજદ્વારી તણાવમાં વધારો કહી રહ્યા છે. આ ઘટનાક્રમ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમની વેપાર નીતિનો એક મુખ્ય વળાંક સાબિત થઇ રહ્યો છે, જ્યાં તે સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં ટેરિફને મુખ્ય હથિયાર તરીકે રાખવા કટિબદ્ધ છે.
આ પણ વાંચો:

