ટ્રમ્પની ઇરાનને ધમકી, કહ્યું- એવી તાકાતથી હુમલો કરીશું કે જે પહેલા ક્યારેય નહીં જોયો હોય
અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇના નિધન બાદ ઇરાને હુમલા વધારતા ટ્રમ્પે આપ્યો જવાબ.

Published : March 1, 2026 at 2:01 PM IST
દુબઇ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને હુમલા ના કરવાની ચેતવણી આપતા ઓનલાઇન માધ્યમથી કહ્યું કે, અમેરિકા "એવી તાકાત સાથે જવાબ આપશે જે પહેલા ક્યારેય નહીં જોયો હોય."
ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' દ્વારા રવિવારે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇની હત્યાની જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે ધમકીઓ મળી છે.
ટ્રમ્પે લખ્યુ, "ઇરાને કહ્યું છે કે તે આજે ઘણા જોરદાર હુમલા કરશે, જેટલા તેમણે પહેલા ક્યારેય જોયા નથી." ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરતા લખ્યુ, "તેમણે આવું ના કરવુ જોઇએ, કારણ કે જો તેમણે હુમલા કર્યા તો અમે તેમના પર એવી તાકાતથી હુમલા કરીશું જે પહેલા તેમણે ક્યારેય નહીં જોયા હોય."
US President Donald Trump (@realDonaldTrump), on Truth Social, posts, " iran just stated that they are going to hit very hard today, harder than they have ever hit before. they better not do that, however, because if they do, we will hit them with a force that has never been seen… pic.twitter.com/pbIzkz9zv6
— Press Trust of India (@PTI_News) March 1, 2026
મહત્ત્વપૂર્ણ છે કે ઇરાને મિડલ ઇસ્ટમાં હુમલા વધાર્યા છે. બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતે દેશના ભવિષ્યને લઇને મહત્ત્વના સવાલ ઉભા કર્યા છે. જોકે, મૌલવીઓની એક સમિતિને તેમના સ્થાને નવા નેતાની ચૂંટણીની જવાબદારી સોપવામાં આવી છે. ઇરાનના બંધારણ અનુસાર, 88 સભ્યોની સમિતિ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ (જાણકારોની સભા) નવા સર્વોચ્ચ નેતાની પસંદગી કરશે. આ બેઠકમાં શિયા ધર્મગુરૂ સામેલ થાય છે જેમણે દર આઠ વર્ષમાં જનમતના આધારે પસંદ કરવામાં આવે છે.
અમે ખામેનેઇના રસ્તાને વધુ મજબૂત કરીશું- ઇરાની સંસદના સ્પીકર
ખામેનેઇના મોત પર ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે ખામેનેઇ પાક્કા અને વફાદાર હતા. ઇરાન તેમના રસ્તાને મજબૂત અને પાક્કા ઇરાદા સાથે ચાલુ રાખશે. અમે અમેરિકા અને ઇઝરાયેલી દુશ્મનને જણાવવા માંગીએ છીએ કે તમે અમારી રેડ લાઇન પાક કરી છે અને તમારે તેની કિંમત ચુકવવી પડશે. અમારી સેનાઓએ તમામ ઇઝરાયલી દુશ્મન સેન્ટર્સ અને અમેરિકન બેસ પર હુમલો કર્યો છે અને અમારા હુમલા ચાલુ રહેશે. ઇરાને આ ક્ષણ માટે તૈયારી કરી લીધી છે અને અમે કમાન્ડરની શહાદત બાદ પણ તેમના રસ્તા પર ચાલતા રહીશું.
આ પણ વાંચો:

