સાથે કામ કરતી મહિલાને 'આંટી' કહેવું પડ્યું ભારે, કોર્ટે વળતર ચુકવવા આદેશ આપ્યો
હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ભારતીય મૂળની 61 વર્ષીય મહિલાએ સહકર્મી પર 'આંટી' કહેવા બાબતેના કેસ જીત મેળવી

By PTI
Published : April 8, 2026 at 9:34 PM IST
લંડન: બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં કામ કરતી ભારતીય મૂળની હેલ્થકેર આસિસ્ટન્ટે ઘાના મૂળના સાથી નર્સ દ્વારા તેમને વારંવાર 'આંટી' કહેવા વિરુદ્ધ ઉત્પીડનનો કેસ જીતી લીધો છે.
વોટફોર્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના જજ જ્યોર્જ એલિયટે સ્વીકાર્યું કે ઇલ્ડા એસ્ટેવ્સને તેની ઉંમર અને લિંગના આધારે હેરાન કરવામાં આવી હતી. તેમણે વેસ્ટ લંડન NHS ટ્રસ્ટને ફરિયાદીને તેની 'લાગણીઓ દુ:ભાવવા " માટે કુલ 1,425.15 પાઉન્ડ વળતરરૂપે ચૂકવવાનો આદેશ આપ્યો.
ગયા વર્ષે કેસની સુનાવણી કરનાર અને ગયા મહિને ચુકાદો આપનાર ત્રણ સભ્યોની પેનલે નોંધ્યું હતું કે ઘાનાની સંસ્કૃતિમાં, "આંટી" શબ્દ વડીલો માટે આદરનું પ્રતીક છે. જો કે, સ્ટાફ નર્સ ચાર્લ્સ ઓપોંગ વોર્ડ પર ટીમનું નેતૃત્વ કરવા માટે જવાબદાર હતા અને તેમણે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈતી હતી.
નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, "અમારું માનવું છે કે ચાર્લ્સ ઓપોંગનો ઇરાદો રમૂજનો વાંધાજનક પ્રયાસ હતો.'
તેમાં કહેવામાં આવ્યું, "અમને નોંધ્યું છે કે ફરિયાદીએ આને અપમાનજનક વાતાવરણ બનાવવા તરીકે જોયું હતું. અમને લાગે છે કે ઓફિસ અને કોરિડોરમાં અને કામ સોંપતી વખતે કરવામાં આવેલી ટિપ્પણીઓ એવી હતી કે તેનાથી અપમાનજનક વાતાવરણ સર્જાયું. અમે નોંધ્યું કે ટિપ્પણીઓનો આ પ્રભાવ પડવો વાજબી હતો. તેથી, આ આધારે, ફરિયાદીનો ઉત્પીડનનો દાવો સ્થાપિત થાય છે."
ભારતીય મૂળના 61 વર્ષીય આરોગ્ય કાર્યકર એસ્ટેવ્સે ટ્રિબ્યુનલ સમક્ષ જુબાની આપી હતી કે ઓપોંગે વારંવાર તેમને "આંટી" કહીને બોલાવ્યા હતા, છતાં તેમણે વારંવાર તેમના નામથી સંબોધન કરવાની વિનંતી કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યોર્જ નામના એક વરિષ્ઠ સાથીદાર સાથેના તેમના સંબંધો વિશે બે વાર અયોગ્ય ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ ઘટનાઓ જૂન અને સપ્ટેમ્બર 2023 વચ્ચેના ટૂંકા ગાળામાં બની હોવાનું કહેવાય છે. આ કેસમાં ફરિયાદીએ પોતાની ઓળખ જાહેર કર્યા વિના આદેશની વિનંતી કરી હતી, જેને "ન્યાયના મુક્ત વહીવટમાં જાહેર હિત કોઈપણ દાવેદારના બંધારણીય અધિકારો કરતાં વધુ છે" તે આધાર પર નકારી કાઢવામાં આવ્યો હતો.
જોકે, કોર્ટે ફરિયાદીના જાતિ ભેદભાવ, બદલો લેવા અને પગારમાં અનધિકૃત કપાત સહિતના ઉત્પીડનના અન્ય દાવાઓને પણ ફગાવી દીધા હતા.
આ પણ વાંચો:

