ETV Bharat / international

એપસ્ટીન સાથેના સંબંધો માટે બિલ ગેટ્સે પોતાની સંસ્થાના લોકોની માફી માગી, અફેર્સ વિશે પણ કર્યા ખુલાસા

બિલ ગેટ્સે સ્વીકાર્યું કે તેમના બે રશિયન મહિલાઓ સાથે અફેર હતા અને કહ્યું કે, એપસ્ટીન સાથે સમય વિતાવવો એ એક મોટી ભૂલ હતી

બિલ ગેટ્સે સ્વીકાર્યું કે તેમના બે રશિયન મહિલાઓ સાથે અફેર હતા અને કહ્યું કે, એપસ્ટીન સાથે સમય વિતાવવો એ એક મોટી ભૂલ હતી
બિલ ગેટ્સે સ્વીકાર્યું કે તેમના બે રશિયન મહિલાઓ સાથે અફેર હતા અને કહ્યું કે, એપસ્ટીન સાથે સમય વિતાવવો એ એક મોટી ભૂલ હતી (ANI)
author img

By PTI

Published : February 25, 2026 at 4:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

ન્યૂ યોર્ક: અમેરિકન ટેક ઉદ્યોગપતિ બિલ ગેટ્સે યૌન અપરાધી જેફરી એપસ્ટિન સાથેના પોતાના સંબંધોને લઈને ગેટ્સ ફાઉન્ડેશનના સ્ટાફ સમક્ષ માફી માંગી છે, પરંતુ સાથે જ એમ પણ કહ્યું કે તેમણે “કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી,” એવું મીડિયા અહેવાલમાં જણાવાયું છે.

માઈક્રોસૉફ્ટના સહ-સ્થાપકે એ પણ સ્વીકાર્યું કે તેમના રશિયન મહિલાઓ સાથે બે સંબંધો (અફેર્સ) હતા અને તેમની ભૂલોને કારણે પરોપકારી સંસ્થા પર તેની અસર પડી, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ એપસ્ટીનના ગુનાઓમાં સામેલ નહોતા. The Wall Street Journalએ મંગળવારે પ્રકાશિત પોતાના વિશેષ અહેવાલમાં આ માહિતી આપી.

ગેટ્સ એવા સેલિબ્રિટીઝ, રાજકારણીઓ, નેતાઓ અને ટેક ઉદ્યોગસાહસિકોમાં સામેલ હતા જેમના જાતીય અપરાધી સાથે કનેક્શન્સ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમ કે હજારો દસ્તાવેજોમાં સ્પષ્ટ હતું, જેમાં ઇમેઇલ્સ, ઇન્ટરવ્યુ ટ્રાન્સક્રિપ્ટ્સ, ફોટા, કોલ લોગ્સ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં કેટલાક નામો સંપાદિત કરવામાં આવ્યા હતા, જે ગયા મહિને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા હતા - જેને સામૂહિક રીતે એપ્સટિન ફાઇલ્સ કહેવામાં આવે છે.

મંગળવારે ટાઉનહોલમાં ગેટ્સે સ્વીકાર્યું કે, રશિયન મહિલાઓ સાથેના તેમના બે સંબંધો વિશે એપસ્ટીનને બાદમાં ખબર પડી હતી, પરંતુ તેનો એપસ્ટીનના ભોગ બનેલાઓ સાથે કોઈ સંબંધ નહોતો. The Wall Street Journal દ્વારા સમીક્ષિત રેકોર્ડિંગ અનુસાર ગેટ્સે કહ્યું, “મેં કોઈ ગેરકાયદેસર કાર્ય કર્યું નથી. મેં કંઈ ગેરકાયદેસર જોયું નથી.”

તાજેતરમાં જાહેર કરાયેલા એપસ્ટીન ફાઇલ્સમાં તેમની સાથે દેખાતી મહિલાઓના ચહેરા ઢંકાયેલી તસવીરો વિશે ગેટ્સે જણાવ્યું કે તે તસવીરો એપસ્ટીનની આસિસ્ટન્ટ સાથે બેઠક પછી એપસ્ટીને તેમને ખેંચવા કહ્યું હતું. “સ્પષ્ટ રીતે કહું તો, મેં ક્યારેય ભોગ બનેલી મહિલાઓ કે તેની આસપાસની મહિલાઓ સાથે સમય વિતાવ્યો નથી,” ગેટ્સે જણાવ્યું.

ગેટ્સે કહ્યું કે, “એપસ્ટીન સાથે સમય પસાર કરવો અને ગેટ્સ ફાઉન્ડેશનના અધિકારીઓને તેની સાથેની બેઠકોમાં લાવવા મોટી ભૂલ હતી,”

“મેં જે ભૂલ કરી તેના કારણે જે અન્ય લોકો આ બાબતમાં ખેંચાઈ ગયા છે, તેમની પાસે હું માફી માંગુ છું,” એમ ગેટ્સને ટાંકતા The Wall Street Journalએ જણાવ્યું.

ગેટ્સે જણાવ્યું કે, તેઓ 2011માં એપસ્ટીનને મળ્યા હતા, જે 2008માં નાબાલિક યુવતીને વેશ્યાવૃત્તિ માટે પ્રલોભન આપવાના ગુનામાં દોષી સ્વીકાર્યા બાદના ત્રણ વર્ષ પછી હતું.

ગેટ્સે સ્વીકાર્યું કે તેમણે એપસ્ટીનનો ભૂતકાળ “યોગ્ય રીતે તપાસ્યો નહોતો,” ભલે તેઓ જાણતા હતા કે 18 મહિનાની સજા જેવી બાબતને કારણે એપસ્ટીનના પ્રવાસ પર મર્યાદા હતી. તેમણે ઉમેર્યું કે તેમની તત્કાલીન પત્ની મલીન્ડા ફ્રેન્ચ ગેટ્સે 2013માં ચિંતા વ્યક્ત કર્યા પછી પણ તેઓ એપસ્ટીનને મળતા રહ્યા હતા.

તેમની પૂર્વ પત્ની વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું: “તેને યોગ્ય શ્રેય આપવો જોઈએ, કારણ કે એપસ્ટીન બાબતે તે હંમેશાં શંકાશીલ હતી.”

The Wall Street Journalના અહેવાલ મુજબ ગેટ્સે મંગળવારે સ્ટાફને જણાવ્યું કે, તેઓ 2014 સુધી એપસ્ટીનને મળતા રહ્યા હતા, એપસ્ટીન સાથે ખાનગી વિમાનમાં મુસાફરી કરી હતી અને જર્મની, ફ્રાન્સ, ન્યૂ યોર્ક અને વોશિંગ્ટનમાં તેની સાથે સમય વિતાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે, “મેં ક્યારેય રાત્રીરોકાણ કર્યું નહોતું અને ન તો એપસ્ટીન આઈલેન્ડ પર ગયો હતો.'

અખબારે જણાવ્યું કે, ગેટ્સે સ્વીકાર્યું કે એપસ્ટીન સાથેના તેમના સંબંધો અને ન્યાય વિભાગની ફાઇલોમાં તાજેતરમાં બહાર આવેલા ઇમેઇલ્સને કારણે ગેટ્સ ફાઉન્ડેશન અને તેની પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડી છે.

તેમણે કહ્યું: “આ નિશ્ચિત રીતે ફાઉન્ડેશનના મૂલ્યો અને તેના લક્ષ્યોના વિરુદ્ધ છે અને અમારું કામ પ્રતિષ્ઠા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. લોકો અમારો સાથ આપે કે ન આપે તે તેમની પસંદગી છે.”

ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે, ગેટ્સ વર્ષમાં બે વખત ટાઉનહોલ યોજે છે અને તેમણે “ખુલ્લેઆમ વાત કરી, અનેક પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા અને પોતાની ક્રિયાઓ માટે જવાબદારી સ્વીકારી.”

માઈક્રોસૉફ્ટના સહ-સ્થાપક ગેટ્સે જણાવ્યું કે એપસ્ટીન “ઘણા અબજોપતિઓ, ખાસ કરીને વોલ સ્ટ્રીટના અબજોપતિઓ સાથેના પોતાના નજીકના સંબંધોની વાત કરતો હતો,” અને વૈશ્વિક આરોગ્ય જેવા હેતુઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી શકે તેવી વાત કરતો હતો.

ગેટ્સે જણાવ્યું કે, આ બેઠકોમાં અન્ય પ્રતિષ્ઠિત લોકો હાજર હોવાથી “મને એવું લાગવાનું સરળ બન્યું કે આ સામાન્ય પરિસ્થિતિ છે.” તેમણે સ્વીકાર્યું કે એપસ્ટીન સાથેની તેમની ઓળખાણથી યૌન અપરાધીને પોતાની પ્રતિષ્ઠા વધારવામાં પણ મદદ મળી.

ટાઉનહોલ દરમિયાન ગેટ્સે વધુમાં કહ્યું: “મારા બે સંબંધો હતા — એક રશિયન બ્રિજ ખેલાડી સાથે, જેને હું બ્રિજ કાર્યક્રમોમાં મળ્યો હતો, અને બીજો રશિયન પરમાણુ ભૌતિકશાસ્ત્રી સાથે, જેને હું વ્યવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા મળ્યો હતો.”

ગેટ્સે જણાવ્યું કે, 2014 એ છેલ્લું વર્ષ હતું જ્યારે તેઓ એપસ્ટીનને મળ્યા હતા. અમેરિકન મીડિયા અહેવાલો મુજબ જેફરી એપસ્ટીને ઓગસ્ટ 2019માં New Yorkની જેલ સેલમાં આત્મહત્યા કરી હતી, જે ફેડરલ સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ચાર્જશીટ દાખલ થયાના એક મહિના બાદની ઘટના હતી.

આ પણ વાંચો: