બાંગ્લાદેશની અદાલતનો મોટો નિર્ણય, પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા
ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન પર ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ શેખ હસીનાને દોષી ઠેરવવામાં આવ્યા હતા.

Published : November 17, 2025 at 2:45 PM IST
ઢાકા: બાંગ્લાદેશની એક કોર્ટે માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલ પછી, તેમને ગયા વર્ષના વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના બળવા પર ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 78 વર્ષીય હસીનાને બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા સજા ફટકારવામાં આવી હતી. તેમને અગાઉ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા. ઢાકાની એક ઉચ્ચ સુરક્ષાવાળી કોર્ટમાં ચુકાદો વાંચતા, ટ્રિબ્યુનલે કહ્યું કે, ફરિયાદ પક્ષે કોઈ શંકા વગર સાબિત કર્યું છે કે ગયા વર્ષે 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો પર થયેલા ઘાતક કાર્યવાહી પાછળ હસીનાનો હાથ હતો.
Bangladesh's special tribunal sentences deposed prime minister Sheikh Hasina to death for crimes against humanity
— Press Trust of India (@PTI_News) November 17, 2025
હસીનાને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ સામે ઘાતક બળનો ઉપયોગ કરવાનો આદેશ આપવા, ઉશ્કેરણીજનક નિવેદનો આપવા અને ઢાકા અને આસપાસના વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓની હત્યા તરફ દોરી જતી કાર્યવાહીને મંજૂરી આપવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
નોંધનીય છે કે જુલાઈ 2024માં વિદ્યાર્થી-નેતૃત્વ હેઠળના વિદ્રોહે શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધી હતી. 5 ઓગસ્ટ, 2024 ના રોજ, તે ભાગીના ભારત આવી ગયા હતા, અને મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના થઈ. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન આશરે 1400 લોકો માર્યા ગયા હતા.
#WATCH | Dhaka, Bangladesh | Security heightened outside the International Crimes Tribunal (ICT) ahead of the announcement of the verdict in the case accusing ousted Prime Minister Sheikh Hasina, former home minister Asaduzzaman Khan Kamal, and former Inspector General of Police… pic.twitter.com/JlE4hkZF0K
— ANI (@ANI) November 17, 2025
શેખ હસીના વહીવટીતંત્રે શરૂઆતમાં 1971 ના બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલા માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે પાકિસ્તાન પર કેસ ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલની સ્થાપના કરી હતી. આ ટ્રિબ્યુનલે અગાઉ હસીનાના કાર્યકાળ દરમિયાન યુદ્ધ અપરાધોના આરોપમાં ઘણા જમાત-એ-ઇસ્લામી નેતાઓ પર કેસ ચલાવ્યો હતો.
આ પણ વાંચો:

