આયાતુલ્લા ખામેનેઇના પુત્ર ઇરાનના નવા સુપ્રીમ લીડર બન્યા, IRGCના દબાણ હેઠળ ઉત્તરાધિકારી પસંદ કર્યાનો દાવો
આયાતુલ્લા ખામેનેઇના પુત્ર મોજતબાને તેમના પિતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા.

Published : March 4, 2026 at 9:17 AM IST
|Updated : March 4, 2026 at 9:24 AM IST
તેહરાન: ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું છે કે, આયાતુલ્લા ખામેનેઇના પુત્ર મોજતબાને તેમના પિતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તે સુપ્રીમ લીડરનું પદ સંભાળશે.સીનિયર ઇઝરાયેલી અધિકારીઓએ Ynet ન્યૂઝને જણાવ્યું હતું કે આગામી કેટલાક કલાકોમાં મોજતબા ખામેનેઇને સત્તાવાર ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવશે. જોકે, ઇરાનના મીડિયા તરફથી આ ઘટનાક્રમને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પહેલા ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે 56 વર્ષના મોજતબા સુપ્રીમ લીડરના પદ માટે લીડિંગ કેન્ડિડેટ તરીકે ઉભરી આવ્યા છે. મોજતબા ખામેનેઇ, અલી ખામેનેઇના બીજા સૌથી મોટા પુત્ર છે. ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે ઇરાનમાં એક્સપર્ટની એસેમ્બલીએ ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ભારે દબાણમાં મોજતબાને નવો સુપ્રીમ લીડર પસંદ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇનું 86 વર્ષની ઉંમરે અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં નિધન થયું હતું. 1989થી લઇને અત્યાર સુધઈ 36 વર્ષ સુધી આયાતુલ્લાહ ખામેનેઇએ ઇરાનની સત્તા સંભાળી હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે મોજતબાનો તેમના સ્વર્ગીય પિતાની ઓફિસ ચલાવવામાં મોટો હાથ હતો અને તેએ IRGC અને કુદ્સ ફોર્સના ટોચના અધિકારીઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. મોજતબા પોતાના પિતા કરતા પણ વધારે કટ્ટરપંથી અને ઇરાનમાં પ્રદર્શનકારીઓ પર હિંસક કાર્યવાહી પાછળ તેમનો હાથ હોવાનું ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું છે.
નવેમ્બર 2019માં અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મોજતબા સામે પ્રતિબંધ મુક્યો હતો, તેમને તત્કાલીન સુપ્રીમ લીડરનું સત્તાવાર રીતે પ્રતિનિધિત્ત્વ કરવા બદલ નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ ક્યારેય કોઇ સરકારી પદ પર ચૂંટાયા નહતા કે નિયુક્ત થયા નહતા.
અમેરિકન ટ્રેઝરી વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, તત્કાલીન સુપ્રીમ લીડરે પોતાના નેતૃત્ત્વની થોડી જવાબદારીઓ મોજતબા ખામેનેઇને સોપી દીધી હતી જેમણે ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ- કુદ્દસ ફોર્સ (IRGC-QF)ના કમાન્ડર અને બાસીજ રેઝિસ્ટન્સ ફોર્સ (બાસિજ) સાથે મળીને પોતાના પિતાને અસ્થિર કરનારા પ્રાદેશિક લક્ષ્યો અને દમનકારી સ્થાનિક ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે કામ કર્યું હતું.
અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે મોજતબા ખામેનેઇની લંડનમાં લક્ઝરી પ્રોપર્ટી અને બ્રિટન, સ્વિત્ઝરર્લેન્ડ અને લિચેંસ્ટીનમાં એકાઉન્ટ છે.
આ દરમિયાન, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના ચીફ એડમિરલ બ્રેડ કૂપરે ઇરાનને ચેતવણી આપી છે કે તેમના મોટા પાયે હુમલાનું ઓપરેશન રોકાશે નહીં અને તેમના લક્ષ્ય પૂર્ણ થશે. તેમણે કહ્યું, "અમારા મિલિટ્રી ઉદ્દેશ્યો સ્પષ્ટ છે અને અમારા લોકો ઘણા મુશ્કેલ અને ઐતિહાસિક મિશનને સતત ઘાતક, પાક્કો વિશ્વાસ અને પ્રોફેશનલિજમ સાથે પૂર્ણ કરી રહ્યા છે. અમે અત્યારે શરૂઆત કરી છે પરંતુ મને વિશ્વાસ છે કે અમે પોતાના ભાગીદારો સાથે મળીને પોતાના મિલિટ્રી ઉદ્દેશ્યને જરૂર મેળવીશું."
ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ મિડલ ઇસ્ટમાં યુદ્ધ પાંચમા દિવસમાં પહોંચી ગયું છે જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇ અને પર્સિયન ગલ્ફ દેશના અન્ય ખાસ લોકો માર્યા ગયા છે. બદલામાં તેહરાને સમગ્ર પ્રદેશમાં અમેરિકન મિલિટ્રી બેઝ અને અન્ય ઇઝરાયેલી સંપત્તિઓને નિશાન બનાવીને વળતો હુમલો કર્યો છે.
આ પણ વાંચો:

