અફઘાનિસ્તાનની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક, નૂર ખાન એરબેઝ સહિત કેટલાક સૈન્ય ઠેકાણાને ભારે નુકસાન
પાકિસ્તાનના હવાઇ હુમલાનો અફઘાનિસ્તાને આપ્યો જડબાતોડ જવાબ, નૂર ખાન એરબેઝ સહિતના સૈન્ય એરબેઝને નિશાન બનાવ્યા.

By IANS
Published : March 2, 2026 at 10:27 AM IST
કાબુલ: અફઘાનિસ્તાન વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને અનેક સૈન્ય ઠેકાણા પર હવાઇ હુમલા કર્યા છે. દેશના સંરક્ષણ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે સચોટ અને સારી રીતે નિર્દેશિત હવાઇ ઓપરેશનમાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. આ હુમલા બાદ બન્ને પાડોશી દેશો વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા છે.
X પર શેર કરવામાં આવેલા એક નિવેદનમાં, અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ હુમલામાં રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, બલૂચિસ્તાનના ક્વેટામાં 12મા ડિવિઝન હેડક્વાર્ટર અને ખૈબર પખ્તૂનખ્વાની મોહમ્મદ એજન્સીમાં ખ્વાઝાઇ કેમ્પ સામેલ છે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો કે ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં કેટલાક અન્ય સૈન્ય કમાન્ડ સેન્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રાથમિક આકલનના આધાર પર હુમલાઓએ ટાર્ગેટને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. આ ઓપરેશન પાકિસ્તાની સેનાની તાજેતરની હવાઇ ઘુસણખોરીના જવાબમાં કરવામાં આવી છે જેમાં કાબુલ, બગરામ પર હુમલો કરવામાં આવ્યો હતો.
મંત્રાલય તરફથી ભાર આપતા કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન તરફથી અફઘાન એરસ્પેસનું કોઇ ઉલ્લંઘન અથવા આક્રમકતાની હરકત કરવા પર ઝડપી, નિર્ણાયક અને યોગ્ય જવાબ આપવામાં આવશે.'
આ પહેલા ઇસ્લામાબાદે અફઘાન અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સરહદ પાર થયેલી અથડામણ બાદ અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વિરૂદ્ધ ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી હતી. પાકિસ્તાને શુક્રવારે કાબુલ અને કંધહારમાં એરસ્ટ્રાઇક કરી હતી, તેના કેટલાક કલાક બાદ અફઘાન દળોએ કથિત રીતે પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો.
રાવલપિંડી પાસે નૂર ખાન એરબેઝ પાકિસ્તાની વાયુસેનાનું એક મહત્ત્વપૂર્ણ એરબેઝ છે. આ પહેલા, મે 2025માં ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન આ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું.
અફઘાનિસ્તાન મીડિયાના આઉટલેટ TOLO ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તાલિબાને દાવો કર્યો કે સેનાના જવાબી હુમલામાં 32 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.
મંત્રાલય અનુસાર, આ ઓપરેશન 203 મંસૂરી, 201 સિલાબ અને 205 અલ-બદ્ર કોરે કર્યું હતું જેમાં 10 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા અને 10 ઘાયલ થયા હતા અને ચાર સૈન્ય ચોકીઓને પણ નષ્ટ કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે અફઘાનિસ્તાનની સેનાઓએ પાકિસ્તાની સેનાના બે ડ્રોન પણ તોડી પાડ્યા છે, તેમણે કહ્યું, "દેશની સંરક્ષણ સેનાઓએ રવિવાર રાત્રે 203 મંસૂરી, 201 ખાલિદ બિન વલીદ અને 205 અલ-બદ્ર કૉર્પ્સની લીડરશિપમાં નંગરહાર, પક્તિયા, ખોસ્ત અને કંધહાર પ્રાંતમાં દુશ્મન વિરૂદ્ધ લેજર હથિયાર અને એડવાન્સ્ડ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને જવાબી હુમલા શરૂ કર્યા છે.
આ પણ વાંચો:

