ઇન્ડોનેશિયામાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 6.2 તીવ્રતા માપવામાં આવી
ઇન્ડોનેશિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે.

Published : March 3, 2026 at 12:38 PM IST
જકાર્તા: ઇન્ડોનેશિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. જોકે, અત્યારે કોઇ નુકસાનના સમાચાર નથી. ઇન્ડોનેશિયન સરકાર ભૂકંપથી થયેલા નુકસાન વિશે તપાસ કરી રહી છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) અનુસાર ઇન્ડોનેશિયામાં સવારે 10:26:47 પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.
An earthquake with a magnitude of 6.2 on the Richter Scale hit Indonesia at 10:26:47 IST today: National Centre for Seismology (NCS) pic.twitter.com/zWLB7GAkyL
— ANI (@ANI) March 3, 2026
AFPના રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયામાં સુમાત્રા ટાપુ પર ભૂકંપ આવ્યો હતો. અચાનક ધરતી હલવા લાગતા લોકો ડરી ગયા હતા. જોકે, અત્યારે કોઇ મોટા નુકસાનના સમાચાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપ સુમાત્રાના ઉત્તર-પૂર્વમાં આવ્યો હતો. લોકો ભૂકંપ આવતા જ ઘરની બહાર આવી ગયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાય છે.
ઇન્ડોનેશિયાના BMKG ભૂકંપ અને સુનામી સેન્ટરના હેડ રહમત ટ્રાયોનોએ જણાવ્યું કે, સિમુલુએ આઇલેન્ડ અને આચેહના પૂર્વ દરિયા કિનારામાં લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા હશે જેમાં બારી અને દરવાજા ખખડાયા હશે, તેમણે વધુમાં કહ્યું કે, સુનામીનો કોઇ ખતરો નથી. સુમાત્રાના ઉત્તર-પૂર્વમાં સામાન્ય ઝટકા અનુભવાયા હતા. આ મોટા આઇલેન્ડ ગ્રુપ ધરાવતા દેશમાં અવાર નવાર ભૂકંપ આવે છે કારણ કે આ પેસિફિક 'રિંગ ઓફ ફાયર'માં છે. આ ભૂકંપની ગતિવિધિનો એક ચાપ છે જ્યાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જે જાપાનથી દક્ષિણ-પૂર્વ એશિયા અને સમગ્ર પેસિફિક બેસિન સુધી ફેલાયેલી છે. 2004માં, આચેહ પ્રાંતમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી જેમાં ઇન્ડોનેશિયામાં 170,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો:

