ટ્રમ્પ સામે નારાજગી, અમેરિકાના 25 રાજ્યોએ ટ્ર્મ્પના ટેરિફ દર વિરૂદ્ધ કોર્ટમાં કર્યો કેસ
અમેરિકાના 25 રાજ્યોએ ટ્રંપના ટેરિફ વિરુદ્ધમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, કહ્યું કે નવા ટેરિફ કાયદાકીય અધિકારનો દૂરપયોગ છે.

Published : August 4, 2026 at 11:46 AM IST
ન્યુ યોર્ક: 25 રાજ્યોના એક ગઠબંધને ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. કોર્ટના દસ્તાવેજ મુજબ, તેમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 60 પ્રોડક્ટ પર નોંધપાત્ર નવા ટેરિફ લાદીને તેમના કાનૂની અધિકારનો દુરુપયોગ કર્યો છે.
અમેરિકા કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં દાખલ કરાયેલી ફરિયાદમાં હાલમાં જ લાગૂ કરાયેલા 10 ટકા કે 12.05 ટકા ટેરિફને પડકારવામાં આવ્યો છે. જે અસરગ્રસ્ત દેશોમાંથી આયાત કરાયેલા મોટાભાગના માલ પર તાજેતરમાં લાદવામાં આવ્યો છે. રાજ્યો અનુસાર, આ દેશો મળીને અમેરિકા આયાતનો 99.4% હિસ્સો ધરાવે છે.
શિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ગઠબંધન કોર્ટને ટેરિફને રોકવા, તેને ગેરકાયદેસર જાહેર કરવા અને અગાઉ ચૂકવેલી ડ્યુટીના રિફંડનો ઓર્ડર આપવા માટે કહી રહ્યું છે. આ કાનૂની પડકાર ફેડરલ કોર્ટ દ્વારા અલગ-અલગ કાયદાકીય ફ્રેમવર્ક હેઠળ લગાવેલા બે જૂના વર્ઝને ફગાવ્યા બાદ ટ્રમ્પની મોટી ટેરિફ સિસ્ટમને જાળવી રાખવા માટે એડમિનિસ્ટ્રેશનના પ્રયાસ પર કેન્દ્રીત છે.
રાજ્યોની દલીલ છે કે ફેડરલ અધિકારીઓએ 1974ના વેપાર કાયદાની કલમ 301 અને ફરજીયાત મજૂરીની ચિંતાઓનો ઉપયોગ માત્ર એક બહાના હેઠળ કરવામાં આવ્યો, જેથી લગભગ તેવી જ વૈશ્વિક ડ્યૂટીને ફરી ઝડપથી લાગુ કરી શકાય જેને સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં પહેલાથી જ રદ કરી દીધી હતી.
ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગેરકાયદે ટેરિફ મહેનતુ પરિવારો પરના ટેક્સ સિવાય બીજું કંઈ નથી, જેના કારણે કરિયાણું, ઘરગથ્થુ આવશ્યક ચીજવસ્તુઓ, મકાન સામગ્રી અને અસંખ્ય રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો થાય છે, જેના પર ન્યૂ યોર્કવાસીઓ નિર્ભર છે."
ઓરેગોનના એટર્ની જનરલ ડેન રેફીલ્ડે પણ આ જ વાત કહી, અને સ્થાનિક સમુદાયો પર પડનારી આર્થિક અસર પર ભાર મૂક્યો. રેફીલ્ડે એક્સ પર લાખ્યું, "આજે અમે ટ્રમ્પના ગેરકાયદેસર ટેરિફ સામે અમારો ત્રીજો કેસ દાખલ કરી રહ્યા છીએ," "ફરી એકવાર, રાષ્ટ્રપતિ ઓરેગોનના પરિવારો અને નાના વ્યવસાયો માટે રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો કરી રહ્યા છે, અને ફરી એકવાર, અમે તેમને રોકવા માટે એક મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છીએ."
ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ, વહીવટીતંત્ર ફરી એકવાર ટેરિફના એક નવા રાઉન્ડ સાથે પરિવારો અને વ્યવસાયો પર ગેરકાયદેસર રીતે કર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે." વ્હાઇટ હાઉસે ગઠબંધનની દલીલોને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે કલમ 301 ટેરિફ રાષ્ટ્રપતિના પ્રથમ કાર્યકાળથી કાયદેસર રીતે ટકાઉ ટૂલ સાબિત થયું છે અને વર્તમાન વહીવટ હેઠળ પણ તેમ ડ છે.
સોમવારે જાહેર દાવામાં ન્યૂ યોર્કની સાથે સાથે એરિઝોના, કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેયર, હવાઈ, ઇલિનોઇસ, કેન્ટુકી, મેસેચ્યુસેટ્સ, મેરીલેન્ડ, મેઈન, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂ જર્સી, ન્યૂ મેક્સિકો, નોર્થ કેરોલિના, ઓરેગોન, પેન્સિલવેનિયા, રોડ આઇલેન્ડ, વર્જિનિયા, વર્મોન્ટ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. સોમવારનો દાવો (યુએસ સ્થાનિક સમય) નવી ડ્યૂટી માટે ઓછામાં ઓછો બીજો મોટો કાનૂની પડકાર છે.
નાના વ્યવસાયોના એક જૂથે અગાઉ વહીવટીતંત્ર પર કેસ કર્યો હતો, તેમા આજ પ્રકારની દલીલ કરવામાં આવી હતી, કે ટ્રમ્પ પોતાના વ્યાપક ટેરીફ એજેન્ડાને સુપ્રીમ કોર્ટ દ્વારા અમાન્ય ઠેરવવાથી બચવા માટે નવી કાનૂની સત્તાનો ઉપયોગ કરી શકતા નથી.

