'ટૉક્સિક'ની રિલીઝ ડેટ બદલાઇ, ઇદ પર 'ધુરંધર-2' સાથે નહીં ટકરાય; મેકર્સે કેમ લીધો આ નિર્ણય
યશની ફિલ્મ ટૉક્સિક 19 માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે તારીખ બદલવામાં આવી છે.

Published : March 4, 2026 at 1:46 PM IST
હૈદરાબાદ: વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક યશ સ્ટારર ફિલ્મ 'ટૉક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'ની રાહ ફેન્સ જોઇ રહ્યા છે. યશ ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત આવી રહ્યો છે. ફિલ્મ ટૉક્સિકને લઇને આજે 4 માર્ચે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના મેકર્સે ટોક્સિકની રિલીઝ ડેટ બદલી નાખી છે. ફિલ્મ 19 માર્ચ 2026માં રિલીઝ થવાની હતી પરંતુ આ દિવસે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' આવી રહી છે. મેકર્સે યશની ફિલ્મ ટોક્સિકની રિલીઝ ડેટ બદલતા રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર-2' સાથેની ટક્કર ટળી ગઇ છે.
ટૉક્સિકની રિલીઝ ડેટ કેમ બદલાઇ?
મેકર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મ ટૉક્સિકની રિલીઝ ડેટ બદલવાનું કારણ આપતા લખ્યુ, "ટૉક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ" એક એવી ફિલ્મ છે જેને આપણે વૈશ્વિક દર્શકો માટે થિયેટરમાં બતાવવાની પરિકલ્પના સાથે બનાવી હતી. કન્નડ અને અંગ્રેજીમાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મ દેશ અને દુનિયાભરના દર્શકો સાથે જોડાવાના દ્રઢ વિશ્વાસ સાથે બનાવવામાં આવી છે. વર્ષોની મહેનત બાદ 19 માર્ચે પોતાની ફિલ્મને રિલીઝ કરવા આતુર હતા. જોકે, વર્તમાન અનિશ્ચિતતા, ખાસ કરીને મિડલ ઇસ્ટમાં એક એવી સ્થિતિ ઉભી થઇ છે જે વ્યાપક દર્શકો સુધી પહોંચવા અને તેની સાથે જોડાવાના લક્ષ્યને પ્રભાવિત કરે છે.
હવે ક્યારે ફિલ્મ રિલીઝ થશે?
મેકર્સે વધુમાં જણાવ્યું કે, 'પોતાના સહયોગીઓ અને દર્શકોના હિતમાં, અમે કઠિન પરંતુ સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય લીધો છે. અમે તમારી સમજ અને ધીરજ માટે આભાર માનીએ છીએ અને તમારા નિરંતર પ્રેમ અને સમર્થનની આશા કરીએ છીએ. ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ હવે 4 જૂન 2026માં અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં વર્લ્ડવાઇડ થિયેટરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો:

