ETV Bharat / entertainment

'કિરીશ કા ગાના સુનેગા...' રાતોરાત સોશિયલ મીડિયામાં છવાયો આ યુવક

સોશિયલ મીડિયા પર ચોતરફ એક એવા યુવકની ચર્ચા થઈ રહી છે. જે વર્ષ 2006માં આવેલી ઋત્વિક રોશનની ફિલ્મ ક્રિશનું સોંગ ગાય રહ્યો છે.

રાતોરાત સોશિયલ મીડિયામાં છવાયો આ કિશોર
રાતોરાત સોશિયલ મીડિયામાં છવાયો આ કિશોર (વાયરલ વીડિયોનો સ્ક્રીન શોટ)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 4, 2026 at 12:57 PM IST

|

Updated : January 4, 2026 at 1:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ રાતોરાત સ્ટાર બની શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવી મીમ વાયરલ થઈ રહી છે, જેમાં એક કિશોર ઋત્વિક રોશનની વર્ષ 2006માં આવેલી ફિલ્મ "ક્રિશ"નું "દિલ ના દિયા" ગીત ગાતો જોવા મળે છે.

આજે સોશિયલ મીડિયા પર ચોતરફ આ યુવકની ચર્ચા થઈ રહી છે. 19 વર્ષ પહેલા ઋત્વિક રોશનની આવેલી ફિલ્મ ક્રિશનું ગીત 'દિલ ના દીયા, પોતાના અંદાજમાં ગાઈ રહેલા આ ગીતનો વીડિયો વાયરલ થઈ ગયો, ત્યાર બાદ આ કિશોરના ગાયેલા ગીતની અસંખ્ય રિલ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર 'ક્રિશ કા ગાના સુનેગા.. લે બેટા' વાયરલ વીડિયોમાં નજરે પડનારા આ યુવકનું સાચું નામ પિન્ટુ પ્રસાદ છે, પિન્ટુ ઝારખંડના જમશેદપુરનો રહેવાશી છે, હવે તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પિન્ટુની સાચી, પ્રામાણિક ખુશી કેદ થઈ છે. ક્લિપમાં તે લોકો પાસે જાય છે અને કહે છે કે, 'કિરીશ કા ગાના સુનેગા... લે બેટા' પછી તે ઋત્વિક રોશનની ફિલ્મ ક્રિશનું ગીત દિલ ના દિયા પર જબરદસ્ત ગીત ગાય છે અને ડાન્સ મુવ્સ કરે છે, તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તરખાટ મચાવી રહ્યો છે અને ચોતરફ બસ આ વીડિયોની જ ચર્ચા થઈ રહી છે.

  1. 'મારી ભૂલ છે હું સ્વીકાર કરું છું', સુરતમાં રસ્તો રોકીને ફટાકડા ફોડનાર બિઝનેસમેન સામે ગુનો નોંધાયો
Last Updated : January 4, 2026 at 1:04 PM IST