ETV Bharat / entertainment

વેલકમ 3 ટ્રેલર: ભારતની પહેલી 2000 કરોડી 'ફેક' ફિલ્મમાં હશે ફુલ ધમાલ, ગામના લોકોને બચાવવા નીકળી અક્ષયની આર્મી

'વેલકમ સીરિઝ'ની ત્રીજી ફિલ્મમાં સ્ટાર્સની ભરમાર જોવા મળશે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થશે

'વેલકમ સીરિઝ'ની ત્રીજી ફિલ્મમાં સ્ટાર્સની ભરમાર જોવા મળશે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થશે
'વેલકમ સીરિઝ'ની ત્રીજી ફિલ્મમાં સ્ટાર્સની ભરમાર જોવા મળશે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થશે (Poster)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 11, 2026 at 5:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: YRF સ્ટુડિયોમાં એક મોટી ઈવેન્ટમાં 'વેલકમ ટુ ધ જંગલ'નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું, આ ફિલ્મ 'વેલકમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. આ ફિલ્મ પોતાની મોટી સ્ટારકાસ્ટના લીધે પહેલેથી જ ચર્ચામાં છે. હવે ટ્રેલર વિશે નવી જાણકારીએ અક્ષય કુમારની આ કૉમેડી ફિલ્મ માટેનો લોકોમાં ઉત્સાહ વધારી દીધો છે.

અક્ષય કુમારે ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર 'વેલકમ ટુ ધ જંગલ'નું ટ્રેલર અપલોડ કર્યું અને કેપ્શનમાં લખ્યું, 'ટેન્શન દૂર, જંગલનું ગાંડપણ શરૂ. તમારી બધી ચિંતાઓ દૂર કરવા આવી ગયું છે જબરદસ્ત સ્ટ્રેસ બસ્ટર, વેલકમ ટુ ધ જંગલ - થિએટર્સમાં ધમાલ શરૂ થશે 26 જૂનથી.'

'વેલકમ ટુ ધ જંગલ' ટ્રેલર

'વેલકમ ટુ ધ જંગલ'નું ટ્રેલર 4 મિનિટ અને 10 સેકન્ડનું છે, જેમાં કોમેડી, અફરાતફરી અને કન્ફ્યૂઝનનું શાનદાર મિશ્રણ છે. ટ્રેલરની શરૂઆત "ભારતની પ્રથમ ₹2000 કરોડની ફેક ફિલ્મ"થી થાય છે, ત્યારબાદ તમામ કલાકારો સાથે એક અનોખું ઈન્ટ્રોડક્શન સૉન્ગ છે. ત્યારબાદ, પરેશ રાવલ અક્ષય કુમારના પાત્રનો પરિચય કરાવે છે; અક્ષય પહેલા એક ટૉપ હીરો હોય છે પણ બાદ એક ફ્લોપનો એક્ટર બની જાય છે.

ટ્રેલરથી ખબર પડે છે કે, ફિલ્મમાં 'વેલકમ'ના પ્રખ્યાત પાત્રો ઉદય અને મજનુના ભાઈઓ પણ છે જેમના રોલસુનીલ શેટ્ટી અને અરશદ વારસીએ ભજવ્યા છે. અક્ષય કુમાર અને આખી ટીમ એક છત નીચે એક ફિલ્મ બનાવવા માટે ભેગા થાય છે. તેમાં મૂળ 'વેલકમ' ના આઇકોનિક 'મજનુ ભાઈ'ની ઝલક પણ દેખાડવામાં આવી છે, જેને અનિલ કપૂરે ભજવ્યું હતું અને ફેન્સને ખૂબ જ પસંદ આવેલું મજનૂ ભાઈનું પેઈન્ટિંગ.

આગળ, પરેશ રાવલનું પાત્ર દર્શાવે છે કે તેઓ આર્મી પર આધારિત એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેના માટે બધાને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ દરમિયાન, લારા દત્તા ચાબુક મારતી જોવા મળે છે. ટ્રેલરમાં એક ગામ બતાવવામાં આવ્યું છે જ્યાં રહેવાસીઓ આર્મી દ્વારા તેમને મુક્ત કરાવવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ તેમના ગામમાં થઈ રહ્યું છે, અને ગામલોકો માને છે કે અસલ આર્મી તેમને મુક્ત કરવા આવી છે.

પછી, જેકી શ્રોફ ખલનાયકની ભૂમિકામાં એન્ટ્રી કરે છે. તે તેના ડાકુઓના ટોળા સાથે ગામમાં ઘૂસી જાય છે અને ગોળીબાર કરે છે. આ દ્રશ્ય દરમિયાન, અક્ષય કુમાર અને સમગ્ર સ્ટાર કાસ્ટ તેની સામે વિનંતી કરતા જોવા મળે છે.

અક્ષય કુમાર ટ્રેલરનો મુખ્ય ભાગ છે. લાંબા સમય પછી અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીનું પુનઃમિલન પણ ટ્રેલરના સૌથી મોટા ચર્ચાસ્પદ મુદ્દાઓમાંનો એક છે. ત્રણેય કલાકારો ફરી એકવાર તેમની ક્લાસિક કેમેસ્ટ્રીનું પ્રદર્શન કરી રહ્યા છે, જે 'હેરા ફેરી' ફિલ્મના તેમના પ્રખ્યાત ત્રિપુટીની યાદોને તાજી કરી રહ્યા છે.

'વેલકમ ટુ ધ જંગલ' ના કલાકારો

આ ફિલ્મ સ્ટાર્સથી ભરપૂર છે. અક્ષય કુમાર ઉપરાંત, ફિલ્મમાં સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અરશદ વારસી, રવિના ટંડન, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, જેકી શ્રોફ, જોની લીવર, રાજપાલ યાદવ, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને દલેર મહેંદી જેવા કલાકારો છે. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 26 જૂન, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: