ETV Bharat / entertainment

‘વેલકમ ટૂ ધ જંગલ’નો બોક્સ ઓફિસ પર ધમાકો: પહેલા વીકેન્ડમાં 100 કરોડની નજીક પહોંચી, ત્રીજા દિવસે સૌથી વધુ કલેક્શન

ત્રીજા દિવસે ભારતમાં 24.75 કરોડની કમાણી, દર્શકોની સંખ્યા 41% પર પહોંચી – ‘વેલકમ ફ્રેન્ચાઇઝી’ની ત્રીજી ફિલ્મનો રેકોર્ડ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 29, 2026 at 1:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'એ બોક્સ ઓફિસ પર પોતાના પહેલા જ વીકેન્ડમાં શાનદાર સફળતા મેળવી છે. ફિલ્મે ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણીનો સિલસિલો જાળવી રાખ્યો છે. ઇન્ડસ્ટ્રી ટ્રેડ ટ્રેકર સેકનિલ્ક અનુસાર, ફિલ્મે ભારતમાં ત્રીજા દિવસે 24.75 કરોડ રૂપિયાનો નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મના ત્રીજા દિવસે 10867 શો ચાલ્યા, જેથી તેનું કુલ ભારતીય ગ્રોસ કલેક્શન 76.50 કરોડ રૂપિયા અને કુલ નેટ કલેક્શન 63.75 કરોડ રૂપિયા થયું છે.

આ ફિલ્મે ત્રીજા દિવસે વિદેશોમાં પણ 6 કરોડ રૂપિયાની કમાણી કરી, જેથી તેનું કુલ વિદેશી કલેક્શન 16.70 કરોડ રૂપિયા થયું. આ સાથે, તેનું વર્લ્ડવાઇડ કલેક્શન 93.20 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ તેના પેડ પ્રીવ્યૂ એક દિવસ પહેલા જ શરૂ થઈ ગયા હતા.

ફિલ્મે પહેલા ગુરુવારે પેડ પ્રીવ્યૂ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 2494 શોમાં તેનું ભારતમાં 3.75 કરોડ રૂપિયાનો નેટ કલેક્શન થયું હતું, જેમાં ઓક્યુપેન્સી 26 % રહ્યુ હતું. પહેલા શુક્રવારે ફિલ્મે 10892 શોમાં 15.25 કરોડ રૂપિયાનો કલેક્શન કર્યું, અને ઓક્યુપેન્સી ફરી 26 % રહ્યું. શનિવારે 10396 શોમાં 20 કરોડ રૂપિયાનો નેટ કલેક્શન થયું, ઓક્યુપેન્સી વધીને ૩૩ % થઈ. ત્રીજા દિવસે ફિલ્મે 24.75 કરોડ રૂપિયાનો કલેક્શન કર્યો, અને ઓક્યુપેન્સી 41 ટકા પર પહોંચી ગઈ.

દિવસ રિલીઝનો દિવસ ઇન્ડિયા નેટ કલેક્શન શો ઓક્યુપેન્સી રેટ
દિવસ 0પહેલો ગુરુવાર3.75 કરોડ રૂપિયા2,49426%
દિવસ 1પહેલો શુક્રવાર15.25 કરોડ રૂપિયા10,89226%
દિવસ 2પહેલો શનિવાર20 કરોડ રૂપિયા10,39633%
દિવસ 3પહેલો રવિવાર24.75 કરોડ રૂપિયા10,86741%
કુલપહેલું વીકેન્ડ63.75 કરોડ રૂપિયા

સવારના શોમાં 18.23 % દર્શકો હાજર રહ્યા, જે બપોરના શોમાં વધીને 52.68 % અને રાતના શોમાં 65.15 % થઈ ગયા. મેટ્રો સિટીમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં સૌથી વધુ 954 શો ચાલ્યા, જેમાંથી 47.5 % સીટો ભરાયેલી હતી. મુંબઈમાં 752 શો ચાલ્યા અને 49 % સીટો ભરાયેલી હતી, જ્યારે અમદાવાદમાં 595 શો ચાલ્યા અને ત્રણેય શહેરોમાં સૌથી વધુ 58.8 % સીટો ભરાયેલી હતી.

ફિલ્મ વિશે
'વેલકમ ટૂ ધ જંગલ', 'વેલકમ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી સિરીઝ છે, જેમાં સીમા નજીકના જંગલમાં ગુંડાઓ, અપરાધીઓ અને સનકી કિરદારોના એક ગ્રુપની કહાની છે. એક ફિલ્મ શૂટિંગ જેવી દેખાતી શરૂઆત ધીમે-ધીમે અપરાધ, એક્શન અને હાસ્યથી ભરપૂર રોમાંચક ઘટનાઓની સિરીઝમાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં દિગ્ગજ અદાકારા ફરીદા જલાલ પોતાની કમાલની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવી રહી છે. અક્ષય કુમાર ફિલ્મની પૂરી જવાબદારી પોતાના ઉપર ઉઠાવી રહ્યા છે. બાકીના કલાકારોએ પણ ફિલ્મમાં પોતાની કોમેડીથી જાન ભરવાનું કામ કર્યું છે. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, દિશા પટાની, લારા દત્તા અને રવીના ટંડન સહિતના અન્ય કલાકારો પણ છે. આ ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો...

  1. 'વેલકમ ટૂ ધ જંગલ'નું બોક્સ ઓફિસ કલેક્શન: બીજા દિવસે 20 કરોડ, બે દિવસમાં 50 કરોડને પાર
  2. 'લાપતા લેડીઝ'ના એક્ટરે પેમેન્ટ માગ્યું તો મળી જાનથી મારી નાખવાની ધમકી, AICWAએ કરી ફિલ્મમેકર્સ પર FIRની ડિમાન્ડ