ઈરાન પર હુમલા વચ્ચે દુબઈમાં ફસાયા અભિનેતા વિષ્ણુ માંચુ, મિસાઈલોનો વીડિયો કર્યો શેર
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના વધતા હુમલાઓ વચ્ચે, અભિનેતા વિષ્ણુ માંચુએ દુબઈનો એક ચિંતાજનક વીડિયો શેર કર્યો છે, તે હાલમાં તેના પરિવારને મળવા ગયા છે.

Published : March 1, 2026 at 4:37 PM IST
હૈદરાબાદ: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના વધતા હુમલાઓ વચ્ચે, અભિનેતા વિષ્ણુ માંચુએ દુબઈનો એક ચિંતાજનક વીડિયો શેર કર્યો છે, જ્યાં તે હાલમાં તેના પરિવારને મળવા ગયા છે. અભિનેતાએ રાત્રિના આકાશમાં મિસાઈલો પ્રકાશિત કરતી એક વીડિયો પોસ્ટ કરી અને કહ્યું કે મોટા અવાજોથી તેમની નાની બાળકી ડરી ગઈ છે.
શનિવારે (28 ફેબ્રુઆરી) અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા પછી આ વિસ્તારમાં તણાવ ભર્યું વાતાવરણ છે. ઈરાને દાવો કર્યો કે તેણે ઈઝરાયલ અને બહેરીનમાં અમેરિકન લશ્કરી મથકને નિશાન બનાવીને બદલો લેવા માટે હુમલા કર્યા છે. અબુ ધાબી, દુબઈ, કતાર અને કુવૈત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે.
આ તણાવ વચ્ચે, વિષ્ણુ માંચુએ દુબઈમાં તેમના નિવાસસ્થાનની બહારથી રેકોર્ડ કરાયેલ એક વીડિયો પોતાના X (ટ્વીટર) હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં આકાશમાં મિસાઈલો દેખાતી હતી, જેનો અવાજ છેક દુબરની ધરા પર સંભળાય છે. તેમની દીકરી મિસાઈલનો આવાજ સાંભળીને ડરી ગઈ હોય તેવું વીડિયોમાં લાગી રહ્યું છે.
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
X (ટ્વીટર) હેન્ડલ પર વીડિયો શેર કરતા કેપ્શનમાં, અભિનેતાએ લખ્યું, "આજે રાત્રે દુબઈમાં પરિવારની મુલાકાત લઈ રહ્યા છીએ. આકાશમાં મિસાઈલો દેખાઈ રહી છે. મિસાઈલના અવાજે અમારા ઘરને હચમચાવી નાખ્યું છે અને આયરા ડરી ગઈ છે. શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છું. નાગરિકોને સુરક્ષિત રાખવા બદલ UAE સૈન્યનો હું આભારી છું. આવી ક્ષણો આપણને યાદ અપાવે છે કે જીવન ખરેખર કેટલું નાજુક છે. શક્તિ અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છું... હર હર મહાદેવ..."
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સે "ઈરાનમાં મુખ્ય લડાઇ કામગીરી" તરીકે વર્ણવેલ કાર્યવાહી શરૂ કરી છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની વાટાઘાટો સ્પષ્ટ પરિણામ વિના પૂરી થયાના થોડા સમય પછી આ કાર્યવાહી કરવામાં આવી. અમારે ખૂબ મોટો નિર્ણય લેવાનો છે. આપણી પાસે એક એવો દેશ છે જે 47 વર્ષથી લોકોના પગ, હાથ અને ચહેરો ઉડાવી રહ્યો છે. તેઓ જહાજો તોડી રહ્યા છે, લોકોને મારી રહ્યા છે.
હુમલા અને વળતા હુમલાઓ પછી, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે મધ્ય પૂર્વમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ ટ્રેકિંગ નકશા દર્શાવે છે કે ઈરાન, ઇરાક, કુવૈત, ઇઝરાયલ અને બહેરીન ઉપરનું હવાઈ ક્ષેત્ર મોટાભાગે ખાલી હતું. મળતી માહિતી મુજબ, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) બંનેએ સુરક્ષા ચિંતાઓને કારણે આગામી સૂચના સુધી ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દીધી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સસ્પેન્શનના થોડા કલાકોમાં જ, 280 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 250 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
આ પણ વાંચો:

