પીઢ અભિનેત્રી અને પ્લેબેક સિંગર સુલક્ષણા પંડિતનું નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પીઢ અભિનેત્રી અને પ્લેબેક સિંગર સુલક્ષણા પંડિતે લગ્ન કર્યા ન હતા, પરંતુ તેમનું નામ ઘણીવાર સંજીવ કુમાર સાથે જોડવામાં આવતું હતું.

Published : November 7, 2025 at 2:45 PM IST
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી અને પ્લેબેક સિંગર સુલક્ષણા પંડિતનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. અહેવાલો અનુસાર, 71 વર્ષીય સુલક્ષણા પંડિતે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સુલક્ષણા પંડિત અભિનેત્રી વિજયતા પંડિત અને સંગીતકાર જતીન લલિતના બહેન હતા. સુલક્ષણા પંડિતનો જન્મ 1954 માં થયો હતો.
પીઢ અભિનેત્રીના ભાઈ લલિત પંડિતે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સુલક્ષણા પંડિતનું ગુરુવારે સાંજે 7 વાગ્યે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેણીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને થોડા દિવસોથી તેની તબિયત ખરાબ હતી. "અમે તેણીને નાણાવટી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું," તેમણે કહ્યું કે, સુલક્ષણાએ 1975 માં સંજીવ કુમાર સાથે ફિલ્મ "ઉલઝન"થી ડેબ્યૂ કર્યું હતું અને રાજેશ ખન્ના, શશી કપૂર અને વિનોદ ખન્ના જેવા ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં "સંકોચ," "હેરા ફેરી," "ખાનદાન," અને "ધરમ કાંતા"નો સમાવેશ થાય છે.
STORY | Veteran actor-singer Sulakshana Pandit dies at 71
— Press Trust of India (@PTI_News) November 6, 2025
Veteran playback singer and actor Sulakshana Pandit, known for movies like " uljhan" and "chehre pe chehra", died on thursday due to cardiac arrest, brother lalit pandit confirmed the news. she was 71.
read:… pic.twitter.com/scPEHTCSwU
પ્લેબેક સિંગર તરીકે, સુલક્ષણા પંડિતે "તુ હી સાગર તુ હી કિનારા," "પરદેશિયા તેરે દેશ મેં," "બેકરાર દિલ તુટ ગયા," "બંધી રે કહે પ્રીત," અને "સોમવાર કો હમ મિલે." જેવા હિટ ગીતો ગાયા. તેઓ હરિયાણાના હિસારમાં એક સંગીત પરિવારમાંથી આવી હતી. પંડિત જસરાજ તેમના કાકા હતા.
અહેવાલો અનુસાર, સુલક્ષણાએ નવ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને 1967માં તેમના ભાઈ મનદીપ સાથે તેમની સંગીત કારકિર્દીની શરૂઆત કરી. તેમના ત્રણ ભાઈ-બહેન છે, જેમાં જતીન પંડિત, લલિત પંડિત અને પીઢ અભિનેત્રી વિજયા પંડિતનો સમાવેશ થાય છે.
1975માં, તેમને ફિલ્મ સંકલ્પના ગીત "તુ હી સાગર તુ હી કિનારા" માટે ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક એવોર્ડ મળ્યો હતો. તેના અંગત જીવનની વાત કરીએ તો સુલક્ષણા પંડિત અપરિણીત છે. તેમનું નામ ઘણીવાર પીઢ અભિનેતા સંજીવ કુમાર સાથે જોડવામાં આવતું હતું, જેનું પણ 6ઠ્ઠી નવેમ્બરે અવસાન થયું હતું.

