TVK ચીફ થલપતિ વિજયની પત્નીએ ડિવોર્સ માટે કરી અરજી, એક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ
એક્ટર અને TVK ચીફ વિજયના પત્ની સંગીથાએ તમિલનાડુની ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે.

Published : February 27, 2026 at 6:56 PM IST
અમદાવાદ: સાઉથના સુપર સ્ટાર અને ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેલા TVK ચીફ થલપતિ વિજય પર તેમની પત્નીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. એક્ટર પાસેથી ડિવોર્સ લેવા માટે પત્નીએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એક્ટર વિજય અને તેમની પત્ની સંગીથાનું લગ્નજીવન 27 વર્ષ બાદ તૂટવાની અણીએ પહોંચ્યું છે.
એક્ટરનું અફેર હોવાનો આક્ષેપ
ANIના રિપોર્ટ મુજબ, એક્ટર અને TVK ચીફ વિજયના પત્ની સંગીથાએ તમિલનાડુની ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે. તેમની અરજીમાં સંગીથાએ એક્ટર વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેર (એક્ટ્રેસ સાથે) હોવાનો આરોપ લગાવ્યો છે અને તેના આધારે ડિવોર્સની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, થલપતિ વિજયના લગ્ન 1999માં સંગીથા સાથે થયા હતા. તેમના બે સંતાનો પણ છે.
Tamil Nadu | Actor & TVK chief Vijay’s wife, Sangeetha, has filed a petition for divorce in the Chengalpattu family court. In her petition, Sangeetha has accused Vijay of having an extramarital relationship (with an actress) and has sought divorce on those grounds.
— ANI (@ANI) February 27, 2026
વિજય એક્ટિંગમાંથી સંન્યાસ લઈ રાજનીતિમાં સક્રિય
એક્ટર વિજયે તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026 પહેલા જ એક્ટિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને 'જન નાયક' તેમની છેલ્લી ફિલ્મ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેઓ હવે જનતાની સેવા કરવા માગે છે અને તેટલા માટે જ રાજનીતિમાં આગળ વધી રહ્યા છે. તેમણે 2014માં પોતાની રાજકીય પાર્ટી તમિલાગા વેટ્રી કજમ (TVK)ની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો:

