ETV Bharat / entertainment

New Year 2026: ઘરે આરામદાયક રાત વિતાવવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 10 ફિલ્મ છે પરફેક્સ ચોઇસ

બોલિવુડની મનપસંદ ફિલ્મોથી લઇ હોલીવુડની આરામદાયક ફિલ્મો સુધી, 10 એવી ફીલ ગુડ ફિલ્મોની યાદી છે જે ઘરે આરામદાયક નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે યોગ્ય છે.

આ નવા વર્ષમાં જોવા માટે શ્રેષ્ઠ બોલિવુડ અને હોલીવુડ ફિલ્મો
આ નવા વર્ષમાં જોવા માટે શ્રેષ્ઠ બોલિવુડ અને હોલીવુડ ફિલ્મો (Film Posters)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 1:01 PM IST

4 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: નવા વર્ષની પૂર્વ સંધ્યા આનંદ માણવા માટે ઘોંઘાટીયા કે ભીડભાડવાળી હોવી જરૂરી નથી. મોટી પાર્ટીઓ અને ભીડભાડવાળી ક્લબો કંટાળાજનક હોઇ શકે છે. જ્યારે ઘરની એક શાંત રાત ઘણીવાર વધુ આરામદાયક હોય છે.તમે થોડા મિત્રોને મૂવી મેરેથોન માટે આમંત્રિત કરી શકો છો અથવા ટેકઅવે સાથે એકલા રહી શકો છો. ઘરે નવા વર્ષની પૂર્વ સંધ્યા વિતાવવી એ પણ એટલી જ મજાની હોઈ શકે છે. બસ તમારે આ નક્કી કરવાનું છે કે શું જોવું.

ચાહકોની મનપસંદ ફિલ્મોથી લઇને ફીલ-ગુડ ફિલ્મો સુધી, અહીં 10 ફિલ્મો છે જે મિત્રો અથવા પરિવાર સાથે આરામદાયક રાત માટે પરફેક્ટ છે.

હેપી ન્યૂ યર (2014)

સ્ટ્રીમિંગ: Netflix

કલાકારો: દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, સોનુ સૂદ, બોમન ઈરાની, વિવાન શાહ, જેકી શ્રોફ

હેપ્પી ન્યૂ યર એવા લોકોની વાત છે જે જીવનમાં નિષ્ફળ ગયા છે. તે ભેગા થાય છે અને ધીમે ધીમે એક મજબૂત ટીમ બને છે. આ દરમિયાન તે શહેર અને દુનિયાના લોકોનો પ્રેમ જીતી લે છે. આ બધું ત્યારે તાય છે જ્યારે તેઓ અત્યાર સુધીની સૌથી મોટી હીરાની ચોરીની યોજના બનાવે છે અને તેને ચોરવાનો પ્રયાસ કરે છે.

દિલ ચાહતા હૈ (2001)

સ્ટ્રીમિંગ: પ્રાઇમ વીડિયો

કલાકારો: આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, પ્રીતિ ઝિન્ટા, સોનાલી કુલકર્ણી, ડિમ્પલ કાપડિયા

દિલ ચાહતા હૈ ત્રણ પાક્કા મિત્ર આકાશ, સમીર અને સિદ્ધાર્થની વાર્તા છે, અને કોલેજ પછી તેમની મિત્રતાની કસોટી કેવી રીતે થાય છે. સમીર, જે દયાળુ અને લાગણીશીલ છે, પૂજા સાથે પ્રેમમાં પડે છે, પરંતુ તે તેના પ્રેમનો સ્વીકાર કરતી નથી. સિદ્ધાર્થને તારા નામની તેનાથી મોટી અને છૂટાછેડા લીધેલી યુવતી સાથે પ્રેમ થઇ જાય છે. ભલે તેના મિત્ર અને પરિવાર આ સંબંધને સપોર્ટ કરતા નથી. આ વચ્ચે આકાશ ઓસ્ટ્રેલિયા જાય છે, જ્યાં તે શાલિનીને મળે છે, જેને તેણે ભૂતકાળમાં દુ:ખ પહોંચાડ્યું હતું અને તેની ભૂલો સમજાય છે. આ ફિલ્મ બતાવે છે કે પ્રેમ અને જીવન મિત્રતા કેવી રીતે બદલી નાંખે છે.

ઝિંદગી ના મિલેગી દોબારા (2011)

સ્ટ્રીમિંગ: પ્રાઇમ વીડિયો

કલાકારો: હૃતિક રોશન, અભય દેઓલ, ફરહાન અખ્તર, કેટરિના કૈફ, કલ્કી કોચલીન

આ ફિલ્મ ત્રણ બાળપણના મિત્રો, અર્જુન, કબીર અને ઇમરાનની આસપાસ ફરે છે, જેઓ ત્રણ અઠવાડિયાની રોડ ટ્રીપ માટે ફરીથી મળે છે. તેઓ સ્પેન જાય છે, જ્યાં તેઓ લૈલાને મળે છે. તે અર્જુન સાથે પ્રેમમાં પડે છે અને તેને રિલેક્સ કરવા અને ફક્ત કામ વિશે વિચારવાનું બંધ કરવામાં મદદ કરે છે. કબીર તેની મંગેતર, નતાશા સાથેના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરે છે. ઇમરાન તેના વાસ્તવિક પિતાને શોધવા અને મળવા માંગે છે, જે એક કલાકાર છે. વાર્તા તેમની સફર, મિત્રતા અને પર્સનલ બદલાવને દર્શાવે છે.

3 ઇડિયટ્સ (2009)

સ્ટ્રીમિંગ: પ્રાઇમ વીડિયો

કલાકારો: આમિર ખાન, આર. માધવન, શરમન જોશી, કરીના કપૂર, બોમન ઈરાની, મોના સિંહ, ઓમી વૈદ્ય

૩ ઇડિયટ્સ બે સમયગાળાની વાર્તા કહે છે, એક વર્તમાન સમયનો અને બીજો દસ વર્ષ પહેલાંનો.આ એક એન્જિનિયરિંગ કોલેજના ત્રણ મિત્રોની કહાની છે અને રસપ્રદ રીતે ભારતની કઠોર શિક્ષણ પ્રણાલીની ટીકા કરે છે.

ડિયર ઝિંદગી (2016)

સ્ટ્રીમિંગ: Netflix

કલાકારો: આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, ઇરા દુબે, કુણાલ કપૂર, અંગદ બેદી, અલી ઝફર

આ વાર્તા કાયરા નામની એક યુવા સિનેમેટોગ્રાફરની છે, જે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં સેલ્ફ-ડાઉટ સામે ઝઝુમી રહી છે, જે ડૉ. જગ સાથે થેરેપી બાદ જીવનને અલગ રીતે જોવાનું શરૂ કરે છે.

ઇંગ્લિશ વિંગ્લિશ (2012)

સ્ટ્રીમિંગ: પ્રાઇમ વિડીયો

કાસ્ટ: શ્રીદેવી, આદિલ હુસૈન, મહેદી નેબ્બુ, પ્રિયા આનંદ

આ ફિલ્મ શશી ગોડબોલેની આસપાસ ફરે છે, જે એક નાના ઉદ્યોગસાહસિક છે જે નાસ્તા અને મીઠાઈઓ બનાવે છે. શશી તેના પતિ અને પુત્રીને અંગ્રેજી ભાષાના અભાવની મજાક ઉડાવતા અટકાવવા માટે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં એડમિશન લે છે અને આ પ્રક્રિયામાં આત્મસમ્માન મેળવે છે.

વેલકમ (2007)

સ્ટ્રીમિંગ: JioHostStar, પ્રાઇમ વિડિયો

કલાકારો: અનિલ કપૂર, નાના પાટેકર, અક્ષય કુમાર, કેટરિના કૈફ, પરેશ રાવલ, મલ્લિકા શેરાવત

વેલકમની કહાની રાજીવની આસપાસ ફરે છે, જે એક સુંદર સ્ત્રીના પ્રેમમાં પડે છે, પરંતુ પાછળથી તેને ખબર પડે છે કે તેના ભાઇઓ ગેન્ગસ્ટર છે. બન્ને ગુંડા રાજીવને મળે છે, જે એક ઇજ્જતદાર પરિવારનો છે અને પોતાની બહેનના લગ્ન તેની સાથે કરાવવા માંગે છે. જોકે, જ્યારે રાજીવના કાકા આ સંબંધનો ઇનકાર કર છે તો કેટલીક રસપ્રદ સ્થિતિ ઉભી થાય છે.

બ્રાઇડ્સમેઇડ્સ (2011)

સ્ટ્રીમિંગ: નેટફ્લિક્સ

કલાકાર: ક્રિસ્ટન વિગ, માયા રુડોલ્ફ, રોઝ બાયર્ન, વેન્ડી મેકલેંડન-કોવે, એલી કેમ્પર, મેલિસા મેકકાર્થી, ક્રિસ ઓ'ડાઉડ

બ્રાઇડ્સમેઇડ્સ એક પેસ્ટ્રી શેફ વિશે છે જેનું જીવન ત્યારે તૂટી પડે છે જ્યારે તે દુલ્હનની સૌથી નજીકની મિત્ર બનવા માટે બીજી બ્રાઇડ્સમેઇડ સાથે મુકાબલો કરે છે. આ ફિલ્મ કોમેડીમાં મહિલાઓ વિશેની ચર્ચામાં આ ફિલ્મ એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની હતી, અને ઘણા પબ્લિકેશન્સે તેને 21મી સદીની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક ગણાવી હતી.

હોમ અલોન (1990)

સ્ટ્રીમિંગ: જિયોહોટસ્ટાર

કાસ્ટ: મેકૌલે કલ્કિન, જો પેસ્કી, ડેનિયલ સ્ટર્ન, જોન હર્ડ, કેથરિન ઓ'હારા

"હોમ અલોન" આઠ વર્ષના છોકરા કેવિન મેકકેલિસ્ટરની વાર્તા છે, જ્યારે ક્રિસમસ માટે તેનો પરિવાર પેરિસ જાય છે ત્યારે તે ભૂલથી પાછળ રહી જાય છે. તે શિકાગોમાં પોતાના ઘરમાં એકલો રહે છે અને તેને બે ચોરથી બચાવે છે.

ફ્રોઝન (2013)

સ્ટ્રીમિંગ: જિયોહોટસ્ટાર

વોઇસ કલાકાર: ક્રિસ્ટન બેલ, ઇડિના મેન્ઝેલ, જોનાથન ગ્રૉફ, જોશ ગેડ, સેન્ટિનો ફોન્ટાના

ફ્રોઝનની વાર્તા એરેન્ડેલની રાજકુમારી અન્ના વિશે છે, જે પોતાની બહેન એલ્સાને શોધવા અને તેના રાજ્યને અનંત શિયાળાથી બચાવવા માટે ક્રિસ્ટોફ, રેન્ડીયર સ્વેન અને સ્નોમેન ઓલાફ સાથે પ્રવાસે જાય છે.

આ પણ વાંચો: