ETV Bharat / entertainment

રાજેશ ખન્નાના 'શાપિત' બંગલા 'આશીર્વાદ'ની કહાની, સતત 17 હિટ ફિલ્મ પછી એકાંત અંત સુધી

રાજેશ ખન્નાનો પ્રતિષ્ઠિત બંગલો આશીર્વાદ, ત્યાં રહેનારા ત્રણ બોલિવૂડ સુપરસ્ટાર્સની કારકિર્દી અચાનક ખરાબ થયા બાદ કથિત શાપને કારણે બદનામ થઇ ગયો.

રાજેશ ખન્નાનો આશીર્વાદ બંગલો
રાજેશ ખન્નાનો આશીર્વાદ બંગલો (IANS/ Getty)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 29, 2025 at 2:56 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: શાહરૂખ ખાનના મન્નતથી લઇને અમિતાભ બચ્ચનના જલસા સુધી, બોલિવૂડ સુપરસ્ટાર્સ પાસે દરિયા કિનારે ભવ્ય બંગલાઓ છે. આ જાણીતા સરનામાં પહેલા, એક બંગલો હતો જે અલગ દેખાતો હતો.

મુંબઇના કાર્ટર રોડ પર આવેલું 'આશીર્વાદ' એક સમયે ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું ઘર હતું.ઘણા લોકો આ બંગલાને શાપિત માનતા હતા. બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ જે આ બંગલામાં રહેતા હતા તે ત્રણેયની કારકિર્દી ખરાબ થઇ હતી.

'આશીર્વાદ' બંગલાની કહાની રાજેશ ખન્ના આ ઘરમાં રહેવા આવ્યા તે પહેલા જ શરૂ થઇ હતી. આ બંગલો એક એંગ્લો-ઇન્ડિયન પરિવારનો હતો અને બાદમાં 1950ના દાયકામાં ટોચના એક્ટર ભારત ભૂષણે તેને ખરીદ્યો હતો. ભૂષણ બૈજુ બાવરા અને મિર્ઝા ગાલિબ જેવી ક્લાસિક ફિલ્મો માટે જાણીતા હતા. એક સમય હતો જ્યારે તેઓ દિલીપ કુમાર અને રાજ કપૂરની હરોળમાં ઉભા હતા.

રાજેશ ખન્નાના આ બંગલાને હોન્ટેડ હાઉસ તરીકે ઓળખવામાં આવતું હતું
રાજેશ ખન્નાના આ બંગલાને હોન્ટેડ હાઉસ તરીકે ઓળખવામાં આવતું હતું (Getty images)

બંગલામાં રહેવા ગયા પછી તરત જ તેમનું નસીબ બદલાઈ ગયું. તેમની ફિલ્મો ફ્લોપ થવા લાગી અને પૈસાની તકલીફ શરૂ થઇ ગઇ. દેવામાં ડૂબેલા ભારત ભૂષણે આ ઘર વેચવાની ફરજ પડી. રિપોર્ટ્સ અનુસાર, ત્યારથી લોકોએ આ ઘરને અશુભ કહેવાનું શરૂ કર્યું.

ભારત ભૂષણે બંગલો વેચ્યા બાદ રાજેન્દ્ર કુમાર હવે તેના માલિક હતા, જેમને 'જુબિલી કુમાર' તરીકે ઓળખવામાં આવતા હતા. 1960ના દાયકામાં લગભગ 60,000 રૂપિયામં બંગલો ખરીદ્યો હતો. તે સમયે, રાજેન્દ્ર કુમાર હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક હતા, તેમની ફિલ્મો રેગ્યુલર સિલ્વર જ્યુબિલી મનાવતી હતી પરંતુ ઇતિહાસનું પુનરાવર્તન થયું. રાજેન્દ્ર કુમારની લોકપ્રિયતા આ બંગલામાં રહેવા ગયા પછી ઘટવા લાગી, તેમની ફિલ્મો ફ્લૉપ ગઇ અને દાયકાના અંત સુધીમાં તેમણે પણ ખરાબ નસીબથી બચવા માટે આ બંગલો વેચવો પડ્યો.

આ બંગલામાં રહેવા તે બાદ રાજેશ ખન્ના આવ્યા. 1970ના દાયકાની શરૂઆતમાં રાજેશ ખન્ના પોતાના કરિયરની પીક પર હતા. 3.5 લાખ રૂપિયામાં આ બંગલો તેમણે ખરીદ્યો અને તેનું નામ રાખ્યું 'આર્શીવાદ.' તે સમયે રાજેશ ખન્નાને કોઇ રોકી શકતું નહતું. રાજેશ ખન્નાએ સતત 17 સોલો હિટ ફિલ્મો આપી હતી. ફેન્સ દરરોજ તેમના ઘરની બહાર લાઇન લગાવીને ઉભા રહેતા હતા જેથી તેઓ રાજેશ ખન્નાને તેમની બાલકનીમાંથી હાથ હલાવતા જોઇ શકે. આશીર્વાદ સુપરસ્ટારડમનું પ્રતીક બની ગયું.

પરંતુ સમય જતાં બધું બદલાઇ ગયું. રાજેશ ખન્નાનું સ્ટારડમ ઝાંખું પડવા લાગ્યું, તેમણે પોતાના અંગત જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમ છતાં રાજેશ ખન્નાએ ક્યારેય આશીર્વાદને ના છોડ્યો. 2011માં પોતાના મોત સુધી આ બંગલો તેમનું ઘર રહ્યું. વર્ષોથી, આશીર્વાદને ઇન્ડસ્ટ્રીના લોકોમાં 'ભૂત બંગલા' ઉપનામ મળ્યું. કેટલાક લોકો વિચારતા હતા કે શું આ ઘર ખરેખર શાપિત હતું કે તે માત્ર સંયોગ હતો. બંગલાને આખરે તોડી પાડવામાં આવ્યો અને ફરીથી બનાવવામાં આવ્યો. આટલા વર્ષો પછી પણ તેની કહાની સમાપ્ત થઇ નથી.