WATCH:પિતા શક્તિ કપૂર સાથે હૉસ્પિટલની બહાર જોવા મળી શ્રદ્ધા કપુર, પેપ્સને જોઇને નારાજ થઇ, વીડિયો લેવાનો ઇનકાર કર્યો
શ્રદ્ધા કપુરને પિતા-એક્ટર શક્તિ કપુર સાથે હૉસ્પિટલની બહાર સ્પૉટ કરવામાં આવી છે, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Published : January 2, 2026 at 9:58 PM IST
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુર તેના 73 વર્ષીય પિતા શક્તિ કપુર સાથે મુંબઇની એક હોસ્પિટલમાં જોવા મળી હતી, જેના કારણે તેના ફેન્સ ચિંતિંત થયા હતા. હોસ્પિટલની બહાર શ્રદ્ધા કપુર અને શક્તિ કપુરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં એક વીડિયોએ બધાનું ધ્યાન ખેચ્યું છે. વીડિયોમાં શ્રદ્ધા કપુર પાપારાઝી દ્વારા વીડિયો બનાવાતા નારાજ જોવા મળી હતી.
એક વાયરલ વીડિયોમાં, શ્રદ્ધા કપુર ફ્લોરલ શર્ટ અને બેગી પેન્ટ પહેરેલી તેના પિતા શક્તિ કપુર સાથે હોસ્પિટલ છોડીને જતી જોવા મળી રહી છે. બન્નેએ માસ્ક પહેર્યા હતા. શ્રદ્ધા કપુર પિતાને કાર સુધી લઇ ગઇ હતી અને કારમાં બેસવામાં મદદ કરી હતી.
Shraddha Kapoor and Shakti Kapoor at Bhatiya Hospital Juhu #fyp #viral #foryou #trending #shorts pic.twitter.com/PUK6biSE0M
— important personalities (@ipersonalities0) January 2, 2026
જ્યારે તે કારમાં બેસવાનો પ્રયાસ કરતી હતી ત્યારે અભિનેત્રીએ ફોટોગ્રાફરોને તેના ફોટા લેતા જોયા હતા. શ્રદ્ધાએ આંગળીથી ફોટો ના લેવાનો ઇશારો કર્યો હતો. જોકે, બન્નેના હોસ્પિટલ જવાનું કારણ જાણવા મળ્યું નથી.
નવેમ્બર 2025માં, નાસિક પાસે ઔંધેવાડીમાં તેની આગામી ફિલ્મ, ઈથાના શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપુરને ઈજા થઈ હતી, જેના પરિણામે તેના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ફિલ્મમાં, તે પ્રખ્યાત લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરની ભૂમિકા ભજવે છે, અને તેનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.
23 નવેમ્બરે ફેન્સ સાથે વાત કરતા શ્રદ્ધા કપુરે મજાકમાં તો એવું પણ કહ્યું હતું કે તે ટર્મિનેટરની જેમ ફરી રહી છે. જ્યારે તેને તેની ઇજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "હું ટર્મિનેટરની જેમ ફરી રહી છું. સ્વસ્થ્ય થઇ જશે. મારે ફક્ત થોડો આરામ કરવાની જરૂર છે, પણ હું સ્વસ્થ થઈ જઈશ."
આ પણ વાંચો:

