લગ્ન બાદ સામે આવી શિખર ધવન-સોફીના રિસેપ્શનની તસવીરો, 'ગબ્બર'ની દુલ્હન અપ્સરા જેવી સુંદર દેખાઈ
શિખર ધવને 21 ફેબ્રુઆરીએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, નવદંપતીએ રિસેપ્શનના ફોટા શેર કર્યા.

Published : February 22, 2026 at 5:03 PM IST
હૈદરાબાદ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને એક્ટર શિખર ધવને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે શનિવાર, 21 ફેબ્રુઆરીના રોજ એક ખાનગી લગ્ન સમારોહમાં લગ્ન કરી લીધા. તેઓ દિલ્હીમાં લગ્નગ્રંથિથી જોડાયા. લગ્ન પછી, આ દંપતીએ સોશિયલ મીડિયા પર ખાસ ક્ષણો શેર કરી. આજે, કપલે તેમના ભવ્ય વેડિંગ રિસેપ્શનના ફોટા તેમના ફેન્સ સાથે શેર કર્યા છે.
રવિવારે, શિખર અને સોફીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવી સંયુક્ત પોસ્ટ શેર કરી. આ પોસ્ટ તેમના વેડિંગ રિસેપ્શનની છે. નવદંપતીએ પહેરેલા આઉટફીટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું, જે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા છે. તેમના વેડિંગ રિસેપ્શનના ફોટા પોસ્ટ કરતા, તેમણે પોસ્ટનું કેપ્શન આપ્યું, "મેરે દિલ વીચ હૈ હમ-તુમ."
આ ખાસ સાંજ માટે, શિખર ધવને ક્લાસિક બ્લેક ટેલર સૂટ પસંદ કર્યો. શાર્પ સિલુએટ અને મોનોક્રોમેટિક લુકે "મોર્ડન જેન્ટલમેન"વાળો લૂક આપ્યો. જેમાં શિખર હેંડસમ લાગી રહ્યો હતો.
શિખર ધવનની બાજુમાં ઉભેલી, સોફી શાઇન લાઈટ પિંક લહેંગામાં સુંદર દેખાતી હતી. તેનો લહેંગા એકદમ સ્ટાઇલિશ હતો. બ્લાઉઝમાં ભારે ભરતકામ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્કર્ટ શાઇનિંગ હતો. લાઈટ પિંક કલરે સોફીના ક્લાસિક લહેંગાને વધુ ખાસ બનાવ્યો હતો. તેણે તેના રિસેપ્શન લુકને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે મેચ કર્યો હતો અને તેના વાળ કર્વી વેવ્સ સ્ટાઇલમાં રાખ્ય હતા.
શિખર અને સોફીના વેડિંગ આઉટફીટ પણ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા. સોફીએ ક્રીમ રંગનો, ફ્લોરલ-એમ્બ્રોઇડરીવાળો આઈવરી લહેંગા પહેર્યો હતો. શિખરે, તેની દુલ્હન સાથે ટ્વિનિંગ કરતી શેરવાની પસંદ કરી હતી, આ સાથે તેણે ક્લાસિક સફેદ પાઘડી સાથે મેચ કરી હતી. તેમની પહેલી પોસ્ટ જોઈન્ટ ઇન્સ્ટાગ્રામ જાહેરાત હતી, જેમાં કેપ્શન હતું, "શ્રી અને શ્રીમતી ધવન."
આ કપલ એક વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યું હતું. ધવને મે 2025 માં તેમના રિલેશનને ઓફિશિયલ કર્યા હતા. 12 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની જાહેરાત કરી હતી, જેના પછી સમાચાર આવ્યા હતા કે આ કપલ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. રોહિત શર્મા, તેની પત્ની રિતિકા સાથે પણ નવદંપતીને અભિનંદન આપવા માટે હાજર રહ્યા હતા. સુરેશ રૈના પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:

