સલમાન ખાને બહેન અલવીરા-અર્પિતા સાથે મનાવ્યો રક્ષાબંધનનો તહેવાર, પેપ્સ સામે બતાવ્યો રાખડી બાંધેલો હાથ
રક્ષાબંધનના અવસરે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની રાખડી બતાવતો જોવા મળી રહ્યો છે.

Published : August 28, 2026 at 5:47 PM IST
હૈદરાબાદ: આજે 28 ઓગસ્ટના રોજ સમગ્ર દેશ રક્ષાબંધન મનાવી રહ્યો છે. દરેક લોકો આ ખાસ દિવસને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
પેપ્સે સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન બહેન અલવીરા ખાનના ઘરેથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. પોતાની કારમાં બેસતા પહેલા તેણે પેપરાઝી સામે પોતાની રાખડી બતાવી હતી. તેના હાથ પર રાખડીઓ બાંધેલી જોવા મળી હતી.
આ પહેલા પેપરાજીએ સલમાન ખાનને અલવીરાના ઘરે જતી વખતે સ્પોટ કર્યો હતો. તે હાઈ સિક્યોરિટી સાથે પોતાની બહેનના ઘરે પહોંચ્યો હતો. થોડી વાર પછી તે ઘરની બહાર પોતાની માતાને રિસીવ કરવા માટે બહાર આવ્યો હતો. આ દરમિયાન પેપરાજીએ સુપરસ્ટારને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. તો સલમાને પણ પેપ્સને થમ્સ અપ બતાવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. દબંગ સ્ટાર બ્લેક હેટ, ટેરાકોટા રેડ કલરના ટી-શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેના સિવાય એક્ટરની બહેન અર્પિતા પણ જોવા મળી હતી.
સલમાન ખાનના આગામી પ્રોજેક્ટ્સ
સલમાન ખાન પાસે ઘણા પ્રોજેક્ટ્સ પણ છે. હાલ તે 'માતૃભૂમિ' પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તેની રિલીઝની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં તે ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળશે. તે ફિલ્મમેકર રાજ અને ડીકેના આગામી અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં સુપરહીરોની ભૂમિકા પણ ભજવશે.
આ ઉપરાંત, તે 'મોન્સ્ટર'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર લેડી નયનતારા જોવા મળશે. તાજેતરમાં મેકર્સે આ ફિલ્મમાં બે જાણીતા એક્ટર્સને સામેલ કર્યા છે. રોનિત રોય અને સીમા બિસ્વાસ આ ફિલ્મ સાથે જોડાયા છે. આ ફિલ્મનું નિર્દેશન વામશી પેડિપલ્લીએ કર્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રોનિતનું પાત્ર મજબૂત અને પોઝિટિવ છે. સીમાના પાત્ર વિશે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. મુંબઈમાં શૂટિંગનું શેડ્યૂલ પ્લાન મુજબ ચાલી રહ્યું છે, અને સાથે જ ટીમ ઓક્ટોબરમાં વિદેશમાં શૂટિંગની તૈયારી પણ કરી રહી છે.
આ પણ વાંચો...

