ETV Bharat / entertainment

VIROSH WEDDING: લગ્નની જાહેરાત બાદ ફુલ સ્વેગમાં ઉદયપુર પહોંચ્યા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના, જુઓ

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ તેમના લગ્નની પુષ્ટિ કરી છે અને હવે તેઓ ઉદયપુર જતા જોવા મળ્યા છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા (POSTER)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 23, 2026 at 12:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની જાહેરાત કર્યા પછી, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નની તૈયારીઓ માટે ઉદયપુર પહોંચ્યા છે. ફેન્સ દ્વારા પ્રેમથી "VIROSH" કહેવાતું આ કપલ સોમવારે સવારે હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા જ ખુશ અને ઉત્સાહિત જોવા મળ્યું હતું અને આજે, 23 ફેબ્રુઆરીએ તેઓ ઉદયપુર પહોંચ્યા હતા.

એક દિવસ પહેલા જ, વિજય અને રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક મેસેજ શેર કરીને તેમના લગ્નના સમાચારની પુષ્ટિ કરી. તેમના મેસેજમાં, તેમણે ફેન્સનો આભાર માન્યો કે, તેમણે વર્ષો પહેલા તેમના નામ જોડીને "VIROSH" નામ આપ્યું હતું. તેઓએ લખ્યું, "અમારા પ્રિય મિત્રો, અમે કોઈ પ્લાન બનાવીએ, અમે તમારા માટે કંઈ પસંદ કરીએ, તે પહેલા જ તમે અમારા સાથે હતા, તમે અમને એક નામ આપ્યું, તમે અમને 'VIROSH' કહીને બોલાવ્યા.

પોસ્ટમાં આગળ કહ્યું છે, "તો આજે - દિલથી - અમે અમારા જોડાણને તમને સમર્પિત કરીએ છીએ. અમે તેને 'VIROSHના લગ્ન' કહેવા માંગીએ છીએ. "આટલો બધો પ્રેમ આપવા બદલ આભાર, તમે હંમેશા અમારી સાથે રહેશો, ખુબ ખુબ પ્રેમ અને સ્નેહ." ફેન્સ પ્રત્યે કપલનો આ પ્રેમ તરત જ વાયરલ થઈ ગયો અને ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવવા લાગ્યા.

લગ્નની પુષ્ટિ થતાં જ, આ કપલ ઉદયપુર જવા રવાના થઈ ગયું, જ્યાં લગ્નની વિધિઓ યોજાવાની છે. જોકે તેઓ પોતપોતાની ટીમ સાથે અલગથી એરપોર્ટ પર પહોંચ્યા, પરંતુ બંને ખૂબ જ ખુશ દેખાતા હતા. કેમેરા તેમનો પીછો કરતા હતા, રશ્મિકા હસતી અને શરમાતી જોવા મળી. તે સાદા અને આકર્ષક ડ્રેસકોડમાં જોવા મળી, જેમાં સફેદ શર્ટ સાથે ગ્રે બ્લેઝરનો પહેર્યું હતું. વિજયે સફેદ શર્ટ અને લેધર જેકેટમાં સ્ટાઇલિશ લૂકમાં દેખાયો.

વિજય દેવરકોંડા અને રશ્મિકાની પોસ્ટ
વિજય દેવરકોંડા અને રશ્મિકાની પોસ્ટ (Instagram)

બંનેના લગ્ન 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાશે. ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપે તેવી અપેક્ષા છે. હૈદરાબાદમાં 4 માર્ચે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહિનાઓથી તેમના લગ્નની અફવાઓ ચાલી રહી હતી. તાજેતરમાં, એક લગ્નનું કાર્ડ મોકલવામાં આવ્યું છે. તેમાં લખ્યું હતું, "હું ખાસ સમાચાર શેર કરવા અને અમારા જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણમાં જોડાવા માટે તમને આમંત્રણ આપવા માટે લખી રહ્યો છું. અમારા પરિવારોના પ્રેમ અને આશીર્વાદથી, રશ્મિકા અને હું 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક નાના અને ખાનગી સમારોહમાં લગ્ન કરી રહ્યા છીએ."

વિજય અને રશ્મિકાએ સૌપ્રથમ 2018ની હિટ ફિલ્મ ગીતા ગોવિંદમમાં સાથે કામ કર્યું હતું. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ લાખો દિલ જીતી લીધા હતા. બાદમાં તેમણે ડિયર કોમરેડમાં ફરી સાથે કામ કર્યું. વર્ષો વિતતા તેમના સંબંધ વધુ મજબૂત બન્યા અને ફેન્સે તેમને પ્રેમથી "VIROSH" નામ આપ્યું.

આ પણ વાંચો:

  1. લગ્ન બાદ સામે આવી શિખર ધવન-સોફીના રિસેપ્શનની તસવીરો, 'ગબ્બર'ની દુલ્હન અપ્સરા જેવી સુંદર દેખાઈ
  2. કૉપીરાઈટ વિવાદ: 'વીરા રાજા વીરા' ગીતમાં ડાગર બ્રધર્સને ક્રેડિટ આપવા સહતમ થયા એ.આર. રહેમાન