ETV Bharat / entertainment

'Ramayana Part 1'ની Release Date Confirmed! રણબીર કપૂર અને યશ સ્ટારર ફિલ્મ માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ

'રામાયણ: ભાગ 1' 5 નવેમ્બર, 2026ના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થશે. નિર્માતાઓએ નવું પોસ્ટર જાહેર કર્યું અને પુષ્ટિ કરી કે દશેરાના દિવસે એડવાન્સ બુકિંગ શરૂ થશે.

'રામાયણ: ભાગ 1'
'રામાયણ: ભાગ 1' (Film Poster)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 12, 2026 at 10:29 AM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: 'રામાયણ: પાર્ટ 1'ના નિર્માતાઓએ આખરે આ બહુપ્રતિક્ષિત મહાકાવ્ય આધારિત ફિલ્મની વર્લ્ડવાઈડ રિલીઝ તારીખની જાહેરાત કરી છે, જેનાથી તેના થિયેટર રિલીઝને લઈને ચાલી રહેલી મૂંઝવણનો અંત આવ્યો છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 5 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં તમામ પ્રીમિયમ ફોર્મેટ્સમાં રિલીઝ થશે. જેનું દશેરાના દિવસે એડવાન્સ બુકિંગ શરૂ થશે.

આ જાહેરાત નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે રવિવાર, 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. નિર્માતાઓએ એક નવું પોસ્ટર પણ જાહેર કર્યું, જેમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, સઈ પલ્લવી સીતા તરીકે, રવિ દુબે લક્ષ્મણ તરીકે અને યશ રાવણ તરીકે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતી વખતે ટીમે જાહેરાત કરી, "આ રામના યુગનો આરંભ છે." આ જાહેરાતે ભારતીય મહાકાવ્ય પર આધારિત સૌથી મહત્વાકાંક્ષી સિનેમેટિક રૂપાંતરણોમાંના એકને લઈને ઉત્સુકતામાં વધારો કર્યો છે.

'રામાયણ પાર્ટ 1'ની રિલીઝ તારીખની પુષ્ટિ

રિલીઝ તારીખની આ જાહેરાત તાજેતરની પ્રમોશનલ મટિરિયલ્સ અને અહેવાલોમાં વિવિધ તારીખો સામે આવ્યા બાદ કરવામાં આવી છે. સોની પિક્ચર્સ દ્વારા જારી કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય ટ્રેલરમાં અગાઉ વર્લ્ડવાઈડ રિલીઝ ડેટ તરીકે 6 નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરમિયાન, નિર્માતા નમિત મલ્હોત્રાએ સંકેત આપ્યો હતો કે, ફિલ્મ ભારતમાં દિવાળી દરમિયાન રિલીઝ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

એવા અહેવાલો પણ હતા કે, ફિલ્મ 5 નવેમ્બરના રોજ ભારતીય થિયેટરોમાં આવી શકે છે અને 4 નવેમ્બરના રોજ પેઇડ પ્રિવ્યૂ યોજાઈ શકે છે. નવી જાહેરાતે હવે 5 નવેમ્બર, 2026ને વર્લ્ડવાઈડ થિયેટર રિલીઝ તારીખ તરીકે પુષ્ટિ કરી છે. દશેરાના દિવસે એડવાન્સ બુકિંગ શરૂ થવાનું હોવાથી, પ્રેક્ષકો ટૂંક સમયમાં જ બે ભાગમાં વહેંચાયેલા આ મહાકાવ્યના પ્રથમ ભાગ માટે તેમની ટિકિટ બુક કરાવી શકશે.

'રામાયણ'નો બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે

બે ભાગની ભવ્ય સિનેમેટિક ગાથા તરીકે તૈયાર કરાયેલી 'રામાયણ' આ આદરણીય ભારતીય કથાને વિશાળ પાયે મોટા પડદા પર રજૂ કરશે. પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન આવશે. બંને ફિલ્મો સમગ્ર ભારતમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. તે IMAX અને અન્ય પ્રીમિયમ ફોર્મેટ્સમાં પણ ઉપલબ્ધ રહેશે. ભારતની બહાર આંતરરાષ્ટ્રીય વિતરણની જવાબદારી સોની પિક્ચર્સ સંભાળશે, જ્યારે ધર્મા પ્રોડક્શન્સ હિન્દીભાષી બજારમાં ફિલ્મનું વિતરણ કરશે.

આ પણ વાંચોઃ

'Mahakavya Shri Ramayan Katha' Trailer: જુઓ 'કચ્ચા બદામ' વાયરલ ગર્લ માતા સીતાના પાત્રમાં કેવી દેખાય છે

રામાયણ ટ્રેલર રિલીઝ: રાવણ બનીને યશે મચાવ્યો હાહાકાર, રામના પાત્રમાં રણબીર અને સીતાના પાત્રમાં સાઇ પલ્લવી છવાયા