ETV Bharat / entertainment

'મેડિકલ રૂમમાં શબના પ્રાઇવેટ પાર્ટ્સની મજાક ઉડે છે', પ્રણિતના શોમાં લેડી ડૉક્ટરની ગંદી વાત થઈ વાઈરલ

'370ની બિરયાની' વિવાદ વચ્ચે પ્રણિતના શોનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે, જે એક લેડી ડોક્ટરનો છે.

પ્રણિત મોરે
પ્રણિત મોરે (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 11, 2026 at 2:56 PM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: બિગ બોસ સીઝન 19 માં બીજા ક્રમે રહીને લોકપ્રિય બનેલો કોમેડિયન પ્રણિત મોરે હવે પોતાના શોને કારણે ચર્ચામાં આવ્યો છે. શોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે તેની ટીકા થઈ રહી છે. '370 રૂપિયાની બિરયાની' વિવાદ વચ્ચે, શોનો બીજો વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા ડૉક્ટર છે; પોતાની અભદ્ર ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે શોના એક પ્રેક્ષક, હિમાંશુ જાંગરા (23)એ જણાવ્યું કે, તે એક છોકરી સાથે ડેટ પર ગયો હતો, જ્યાં તેમણે ચિકન બિરયાનીની પ્લેટ પર ₹370 ખર્ચ્યા હતા, આથી તેને પોતાના ઈન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળવું જોઈએ. આ વાત પર ખૂબ વિરોધ વચ્ચે, એક મહિલા ડૉક્ટરનો કિસ્સો સામે આવ્યો; જે પુરુષ મૃતદેહોના પ્રાઇવેટ પાર્ટની મજાક ઉડાવતી જોવા મળી.

સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ તેની ટિપ્પણીઓથી ચોંકી ગયો હતો અને માંગ કરી હતી કે તેને પણ હિમાંશુ જેવા જ સ્તરના આક્રોશનો સામનો કરવો પડે. આ પછી, સેજલે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ, તે હાલમાં મુંબઈની KEM હોસ્પિટલમાં તૈનાત છે.

તાજેતરમાં, હિમાંશુ જાંગરા નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે પ્રણિત મોરેના શોમાં ડેટ વિશે વાત કરી હતી. વીડિયોમાં, તે એક ડેટની ચર્ચા કરે છે જ્યાં તેણે ચિકન બિરયાનીની પ્લેટ અને પાણીની બોટલ પર આશરે ₹360 થી ₹370 ખર્ચ્યા હતા.

    \

તેણે પાછળથી કહ્યું કે, છોકરીએ તેને ઘરે મૂકવા કહ્યું. આથી તેને લાગ્યું કે તે ફિઝિકલ ઈન્ટમસીનો હક છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, 'વસૂલ તો કરીશ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જાંગરાને આ શબ્દો બદલ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, અને પ્રણિતની પણ હસવા અને મજાક ઉડાવવા પર ટીકા થઈ રહી છે. આ વિવાદ વચ્ચે, પ્રણિતે તેનું એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધું છે.

આ પણ વાંચો:

  1. તમિલ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક ભારતીરાજાનું 85 વર્ષની વયે નિધન
  2. અનુરાગ કશ્યપના ફેન થયા બોબી દેઓલ, 'બંદર' ફિલ્મમાં કામ કરવાના અનુભવો શેર કર્યા