ETV Bharat / entertainment

મલયાલમ અભિનેતા સલીમ કુમારનું હાર્ટએટેકથી નિધન, 56 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મલયાલમ અભિનેતા સલીમ કુમારના નિધનથી મલાયલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સાઉથ ફિલ્મ જગતમાં શોક પ્રસરી ગયો છે, લોકો તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે.

મલયાલમ અભિનેતા સલીમ કુમારનું નિધન
મલયાલમ અભિનેતા સલીમ કુમારનું નિધન (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 7, 2026 at 10:27 AM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: મલયાલમ ફિલ્મ જગતના શાનદાર અભિનેતા સલીમ કુમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે 56 વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સલીમ કુમાર મલયાલમ સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા અને તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર સહિત અનેક સન્માનો જીત્યા હતા.

નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા અભિનેતા સલીમ કુમારે 6 જૂન, શનિવારના રોજ રાત્રે 10:43 વાગ્યે કોચીમાં અંતિમ શ્વાસ લીધા. હૃદયરોગનો હુમલો આવતા તેમને ત્યાંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 56 વર્ષના હતા. સલીમ કુમાર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હોવાનું પણ કહેવાય રહ્યું છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિધન પહેલાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

6 જૂનની રાત્રે, હોસ્પિટલે અભિનેતા સલીમ કુમારના મૃત્યુ અંગે એક મેડિકલ બુલેટિન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "વેન્ટિલેટર સપોર્ટ, એન્ટિબાયોટિક્સ અને ડાયાલિસિસ એ જીવન બચાવવાના ઘણા અન્ય પગલાં હતા. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તમામ પ્રયાસો છતાં, તેમને બચાવી શકાયા નહીં."

મુખ્યમંત્રી વીડી સતિષને આપી શ્રદ્ધાંજલિ

સલીમના નિધનથી મલાયલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સાઉથ ફિલ્મ જગતમાં શોક પ્રસરી ગયો છે, મુખ્યમંત્રી વીડી સતીષને તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને તેમને શ્રદ્ધાંજિલ આપી છે.

આ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા સલીમ

મીડિયા અહેવાલ મુજબ, તેઓ કિડનીની સમસ્યાઓ ઉપરાંત લીવર સિરોસિસ અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગથી પીડાતા હતા. સલીમ કુમારનું થોડા વર્ષો પહેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. એક દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે સલીમ કુમારને અચાનક તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સલીમ કુમારની કારકિર્દી અને સ્ટારડમ

સલીમ કુમારની અભિનય કારકિર્દીની વાત કરીએ તો. તેમણે થિયેટર અને મિમિક્રીથી શરૂઆત કરી હતી. આ ક્ષેત્રોમાં નામ બનાવ્યા બાદ તેમણે વર્ષ 1997માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેમણે ફિલ્મ "ઇષ્ટમનુ નૂરુ વટ્ટમ" ફિલ્મથી મોટા પડદા પર અભિનય ડેબ્યૂ કર્યુ. જોતજોતામાં સલીમ કુમાર મલયાલમ સિનેમાના સૌથી પસંદીદા કલાકારોમાંથી એક બની ગયા. તેમણે તેમની કોમિક અને પાત્ર-આધારિત ભૂમિકાઓથી દર્શકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું.

સલીમ કુમારની ફિલ્મો અને પુરસ્કારો

સલીમ કુમાર અસંખ્ય લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, જેમાં "સત્યમેવ જયતે," "થેનકાસીપટ્ટનમ," "વન મેન શો," "ઈ પરક્કુમ થાલિકા," "મીસા માધવન," "મઝથુલિક્કીલુક્કમ," "કુંજીક્કૂનન," "કલ્યાણરમન," અને "સીઆઈડી" જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે અસંખ્ય અન્ય ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સલીમ કુમારે 'અચાનુરંગથા વીડુ'માં તેમના શક્તિશાળી અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો અને બાદમાં 'અંદામિંટે મકાન અબુ' માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

  1. પીઢ મરાઠી ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ લીધા
  2. ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે, શાયર બશીર બદ્રનું નિધન