MISS OCEAN WORLD 2026: યૂકેની મૉલી મેરી બક્લીના શિરે સૌંદર્યનો તાજ, ભારતની હીના ઠાકુર બની રેકન્ડ રનર અપ
યુકેની મૉલી મેરી બકલીએ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ ઓશિયન વર્લ્ડ 2026નો ખિતાબ જીત્યો, જ્યારે ભારતની હીના ઠાકુર બીજા ક્રમે રહી. MISS OCEAN WORLD 2026

Published : August 24, 2026 at 7:46 AM IST
જયપુર, રાજસ્થાન: ગુલાબી નગરી જયપુરમાં રવિવારે 'આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા 'મિસ ઓશિયન વર્લ્ડ 2026'નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. વિશ્વની ટોચની 10 સૌંદર્ય સ્પર્ધાઓમાં સામેલ આ મંચ પર યુનાઇટેડ કિંગડમની મૉલી મેરી બકલીએ શાનદાર પ્રદર્શન કર્યું, અને પ્રતિષ્ઠિત 'મિસ ઓશિયન વર્લ્ડ 2026'નો તાજ પોતાના નામે કરી લીધો. ઈન્ડોનેશિયાની બેનિંગ ફજ્રિયાની પ્રથમ રનર-અપ રહી, જ્યારે ભારતની હીના ઠાકુર સેકેન્ડ રનર-અપ, જાપાનની કાના સાગરા ત્રીજી રનર-અપ અને ઝિમ્બાબ્વેની પ્યુરિટી તનાત્સ્વાનાશે મકુબા ચોથી રનર-અપ રહી હતી.
નવ દિવસ સુધી ચાલેલી આ 'મિસ ઓશિયન વર્લ્ડ 2026' ઇવેન્ટ દરમિયાન, વિવિધ દેશોની બ્યુટી ક્વીન્સે પોતપોતાના દેશોની સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓનું પ્રદર્શન કર્યું. ઇવેન્ટનો મુખ્ય થીમ 'સ્વચ્છ અને પ્રદૂષણ-મુક્ત મહાસાગર' હતી. સ્પર્ધામાં ભાગ લીધેલી તમામ સુંદરીઓએ વિવિધ પ્રવૃત્તિઓ અને ફોટોશૂટ દ્વારા, સ્વચ્છ અને પ્રદૂષણ-મુક્ત દરિયાને જાળવવાનો સંદેશ આપ્યો.
ફ્યુઝન ગ્રુપના સ્થાપક-નિર્દેશક અને મિસ ઓશિયન વર્લ્ડના ચેરમેન યોગેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ફિનાલેનો પ્રારંભ NIF ગ્લોબલ જયપુર (કમલા પોદ્દાર ઇન્સ્ટિટ્યૂટ) ના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા ડ્રેસ સાથે ઓપનિંગ એક્ટ શરૂ થઈ હતી. ત્યારબાદ નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ, પ્રદૂષણ-મુક્ત પર્યાવરણ હિમાયત રાઉન્ડ અને પ્રશ્ન-જવાબ રાઉન્ડ યોજાયો હતો.
ફિનાલેના અંતે ક્રાઉન પાસિંગ સેરેમની યોજાઈ, જેનું ભૂતપૂર્વ મિસ ઓશિયન વર્લ્ડ લૌરા હડસને સમાપન કર્યુ. સમારોહના અંતે, ભૂતપૂર્વ વિજેતા લૌરા હડસનને મૉલી મેરી બકલીને તાજ પહેરાવ્યો. જ્યુરી પેનલમાં મિસ ગ્લોબ ઇન્ડિયા 2025 જાસ્મિન રાણા, મિસ ઓશિયન વર્લ્ડ 2023 લૌરા હડસન, મિતાલી કૌર, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા પ્રિયન સૈન, મિસ ઓશિયન વર્લ્ડના ચેરમેન યોગેશ મિશ્રા અને જયપુર મેરેથોનના સીઈઓ મુકેશ મિશ્રાનો સમાવેશ થતો હતો.
યોગેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, નવ દિવસીય આ ઇવેન્ટના ગાઉન અને સ્વિમસ્યુટ રાઉન્ડ દરમિયાન ફોટોશૂટ દ્વારા પ્રદૂષણ-મુક્ત પર્યાવરણનો સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાન માટે ગર્વની વાત છે કે 20 દેશોના સહભાગીઓ સાથે ટોચના 10 ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાનું આયોજન જયપુરમાં કરવામાં આવ્યું.
આ પણ વાંચો

