ETV Bharat / entertainment

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર: દુબઇમાં ભારતીય સેલેબ્સ ફસાયા, જાણો કેવી છે સ્થિતિ

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને ફ્લાઇટમાં વિલંબને કારણે અજીત કુમાર, ઇશા ગુપ્તા, નરગિસ ફખરી સહિતના ભારતીય સેલેબ્સ દુબઇમાં ફસાયા છે.

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં ભારતીય સેલિબ્રિટી દુબઇમાં ફસાયા
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં ભારતીય સેલિબ્રિટી દુબઇમાં ફસાયા (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 2, 2026 at 2:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે મિડલ ર્ઇસ્ટમાં તણાવ વધતા ભારતીય હસ્તીઓ દુબઇ અને UAEના અન્ય ભાગમાં ફસાઇ ગયા છે. ફ્લાઇટ રદ થવા, હવાઇ ક્ષેત્ર બંધ થવા અને સુરક્ષાની ચિંતાઓને કારણે કેટલાક મુસાફર ઘરે પરત ફરી શકતા નથી. ફસાયેલા લોકોમાં અજીત કુમાર, ઇશા ગુપ્તા, નરગિસ ફખરી અને કેટલાક અન્ય સેલિબ્રિટી સામેલ છે.

અજીત કુમાર દુબઇમાં ફસાયો

તમિલ સિનેમાના સ્ટાર અજીત કુમાર આ વિવાદ વધ્યો ત્યારે રેસિંગ પ્રેક્ટિસ માટે અબુ ધાબીમાં હતો. પ્રોફેશનલ રેસર હોવાને કારણે અભિનેતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ટ્રેનિંગ લેતો હતો. જોકે, યુએઇમાં ફ્લાઇટમાં વિલંબને કારણે તે ચેન્નાઇ પરત ફરી શક્યો નથી.

અજીત કુમારના મેનેજરે પૃષ્ટી કરી છે કે તે સુરક્ષિત અને સ્વસ્થ છે. મિસાઇલ હુમલા અને હવાઇ ક્ષેત્ર બંધ હોવાના સમાચાર ઓનલાઇન ફેલાયા બાદ ફેન્સ ચિંતિંત થઇ ગયા હતા પરંતુ ટીમે તમામને બાંહેધરી આપી છે કે ફ્લાઇટ ફરી શરૂ થતા તે પોતાના ઘરે સુરક્ષિત પરત ફરી શકશે. અજીત કુામરે તાજેતરમાં મિશેલિન 24H દુબઇ 2025ની દુબઇ એંડ્યોરેસમાં ભાગ લીધો હતો અને તે પોતાની ફિલ્મી કરિયર અને રેસિંગ પ્રત્યે પોતાના જુસ્સા વચ્ચે સંતુલન બનાવીને રાખે છે.

ઇશા ગુપ્તા ઘરે પરત ફરવા માંગે છે

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પણ અબુ ધાબીમાં ફસાયેલી છે. ઇશા ગુપ્તાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે અને સ્વીકાર કર્યો કે સ્થિતિ સારી નથી. સાથે જ તેણે યુએઇના અધિકારીઓની શાંતિપૂર્વક સ્થિતિ સંભાળવા માટે પ્રશંસા કરી છે.

ઇશા ગુપ્તાએ લખ્યુ, "એરપોર્ટ પર ફસાયેલા દરેક વ્યક્તિની દેખરેખ કરવામાં યુએઇ સરકારનું કામ પ્રશંસનીય છે, ભોજન આપવાથી લઇને એરપોર્ટ સુધી આવવા-જવા અને હોટલમાં રોકાવાની વ્યવસ્થા સુધી, બધુ સારી રીતે કરવામાં આવ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસે લખ્યુ, 'અબુધાબીમાં સ્થિતિને જે રીતે સંભાળવામાં આવી છે, તે દર્શાવે છે કે દેશ કેટલો શક્તિશાળી છે અને તે કેટલી શાંતિથી તમામની સુરક્ષા કરી રહ્યો છે.'

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા (Image-Instagram)

ઇશાએ એમ પણ કહ્યું કે તે માત્ર ઘરે પરત ફરવા માંગે છે. ઇશા ગુપ્તાએ લખ્યુ, 'જલ્દી હું ઘરે પરત આવી શકત. આ પહેલા તેમણે ફેન્સને કહ્યું કે, 'અમે સ્વસ્થ છીએ, સુરક્ષિત છીએ! સ્થિતિ એટલી ભયાનક અને કઠિન છે, ભગવાન અમારી રક્ષા માટે હાજર છે.'

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા (Image-Instagram)

નરગિસ ફખરીએ પણ સ્થિતિ વર્ણવી

અભિનેત્રી નગરિસ ફખરીએ આ તણાવપૂર્ણ સમયમાં દુબઇમાં રહેતા પોતાના ભાવનાત્મક સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે, તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસ તણાવપૂર્ણ રહ્યા છે. શહેરની એક તસવીર શેર કરતા તેને લખ્યુ, 'અહીં બે દિવસ ઘણા મુશ્કેલભર્યા રહ્યા છે.'

એક અન્ય પોસ્ટમાં અભિનેત્રીએ સ્થાનિક અધિકારીઓની પ્રશંસા કરતા લખ્યુ, 'હાં તે ઘણુ સારૂ કામ કરી રહ્યા છે. જોકે, તેમણે પોતાના ડર વિશે પણ ખુલીને વાત કરી હતી. ચિંતા અને ભયની આ ભાવના બનેલી રહે છે કારણ કે તમને ખબર જ નથી પડતી કે આગળ શું થવાનું છે. ઊંઘ પણ આવતી નથી, મગજ હંમેશા સતર્ક રહે છે. હું આખી રાત જાગી છું.'

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા (Image-Instagram)

સોનલ ચૌહાણે દુબઇની સ્થિતિ વર્ણવી

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણે પણ ખુલાસો કર્યો કે તે દુબઇમાં ફસાયેલી છે. પહેલા અભિનેત્રીએ ભારત પરત ફરવા મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો હતો. બાદમાં એક અપડેટ શેર કરી છે.

સોનલ ચૌહાણે લખ્યુ, 'જેમણે મને મેસેજ કરીને પૂછ્યું કે હું કેવી છું તે દરેકનો આભાર. હું સુરક્ષિત છું અને હું તમને ખાતરી આપું છું કે અધિકારીઓ દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. ગભરાવાની કોઇ જરૂર નથી. દુબઇ વિશ્વનું સૌથી સુરક્ષિત સ્થળ છે...પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.'

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધમાં સેલિબ્રિટી દુબઇમાં ફસાયા (Image-Instagram)

સુભાષશ્રી ગાંગુલી પોતાના દીકરા સાથે ફાસાયા

બંગાળી અભિનેત્રી સુભાષી ગાંગુલી પણ પોતાના નાના દીકરા સાથે દુબઇમાં ફસાયા છે, તેમના પતિ, ફિલ્મ નિર્માતા રાજ ચક્રવર્તીએ પૃષ્ટી કરી કે તે એક હોટલમાં સુરક્ષિત છે, તેમણે કહ્યું કે પરિવાર ચિંતિંત છે પરંતુ તેમણે આશા છે કે ફ્લાઇટ જલ્દી શરૂ થઇ જશે.

વિષ્ણુ મંચૂએ શેર કર્યો અનુભવ

તેલુગુ અભિનેતા વિષ્ણુ મંચૂએ આકાશમાં પ્રકાશનો એક વીડિયો શેર કર્યો છે જેમાં મિસાઇલો દ્વારા મિસાઇલને રોકવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. અભિનેતાએ લખ્યુ, 'આજ રાત્રે પરિવારને મળવા દુબઇમાં છું. આકાશમાં મિસાઇલો જોવા મળી રહી છે. તેજ વિસ્ફોટથી અમારૂ ઘર હલી ગયું છે અને નાની દીકરી આયરા ડરી ગઇ છે. શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છું. કોઇ પણ બાળકને પોતાના ઘર ઉપર યુદ્ધનો અવાજ સાંભળતા મોટા ના થવું જોઇએ.'

અન્ય સેલેબ્સ પણ દુબઇમાં ફસાયા

ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડેસ જે 2023માં દુબઇ ગઇ હતી તેને કહ્યું, 'ઇન્ટરસેપ્શનના અવાજ રિયલ છે અને તે પરેશાન કરનારા છે. આ ભયાનક છે.' બિગબોસ 9ના જાણીતા કપલ રોશેલ રાવ અને કીથ સેક્વેરાએ પણ જણાવ્યું કે તે ફસાયેલા છે પરંતુ સુરક્ષિત છે. ટીવી એક્ટર રોહન ગંડોત્રા પોતાના ફેન્સને સતત અપડેટ આપી રહ્યા છે અને તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: