ETV Bharat / entertainment

'કાલા હિરણ' વિવાદ: સલમાન ખાનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે પાઠવી નોટિસ, 19 જૂને આગામી સુનાવણી

અભિનેતા સલમાન ખાન દ્વારા 'કાલા હિરણ' ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને લઈને દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ/ સલમાન ખાન
દિલ્હી હાઈકોર્ટ/ સલમાન ખાન (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 13, 2026 at 12:07 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પોતાની શાખ અને પ્રચાર અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે ફિલ્મ "કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી"ની રિલીઝ અને તેના પ્રમોશન પર રોક લગાવવાની માંગ કરી છે. શુક્રવાર, 12 જૂનના રોજ આ મામલાની સુનાવણી કરતા, દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ પાઠવી છે.

આ કેસ ન્યાયધીશ નીના બંસલ કૃષ્ણા સમક્ષ સલમાન ખાનના એક પેન્ડિંગ કોમર્શિયલ કેસમાં આવ્યો, જે તેની શાખ અને પ્રતિષ્ઠાના અધિકારોના રક્ષણ સાથે જોડાયેલો હતો. સુનાવણી દરમિયાન, સલમાન ખાન તરફથી હાજર રહેલા વકીલ નિઝામ પાશાએ જણાવ્યું હતું કે, અભિનેતાના વ્યક્તિત્વ અધિકારો, જેમાં તેમની પ્રતિષ્ઠા અને તેમની ઓળખના અન્ય પાસાઓનો સમાવેશ થાય છે, તેને હાઈકોર્ટ દ્વારા અગાઉના આદેશમાં પહેલાથી જ માન્યતા આપવામાં આવી હતી અને સુરક્ષિત કરવામાં આવી હતી.

એ દલીલ કરવામાં આવી હતી કે આટલી સુરક્ષા હોવા છતાં, 29 મેના રોજ રિલીઝ થયેલા એક પોસ્ટરમાં સલમાન ખાન જેવો જ એક વ્યક્તિને દેખાડવામાં આવ્યો હતો અને તેણે અભિનેતા હાથમાં જેવો પહેરો છે તેઓ વાદળી બ્રેસલેટ પહેરેલો દર્શાવાયો છે.

વકીલ નિઝામ પાશાએ આગળ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત ફિલ્મ તે ગુનાહિત મામલો સાથે સંકળાયેલી છે જે મીડિયાના કેન્દ્ર સ્થાને રહી છે. કાળિયારના શિકાર કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કુલ ચાર FIR દાખલ થઈ હતી, જેમાંથી 3 કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર થઈ ચુક્યા છે. જોકે, એક કેસમાં અપીલની કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે, મીડિયામાં અભિનેતા વિશે બદનક્ષીભર્યા નિવેદનો સતત ફેલાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ફિલ્મ પર સ્ટે માંગવામાં આવી રહ્યો છે. સલમાન ખાનના વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ફિલ્મનું ટ્રેલર શુક્રવારે સવારે રિલીઝ થયું હતું. વધુમાં, ફિલ્મની વાર્તા 1998ના કુખ્યાત કાળિયાર શિકાર કેસથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

જસ્ટિસ કૃષ્ણાએ જણાવ્યું હતું કે નોટિસ ફક્ત એક દિવસ માટે હોવા છતાં, તે જરૂરી છે. આદેશ આપતા કોર્ટે જણાવ્યું હતું કે નિર્માતા અમિત જાની, જાની ફાયરફોક્સ ફિલ્મ્સ, ડિરેક્ટર ભરત શ્રીનાતે, અક્ષય પાંડે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અન્ય લોકો સામે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી પર નોટિસ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટે સલમાન ખાનની "કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી" ની રિલીઝ પર સ્ટે માંગતી અરજી પર પણ વિચારણા કરી, જે સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર XXXIX, નિયમ 1 અને 2 હેઠળ દાખલ કરવામાં આવી હતી. તેમાં નોંધ્યું હતું કે ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જોકે અગાઉના સંકેતો મુજબ તે 20 જૂને રિલીઝ થશે. કોર્ટે તમામ પક્ષોને નોટિસ જારી કરી અને આગામી સુનાવણી 19 જૂને નક્કી કરી. કોર્ટે હજુ સુધી કોઈપણ વચગાળાની રાહત અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.

  1. ફિલ્મ 'કાલા હિરણ' વિરુદ્ધ સલમાન દિલ્હી હાઈકોર્ટની શરણે, જાણો 28 વર્ષ જૂના કેસ અને ફિલ્મના કનેક્શન વિશે
  2. સલમાન ખાનના ફાર્મ હાઉસના પાડોશીને કોર્ટની ફટકાર, સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાનો નિર્દેશ