શું સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલો સંચિતા ઉગાલેનો આત્મહત્યા કેસ? 'કુમકુમ ભાગ્ય' ફેમ એક્ટ્રેસના ભાઈએ કર્યો ખુલાસો
સંચિતા ઉગલેની આત્મહત્યા મામલે તેના ભાઈનું નિવેદન સામે આવ્યું છે તેણે આ ઘટનાને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડ્યો છે.

Published : June 16, 2026 at 4:02 PM IST
હૈદરાબાદ: મનોરંજનની દુનિયામાં ખૂબ ઝડપથી પોતાની આગવી ઓળખ બનાવનાર યંગ એક્ટ્રેસ સંચિતા ઉગાલેના દુ:ખદ નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેના અચાનક અવસાનથી તેના સાથી કલાકારો, મિત્રો અને ફેન્સ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. ઘણા કલાકારો પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓ પર પડનારા દબાણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. દિવંગત એક્ટ્રેસ સંચિતા ઉગાલેના ભાઈ આકાશ સતીશ ઉગાલેએ આરોપ લગાવ્યો છે કે, તેની બહેનના સુસાઈડ અને 2020માં એક્ટર સુશાંત સિંદ રાજપૂતના અકાળ મોત વચ્ચે કોઈ કનેક્શન છે.
ભાઈનું નિવેદન
મીડિયા સાથેની એક ખાસ વાતચીતમાં, તેણે ભારપૂર્વક જણાવ્યું કે, તેની બહેન અને સુશાંત બંને ઈન્ડસ્ટ્રી તરફથી ભારે દબાણનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે તેમણે આવું કઠોર પગલું ઉઠાવવું પડ્યું. વધુમાં, બંને મૃત્યુ એક જ તારીખે થયા હતા, જોકે છ વર્ષના અંતરે. તેણે જણાવ્યું કે, સંચિતા ઉગલેના સોશિયલ મીડિયા હેન્ડલ પરની છેલ્લી પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત વિશે હતી. રવિવારે સુશાંતની પુણ્યતિથિ પર તેણે તેને યાદ કરતી એક ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી, જેમાં કેપ્શન હતું, "ઈટ્સ અગેન 14 જૂન. (ફરી 14 જૂન આવી ગઈ)"
આકાશે મીડિયાને કહ્યું, "તેણે 14 જૂન, 2020 ના રોજ આત્મહત્યા કરી હતી. કેમ? કારણ કે બોલિવૂડ, એટલે કે આ ઈન્ડસ્ટ્રીએ તેના પર ભારે દબાણ સર્જ્યું હતું અને તેને કારણે જ તેણે સુસાઈડ કર્યું હતું. તેવી જ રીતે, મારી બહેને પણ ગઈકાલે આ જ કારણોસર આત્મહત્યા કરી હતી. હું એ જ કહી રહ્યો છું."
Nalasopara, Maharashtra: On the demise of his sister, actress Sanchita Ugale, Akash Satish Ugale says, "She died by suicide yesterday at around 7 PM. Since yesterday, we have been carrying out the procedures—post-mortem, case formalities, panchnama, and so on..." pic.twitter.com/uaDhTFNN6W
— IANS (@ians_india) June 15, 2026
છ વર્ષના અંતરે થયેલા આ બે અચાનક મૃત્યુ વચ્ચેના જોડાણને સમજાવતા, તેણે ઉમેર્યું, "એક દિવસ પહેલા, ગઈકાલે તેણે 'ફરીથી 14 જૂન' કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી. આનો અર્થ એ થયો કે 14 જૂન ફરી એકવાર આવી ગઈ છે, અને તે જ દિવસે તેણે પણ આત્મહત્યા કરી લીધી."
ટીવી અભિનેત્રી આંચલ ખુરાના
સોમવાર, 15 જૂનના રોજ, ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો જેમાં તેણે તે મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો જેનો સામનો એક્ટર્સે કરવો પડે છે. તેએ કહ્યું, "વધુ એક એક્ટરે આત્મહત્યા કરી છે. આ ઈન્ડસ્ટ્રી 30 વર્ષ જૂની છે. ચેનલો TRP ઇચ્છે છે, નિર્માતાઓ બજેટ બચાવવા માંગે છે અને દર્શકો મનોરંજન ઇચ્છે છે. આ બધાની વચ્ચે કોઈએ એ વિચાર્યું છે કે, એક એક્ટર પર શું વિતે છે? 'રિપ્લેસમેન્ટ' જેવી નાની વાત લો. જો તમે કોઈની સાથે સૂતા નથી - રિપ્લેસમેન્ટ. જો તમે તમારી ગરિમા બચાવવા માટે કોઈની સાથે દલીલ કરો છો - રિપ્લેસમેન્ટ. નહીં તો, તમારા કામકાજના દિવસો ઓછા થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક અભિનેતા શેમાંથી પસાર કરે છે? અથવા જેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેઓ શું અનુભવે છે? દરરોજ સવારે, અમે આશા સાથે જાગીએ છીએ. ઑડિશન આપીએ છીએ, અને દરરોજ સાંજે, રિજેક્શનનો સામનો કરીને સૂઈ જઈએ છીએ."
વીડિયો શેર કરતાં આંચલે કેપ્શનમાં લખ્યું, "ચેનલ અને નિર્માતાઓ આનાથી નારાજ થઈ શકે છે, પરંતુ આ સત્ય છે. હું કેમેરા સામે હસતી ઉભી હોવ છું પરંતુ મારી અંદર એક તોફાન ચાલી રહ્યું હોય છે. દરરોજ, અમે આગામી ઓડિશન, તે એક લાઈન, અથવા આપણા સપનાઓની શોધ માટે પ્રયત્નશીલ જાગીએ છીએ. જે અદ્રશ્ય અને અજાણ્યું જાય છે તે છે આપણો થાક. રેલેવન્ટ રહેવાનું દબાણ અને ભૂલી જવાનો ડર ખૂબ જ વધારે છે. તેઓ જોતા નથી કે અમે બંધ દરવાજા પાછળ કેવી રીતે તૂટી પડીએ છીએ."
'કુમકુમ ભાગ્ય' માં પોતાની ભૂમિકા માટે જાણીતી સંચિતા ઉગલેનું આત્મહત્યાને કારણે મોત થયું છે. પોલીસ અહેવાલો અનુસાર, 22 વર્ષીય અભિનેત્રીએ નાલાસોપારા ઈસ્ટના અચોલે ગામમાં સાઈ સંતોષી બિલ્ડીંગમાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના 14 જૂનના રોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યાની વચ્ચે બની હતી. અચોલે પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક વિનોદ બાગે જણાવ્યું હતું કે સંચિતાએ પગલું ભરતા પહેલા પોતાને બેડરૂમમાં બંધ કરી દીધી હતી.
પરિસ્થિતિની જાણ થતાં, પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો તેને વસઈ-વિરાર મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા પહેલા તપાસ રિપોર્ટ તૈયાર કર્યો. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ સંભવિત પાસાઓ પર વિગતવાર તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:

