ETV Bharat / entertainment

અનેક ગુજરાતી ગીતો અને ગરબાને પોતાના સ્વરથી અમર કરી ચૂક્યા છે આશા ભોંસલે, તમને કયાં-કયાં યાદ છે?

92 વર્ષે દુનિયાને અલવિદા કહેનારા આશા ભોંસલે તેમના બેજોડ સ્વર માટે લોકોના દિલમાં કાયમ ધબકતા રહેશે

92 વર્ષે દુનિયાને અલવિદા કહેનારા આશા ભોંસલે તેમના બેજોડ સ્વર માટે લોકોના દિલમાં કાયમ ધબકતા રહેશે
92 વર્ષે દુનિયાને અલવિદા કહેનારા આશા ભોંસલે તેમના બેજોડ સ્વર માટે લોકોના દિલમાં કાયમ ધબકતા રહેશે (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 16, 2026 at 8:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ભારતીય સંગીત જગતમાં જ્યારે પણ સુરિલા અને વર્સેટાઈલ અવાજનો ઉલ્લેખ આવે ત્યારે આશા ભોંસલેનું નામ પ્રથમ પંક્તિમાં મુકવું જ પડે. 12 એપ્રિલે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા સુરકોકિલા આશાજીએ ગીત-સંગીતનો એ વારસો પોતાની પાછળ છોડ્યો છે જેના થકી સદીઓ સુધી તેમને યાદ કરવામાં આવશે.

ગુજરાતી સંગીતમાં મોટું યોગદાન

મોટાભાગે લોકો આશા ભોંસલેને તેમના હિન્દી ફિલ્મી ગીતો માટે યાદ કરે છે પરંતુ તેમણે આ ઉપરાંત સાત દાયકાથી વધુની પોતાની કારકિર્દીમાં અનેક ક્ષેત્રીય ભાષાઓ માટે વિવિધ પ્રકારના ગીતો ગાયા છે. એક સમયે આશાજી નિયમિતપણે ગુજરાતી ગીતો/ગરબા પણ ગાતા. યાદી તો ઘણી લાંબી છે પણ અહીં એવા કેટલાક લોકપ્રિય ગુજરાતી ગીતો અને ગરબા માણો આશાજીના અમર અવાજમાં....

માડી તારું કંકુ ખર્યું

આ ગીત (ભજન) આશા ભોંસલેએ ગાયેલા ગુજરાતી ગીતોમાં સૌથી પ્રસિદ્ધ છે. વડીલોની સાથે-સાથે આજની પેઢી પણ અવિનાશ વ્યાસ દ્વારા લિખિત અને લયબદ્ધ આ ગીત(ભજન) નિરાંતની પળોમાં આજે પણ ખૂબ તલ્લીનતાથી સાંભળે છે.

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

આ ગીત સાંભળતી વખતે ભલભલા લોકોની આંખો ભીની થઈ જાય છે. 1977માં આશાજી દ્વારા ગાવામાં આવેલા અત્યંત સુંદર અને હૃદયસ્પર્શી ગીતને પણ અવિનાશ વ્યાસ દ્વારા લખવામાં તથા લયબદ્ધ કરવામાં આવ્યું હતું.

એક પાટણ શહેરની નાર પદમણી...

મસ્તીભર્યા અંદાજમાં શબ્દોની આંટી-ઘૂંટી સાથે આશાજી ગાયેલું આ ગીત સાંભળીને કોઈ ન કહી શકે કે, ગુજરાતી તેમની પ્રથમ ભાષા નહીં હોય. આ ગીત એટલું લોકપ્રિય છે કે આજે પણ અવારનવાર કાને પડી જાય છે. અંતાક્ષરીમાં તો અચૂક આ ગીત ગવાય જ ગવાય.

છાનું રે છપનું...

ત્રણ મિનિટથી પણ નાના આ રોમાન્ટિક ગીતની કેફિયત કંઈક નીરાળી છે. જેટલીવાર સાંભળો એટલી વખત એકદમ તાજું લાગે. આશાજીના આરોહ-અવરોહ આ ગીતની મજાને અલગ જ સ્તરે લઈ જાય છે. આ ગીતને પણ અવિનાશ દ્વારા લખાયું અને લયબદ્ધ કરાયું છે.

આશાજીએ ગાયેલા ગુજરાતી ગીતો/ગરબાઓની યાદી ઘણી લાંબી છે. 'ખમ્મા મારા નંદજીના લાલ', 'બોલે રંગ મોર', 'હે ઢોલ ધમક્યા', 'ઓરી ઓરી આવ ગોરી', 'એની તાળીમાં કંકુ વેરાય', 'મારે માથે મતુકડો ભાર' વિશેષ નોંધનીય છે. દરેકની પોતાની આગવી વિશેષતા અને એક ઈતિહાસ છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, તેમણે ગુજરાતી પોતાની પ્રથમ ભાષા ન હોવા છતાં દરેક રચનામાં જે-જે ભાવ પ્રગટ કરવાના છે તે બખૂબી કર્યા છે, આ જ ખાસિયત તો તેમને અવ્વલ દરજ્જાના ગાયિકા બનાવે છે.

આ પણ વાંચો: