ધુરંધરની બોક્સ ઓફિસ પર ધાક, શાહરૂખ ખાનની 'જવાન'ને પછાડી બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
ધુરંધર ફિલ્મે શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'જવાન'ના વિશ્વવ્યાપી કલેક્શનને પાછળ છોડીને એક નવો કિર્તીમાન રચ્યો છે.

Published : January 3, 2026 at 12:19 PM IST
હૈદરાબાદ: રણવીર સિંહ અભિનીત એક્શન થ્રિલર ફિલ્મ 'ધૂરંધર'ની ધાક બોક્સ ઓફિસ પર યથાવત છે. આજે 'ધૂરંધર' એ રિલીઝનો પહેલો મહિનો પૂર્ણ કર્યો છે. તેનો પહેલો મહિનો પૂર્ણ થાય તે પહેલાં જ તેણે વધુ એક રેકોર્ડ બનાવી લીધો છે. 'ધૂરંધર' બોલીવુડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
'ધૂરંધર' એ તેની 29મા દિવસની કમાણી સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. 'ધૂરંધર' હવે આમિર ખાનની 'દંગલ' પછી વિશ્વભરમાં બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી 'ધૂરંધર' ત્યારથી બે આંકડાની કમાણી કરી રહી છે અને આ સપ્તાહના અંતે, તે વિશ્વભરમાં ₹1,200 કરોડ કમાઈ શકે છે.
29માં દિવસે બોક્સ ઓફિસ પર ધુરંધરની કમાણી
સૈકનિલ્કના મતે, ફિલ્મ ધુરંધરે ભારતમાં તેના 29મા દિવસે ₹8.75 કરોડની કમાણી કરી છે. સૈકનિલ્કના અનુસાર, આ ફિલ્મનું પહેલું સિંગલ-ડિજિટ કલેક્શન છે. જોકે, ફિલ્મ નિર્માતાઓના મતે, ફિલ્મે તેના 28મા દિવસે ₹17.60 કરોડની કમાણી કરી હતી, જેનાથી તેનું કુલ સ્થાનિક કલેક્શન ₹784.50 કરોડ થયું છે. આજે તેના 29મા દિવસના સત્તાવાર કલેક્શન સાથે, ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર ₹800 કરોડની કમાણી કરવા જઈ રહી છે. દરમિયાન, ધુરંધરે વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.
ધુરંધરની ધાક, જવાનને પછાડી
29મા દિવસની કમાણી સાથે, ધુરંધરે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને પાછળ છોડી દીધી છે, જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'એ વિશ્વભરમાં ₹1148.32 કરોડની કમાણી કરી હતી. ધુરંધરે 29 દિવસમાં વિશ્વભરમાં ₹1164.05 કરોડની કમાણી કરી છે. ધુરંધર હવે ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. અગાઉ, ધુરંધરે શાહરૂખ ખાનની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'પઠાણ'ના સ્થાનિક અને વિશ્વવ્યાપી કમાણીના રેકોર્ડ તોડ્યા હતા.
શું KGF ચેપ્ટર 2ની કમાણીનો રેકોર્ડ તૂટશે?
હવે, ધુરંધર પાસે કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ના લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડને પણ તોડી શકે છે, કારણ કે ધુરંધર પાસે હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરવાની પૂરતી તક છે. બોલીવુડની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ "ઈક્કીસ" અને "તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી" જેવી તાજેતરની બલિવૂડ રિલીઝને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો નથી. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, ધુરંધર માત્ર 2025ની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સિનેમાની એક ઉત્કૃષ્ટ ફિલ્મ સાબિત થઈ છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ અને ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ ધુરંધરની સફળતા માટે શ્રેયને પાત્ર છે.

